Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ અભાવ અનુભવાતો રહે છે. ચીજવસ્તુ આધારિત ગરીબીના આ ખ્યાલ ઉપર જ વિકાસની આ આખી ઈમારત રચાયેલી છે. એટલે આજ સુધી એમ જ કહેવાતું આવ્યું છે કે આવી ગરીબી' એ . મુખ્ય સમસ્યા છે અને આર્થિક વૃદ્ધિ એ તેનો એકમાત્ર ઉપાય છે. જરૂરિયાતો બેસુમાર વધારતા રહેવામાંથી આ ગરીબી જન્મે છે, એવું સ્વીકારવા હજી તેઓ તૈયાર નથી. વિકાસ પાછળ એમણે લોકોને દોડાવ્યા, અને તેમ કરીને એમને કંગાલિયતના અને સતત અભાવગ્રસ્તતાના શિકાર બનાવી મૂક્યા. સાદા ને સંયમી જીવનની પરંપરાવાળી વિવિધ સંસ્કૃતિઓને એમણે રફેદફે કરી નાખી. કેમ કે એમણે જે વિકાસની કલ્પના નજર સામે રાખી છે, તે વિકાસની સંસ્કૃતિ સાદાઈ ને સંયમને ભૂંસી નાખીને જ ખડી થઈ શકે. અને તેથી કંગાલિયત અને ચીજવસ્તુની ગુલામી દ્વારા તેની કીમત ચૂકવવી જ પડે. : આજે હવે ચાર-પાંચ દાયકાના અનુભવ પરથી યથાર્થ બોધપાઠ ગ્રહણ કરવાની જરૂર નથી ? ગરીબીને જે નાબૂદ કરવી હશે, તો “વધુ અને હજી વધુ’ –ના પાયા પર નહીં, પણ સ્વાવલંબન અને પર્યાપ્તતાના પાયા પર જ નવરચના કરવી પડશે. આર્થિક વૃદ્ધિની બાબતમાં સાવધાનીથી વિવેકપૂર્વક કામ લેવું, એ ગરીબીની નાબૂદી માટેનો સૌથી મહત્ત્વનો ઉપાય છે. - મને લાગે છે કે ટેપિટોના મારા એ મિત્રે આ તથ્ય આત્મસાત્ કરેલું હતું, જ્યારે એણે પોતાને “ગરીબ' ગણવાનો ધરાર ઈનકાર કરી દીધો. એ એના સ્વમાનનો સવાલ હતો, માનવ-ગૌરવનો સવાલ હતો. એ પોતાની ટેપિટો સંસ્કૃતિની સાદાઈ, સંયમ અને પર્યાપ્તતાની પરંપરાને વળગી રહેવા માગતો હતો. કેમ કે એને કદાચ ભાન હતું કે તેના વિના તો પોતે પૈસાની કદીયે તૃપ્ત ન થાય એવી ભૂખનો અને સદાયની અભાવગ્રસ્તતાનો જ શિકાર બની જશે. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36