Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પ્રયોજવા માગતી હોય અને તેને લીધે પણ તેની આર્થિક આવક ઓછી હોય. પરંતુ તે તરફ પણ આંખ આડા કાન કરવામાં આવ્યા ! નહીં, બીજું કશું જ જોવાનું નહીં. ઔદ્યોગિક દેશો જ આમાં દુનિયા આખીનો આદર્શ. એ દેશોએ જે કાંઈ કર્યું, તે જ બીજા બધા દેશોએ પણ કરવાનું. ગરીબી એટલે ખરીદ-શક્તિનો અભાવ, અને તે આર્થિક વૃદ્ધિ સાધીને સદંતર દૂર કરવાનો. આમ, ગરીબી દૂર કરવાને નામે આખા ને આખા સમાજોને પૈસાની માયાજાળના અર્થતંત્રમાં ઘસડી જવાયા. એક નૈતિક જેહાદના જેવી આની પ્રચંડ ઝુંબેશ ચલાવાઈ. ભલા, તેની સામે કોણ અવાજ ઉઠાવી શકે ? પરંતુ ૧૯૭૦ના અરસામાં જ્યારે એ વાસ્તવિકતાનો ઈનકાર કરવાનું અશક્ય થઈ પડ્યું કે ‘આર્થિક વિકાસ'ની આ ઝુંબેશ મોટા ભાગના લોકોને ઉચ્ચતર જીવન-ધોરણ મેળવી આપવામાં સાવ નિષ્ફળ નીવડી છે; ત્યારે ‘ગરીબી’ની નવી વ્યાખ્યા કરવાનું જરૂરી થઈ પડ્યું. વિશ્વબેંકના પ્રમુખ મેકનામરાએ ૧૯૭૩માં કહ્યું : “આ સૈકાના અંત સુધીમાં ગરીબીને નેસ્તનાબૂદ કરવા આપણે મથવું જોઈએ. તેનો અર્થ એ કે આ બધા દેશોમાંથી પોષણની કમીને અને નિરક્ષરતાને દૂર કરવી, બાળ-મરણનું પ્રમાણ ઘટાડવું અને આયુષ્યની મર્યાદા વિકસિત દેશો જેટલી ઊંચી કરી દેવી.’ આ રીતે માથાદીઠ આવકની વાત છોડીને ગરીબી માટે આ નવો માપદંડ શરૂ કરવામાં આવ્યો. તેને લીધે વિકાસનું ડીમ ડીમ ચાલુ રહી શકયું. માણસની આ પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે આર્થિક વિકાસની અત્યાર સુધીની ઝુંબેશ લોકોનું જીવન સુધારવામાં નિષ્ફળ નીવડી છે એ વાત ભુલાવી દીધી અને વિકાસની તે ઝુંબેશને વધુ તીવ્રતાથી આગળ વધારી. આર્થિક વૃદ્ધિની વાત વધુ જોરશોરથી પ્રતિપાદિત થઈ. ગરીબ દેશો જ્યાં સુધી તવંગર દેશો જેવી આર્થિક વૃદ્ધિ નથી સાધતા ત્યાં સુધી પછાત છે. પરંતુ ગરીબ અને તવંગર જેવા દ્વંદ્વાત્મક ભાગલા પાડી દેવાથી ખરું સત્ય હાથમાં આવતું નથી. દરેકની જીવનદૃષ્ટિમાં અને જીવવાની પદ્ધતિમાં પાર વિનાની વિવિધતા છે. દરેક પ્રજાની પોતાની આગવી સંસ્કૃતિ છે. આ વૈવિધ્ય અને સાંસ્કૃતિક સંદર્ભોને ભૂલી જઈને માત્ર આર્થિક માપદંડથી કોઈને ગરીબ કે પછાત ઠેરવી દેવાનું તદ્દન ખોટું છે. સાદાઈ, અકિંચનતા ને અભાવ વચ્ચેનો ફરક વિવેકપૂર્વક સમજવાની જરૂર છે. Jain Education International ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36