Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ સાદું ને સંયમી જીવન એ કાંઈ ગરીબ કે પછાત જીવન નથી. ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન એ તો સંઘરાખોરીની ઘેલછાથી મુક્ત એવી બધી સંસ્કૃતિઓનું એક મુખ્ય લક્ષણ છે. તેમાં રોજબરોજની જીવનની જરૂરિયાતો મોટે ભાગે સ્વાવલંબનના ધોરણે મેળવી લેવાય છે અને બહુ ઓછી ચીજવસ્તુ બજારમાંથી ખરીદાય છે. લોકો પાસે ઘણી ઓછી ઘરવખરી હોય. પૈસો એમના જીવનમાં બહુ જ ગૌણ ભાગ ભજવતો હોય. તેને બદલે ખેતરો, નદીઓ, જંગલો વગેરેનો સામાન્ય રીતે બધા જ મુક્ત ઉપયોગ કરી શકતા હોય. દરેકને ઘણી સેવાઓ સમૂહમાં વિના મૂલ્ય મળી રહેતી હોય. ઉપરાંત, મોટી બચત મુખ્યત્વે ઘરેણાં, ભવ્ય મકાનો અને લગ્નવરા વગેરેની ઉજવણી પાછળ ન ખર્ચાતી હોય. મેકિસકોના એક પરંપરાગત ગામડામાં કોઈ પોતાના માટે પૈસો કે મિલકત ભેળી કરે, તો તેનો સામાજિક બહિષ્કાર થતો, અને સમાજ માટે કાંઈ ને કાંઈ સારાં કામો કરવા પાછળ પૈસો ખરચે, તો તેની પ્રતિષ્ઠા મળતી. એ સંસ્કૃતિની આગવી જીવનપદ્ધતિ હતી. આવા સમાજને તમે ગરીબ કઈ રીતે કહી શકો ? ' કંગાલિયત જન્મે છે, આવા સમાજની જીવનપદ્ધતિ તેમજ પરંપરાઓમાં ખલેલ પહોંચાડવાથી. પૈસા ઉપર આધાર રાખ્યા વિના જીવવા માટે માણસને જિરૂર પડે છે, સામૂહિક સંબંધોની તથા જમીન, જંગલો અને જળાશયોની. માણસ પાસેથી જેવું તમે એ બધું ઝૂંટવી લો છો કે માણસ કંગાલ બની જાય છે. ખેડૂત, માલધારીઓ, આદિવાસીઓ વગેરેને તમે એમની જમીન, ગોચર, જંગલોમાંથી હાંકી કાઢો છો એટલે તેઓ કંગાલિયતના શિકાર બને છે. અભાવગ્રસ્તતા જન્મે છે, ગરીબીના આધુનિકીકરણમાંથી. તે સૌથી વધુ સ્પર્શે છે, પૈસાના અર્થતંત્રમાં ફસાઈ ગયેલા મજૂરોને અને ગ્રાહકોને. એમની ખરીદશક્તિ એટલી બધી ઓછી થઈ જાય છે કે તેઓ બાજુએ ફેંકાઈ જાય છે. તેઓ સંપૂર્ણપણે બજારનાં પરિબળોને આધીન થઈ જાય છે. પૈસો જ તેમાં મુખ્ય ભાગ ભજવે છે. સ્વબળે પોતાના પ્રયત્નથી પોતાને જોઈતું બધું મેળવવાની એમની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. પણ બીજી બાજુ, ઉચ્ચ વર્ગના સમાજનું જોઈજોઈને એમની ઈચ્છાઓ બેસુમાર વધતી જાય છે. સૂડી વચ્ચે - સોપારી જેવી એમની સ્થિતિ છે. શકિત ક્ષીણ અને ઈચ્છાઓ અનંત – આધુનિક ગરીબીનું આ એક મુખ્ય લક્ષણ છે. તેમાં ચીજવસ્તુઓનો સતત ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36