Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ - ગરીબીની શોધ વાત છે ૧૯૫૮ની. મેકિસકોમાં ભયંકર ભૂકંપ થયેલો. ત્યાર બાદ એક મહિને મારે ત્યાં જવાનું થયું હતું. ત્યાં અત્યંત ભૂકંપગ્રસ્ત એવા ટેપિટો વિસ્તારમાં હું આખો દિવસ ફર્યો. લગભગ ખંડિયેર થઈ ગયેલો એ સાવ સામાન્ય લોકોનો વિસ્તાર. મેં ત્યાં માત્ર ભંગાર ને હતાશા, ગંદકી ને કોહવાટ જ જોવા મળશે એવી કલ્પના કરેલી. પરંતુ મેં નજરોનજર જે જોયું, તેણે મને વિચાર કરતો કરી મૂક્યો. ત્યાં મેં મગરૂરી જોઈ, સ્વાભિમાન જોયું, એકમેકને મદદ કરવાની સમૂહ-ભાવના જોઈ, જોમવંતી નવનિર્માણની પ્રવૃત્તિ જોઈ, અને ફરી બેઠું થતું અર્થતંત્ર ને સમાજજીવન જોયું. તેમ છતાં કોણ જાણે કેમ દિવસના અંતે મારે મોઢેથી એમ નીકળી ગયું કે “આ બધું તો ઠીક, પણ આ લોકો હજી અતિશય ગરીબ છે.” પરંતુ આ સાંભળતાંવેત મારી સાથેનો ભાઈ એકદમ મક્કમપણે બોલી ઊઠ્યો : “ના, અમે ગરીબ લોકો નથી, અમે ટેપિટન છીએ.” કેવી લપડાક ! કેવો ઠપકો ! મને થયું મારાથી આવું એને ચૂભી જાય એવું કેમ બોલાઈ ગયું ? મારે કબૂલ કરવું પડ્યું કે સાવ અજાણતાં જ આજની વિકાસની ફિલસૂફીના પ્રભાવમાં આવી જઈને મારાથી આમ બોલાઈ ગયું ! - આજે આપણે જે “ગરીબીની વાત કરીએ છીએ, તેની જાગતિક સ્તરે શોધ બીજા વિશ્વયુદ્ધ પછી થઈ છે. ૧૯૪૦ પહેલાં એવી ગરીબીનો કોઈ મુખ્ય મુદ્દો નહોતો. ૧૯૪૮-૪૯ના અરસામાં વિશ્વ બેન્કના શરૂ-શરૂના અહેવાલોમાં આ પ્રશ્ન આવી રીતે રજૂ થયો : “યુનોના આંકડા એમ કહી જાય છે કે ૧૯૪૭માં અમેરિકામાં માથાદીઠ સરેરાશ આવક ૧૪૦૦ ડોલર કરતાં વધારે હતી. બીજા ૧૪ આગળ વધેલા દેશોમાં તે ૪૦૦ થી ૯૦૦ ડોલર જેટલી હતી. પરંતુ દુનિયાની ૧૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36