Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ટેકનોલોજીની જાદુઈ માયાજાળ સમાજનું ઘડતર બે સાવ જુદા જુદા સિદ્ધાંતો પર થઈ શકે. કાં તો તેમાં માણસ-માણસ વચ્ચેનો સંબંધ મહત્ત્વનો ગણાય, કાં તો પછી તેમાં માણસ અને વસ્તુઓ વચ્ચેના સંબંધને મુખ્ય ગણાય. જો માણસ-માણસ વચ્ચેના સંબંધને મુખ્ય માનીને ચાલીએ, તો બધાં લેખાં-જોખાં પડોશીઓ કે સગાંસંબંધીઓ, પૂર્વજો કે શ્રદ્ધેય દેવી-દેવતાઓના સંદર્ભમાં કરવામાં આવશે. પરંતુ તમે જો માણસના ભૌતિક ચીજવસ્તુઓ સાથેના સંબંધને કેન્દ્રમાં રાખીને ચાલશો, તો આખોયે સંદર્ભ બદલાઈ જશે. પછી બધી બાબતોનું મૂલ્ય તેનાથી તમે કેટલી વધુ ચીજવસ્તુ મેળવી શકો છો અને કેટલી વધુ ચીજવસ્તુના માલિક બની શકો છો, તે પરથી આંકતા તમે થઈ જશો. આધુનિક જમાનાના બધા વિચારો ને અરમાનો આજે મુખ્યત્વે મિલક્ત, ઉત્પાદન અને વિતરણની આસપાસ જ ફેરફુદરડી ફરતા થઈ ગયા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેણે માણસમાણસ વચ્ચેના સંબંધને સાવ ગૌણ ગણીને માણસ અને વસ્તુ વચ્ચેના સંબંધને જ મુખ્ય માન્યો છે. આધુનિક જમાનો વસ્તુપૂજક જમાનો છે, અને ટેકનોલોજીનો ઉપયોગ આ વસ્તુપૂજાની ધન્યતા દર્શાવતા એક વિધિ સમાન બની ગયો છે. આ સવાલ મુખ્યત્વે તમે જીવન પ્રત્યે અને જગત પ્રત્યે કઈ દષ્ટિથી જુઓ છો, તેનો છે. અવિકસિત ગણાતા દેશો બીજા વિશ્વયુદ્ધ પછી જ, અને ખાસ કરીને જ્યારથી વિકાસનો યુગ શરૂ થયો ત્યારથી જ આ વસ્તુપ્રાધાન્યવાળી જીવનદષ્ટિના સકંજા હેઠળ આવતા ગયા અને માત્ર ભૌતિકવાદી દૃષ્ટિકોણથી જ એમના તરફ જવાનું થયું. પોતાની બધી જ ભૌતિક ને બૌદ્ધિક શક્તિઓ ચીજવસ્તુના વધારા પાછળ જોતરી દેનારા વિકસિત દેશોને આદર્શરૂપ માની લેવામાં આવ્યા. તેનાથી પ્રેરાઈને જ વિકાસની બધી વ્યુહરચનાઓ ગોઠવવામાં ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36