Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ અડધા કરતાંયે વધારે વસ્તીની માથાદીઠ આવક ૧૦૦ ડોલર કરતાંયે ઓછી, અને કેટલાકની તો ઘણી બધી ઓછી હતી. આ આંકડા જ કહી જાય છે કે વિકાસની કેટલી બધી તાતી જરૂર છે. એટલું જ નહીં, વિકાસ માટે કેટલી બધી પ્રચંડ સંભાવના છે. અવિકસિત દેશોમાં લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાની તાતી જરૂર છે.” ત્યાર બાદ દોઢ-બે દાયકા સુધી ગરીબીનો આ રીતે માથાદીઠ આવકના સંદર્ભમાં જ ઉલ્લેખ થતો રહ્યો, અને તેમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમેરિકાના ધોરણ કરતાં તે બહુ જ ઓછી હતી. સામાજિક શ્રેષ્ઠત્વને પણ આની સાથે જોડી દેવામાં આવ્યું. આર્થિક આવકનું પ્રમાણ જ્યાં વધારે ત્યાં સમાજ શ્રેષ્ઠ, આ રીતે ગરીબી આવકના આંકડાની સરખામણી સાથે સંકળાઈ ગઈ. એટલે આ ભાતીગળ દુનિયાની એક સરળ ઓળખ ઊભી થઈ. મેકિસકોના ઝેપોટેક, ઉત્તર આફ્રિકાના સુરેગ અને ભારતના રાજસ્થાની વચ્ચે ભલે પાર વિનાની વિવિધતા હોય, પણ તે બધાને 'ગરીબ'ના એક જ વર્ગમાં બેસાડી દઈ શકાયા, અને ધનવાન દેશોની સરખામણીમાં એ બધાને તદ્દન પછાત ઠેરવી દેવાયા. આ રીતે “ગરીબ'ના આ નવા માપદંડનો ઉપયોગ આખી ને આખી પ્રજાને અમુક લેબલ ચોંટાડી દેવા માટે કરાયો. એ પ્રજાની પોતાની તાસીર શી છે કે એ પ્રજાનાં આદર્શ અરમાન કેવાં છે, તે કશું જોવાનું નહીં, પણ આર્થિક આવકની દષ્ટિએ તેનું સ્થાન શું છે, તે જ મહત્ત્વનું થઈ પડ્યું. અગાઉ સંસ્થાનવાદી તુચ્છકારનો ભાવ હતો, તેની જગ્યાએ હવે આર્થિક તુચ્છકાર ને અવજ્ઞાનો ભાવ આવ્યો. તે ઉપરાંત, આને લીધે આ પછાત મનાતી પ્રજાના જીવનમાં ગમે તેવી દખલ કરવાનું વાજબી ગણાવી શકાયું. તેની આર્થિક આવક ઓછી હોય, તો તે એક સમસ્યા છે, અને તેનો ઉકેલ એક જ છે –આર્થિક વિકાસ.” ગરીબીનું કારણ કદાચ એ પ્રજાનું થઈ રહેલ દમન ને શોષણ પણ હોઈ શકે, અને તો શોષણમાંથી મુક્તિ એ ખરો ઉપાય છે. પરંતુ તે તરફ કશું ધ્યાન જ આપવાનું નહીં! અથવા તો પ્રજા વધુ ને વધુની દોટમાં સામેલ હોવાને બદલે પર્યાપ્તની સંસ્કૃતિને વરેલી હોય અને તેને લીધે તેની આર્થિક આવક ઓછી હોય. પરંતુ તે તથ્યનીયે ઉપેક્ષા કરવામાં આવી ! અથવા પછી તે પ્રજા પોતાની સાધનસામગ્રી અને શક્તિ માત્ર આર્થિક ધ્યેય પાછળ જોતરી દેવાને બદલે અન્ય ક્ષેત્રોમાં ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36