Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પરંતુ સાઠનો દાયકો પૂરો થવામાં હતો, ત્યાં સુધીમાં તો આ નવી ઈમારતોમાં ઘણી મોટી ને ઊંડી તિરાડો દેખાવા માંડી. જેમાં બેસુમાર બણગાં ફૂંકવામાં આવેલાં તે વિકાસની કલ્પનાનો સ્વપ્નમહેલ તો રેતીના પાયા ઉપર ચણાયો. હતો, એમ જણાયું. વિકાસની એક પછી એક યોજનાઓ હાથ ધરાયા છતાં, ખરેખર તો વિકાસ થતો નથી, એમ સ્વીકારવું પડ્યું. ધન-દોલત અને વૈભવવિલાસના ઓછાયામાં જ ગીરબી ને કંગાલિયત વધતી જતી જણાઈ. વૃદ્ધિની સાથોસાથ બેકારીયે વધતી ગઈ. પોલાદનાં કારખાનાં વધાર્યે રાખવાથી અનાજની અછતમાં કશો ફરક પડતો ન જણાયો. એટલું તો દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું કે આર્થિક વૃદ્ધિની સાથોસાથ સામાજિક પ્રગતિ પણ થાય છે, તે નરી કપોલ કલ્પના જ હતી. ૧૯૭૩માં વિશ્વ બેન્કના પ્રમુખ રોબર્ટ મેકનામરાએ ત્યારની પરિસ્થિતિનો નિચોડ રજૂ કરતાં કહ્યું : “છેલ્લા દાયકામાં ઉત્પાદન અભૂતપૂર્વ રીતે વધ્યું. પરંતુ પ્રજાના ૪૦% ઉપલા વર્ગના લોકો જ બધી આવકના ૭૫ ટકા ઓહિયાં કરી ગયા.” પ્રમુખ સુમેનના વિકાસના કાર્યક્રમની ઘોર નિષ્ફળતાનો આ એકરાર હતો. પરંતુ તેની સાથે જ મેકનામરાએ વિકાસની નવી વ્યુહરચના રજૂ કરી ગ્રામીણ વિકાસ અને નાના ખેડૂતોનો વિકાસ. એટલે કે વિકાસનો ખ્યાલ કાંઈ છોડી દેવાનો નથી, તેનું ક્ષેત્ર વિસ્તારવાનું છે. એવી જ રીતે સિત્તેરના અને એંશીના દાયકાઓમાં બેકારી, વિષમતા, સામાજિક અન્યાય, પર્યાવરણ વગેરે બાબતો તીવ્ર સમસ્યા રૂપ બનતી ગઈ અને તેને માટે છૂટાછવાયા ઉપાયો શોધાતા ગયા. આમ, વિકાસની વાત સાવ અર્થહીન બનતી ગઈ, વિકાસને બદલે તેનાથી સાવ વિપરીત જ બનતું ચાલ્યું. પ્રશ્નો વિકટ બનતા ગયા. તેના ઉપાયો માટે જાતજાતની મથામણો થતી રહી. પર્યાવરણના રક્ષણની સમસ્યા અત્યંત ગંભીર બનતી ગઈ. વિકાસને બદલે પર્યાવરણને કેમ બચાવવું, તે મોટી સમસ્યા થઈ પડી. આર્થિક ક્ષેત્રે અરાજકતા વ્યાપી ગઈ. આર્થિક વિકાસના ખ્યાલના લીરાચીરા થઈ ગયા. આજે હવે ‘વિકાસ’ શબ્દ પોતાનો અર્થ ગુમાવી બેઠો છે. તે એવો ગોળ-ગોળ શબ્દ બની ગયો છે કે તેનો કશો ચોક્કસ અર્થ રહ્યો નથી. અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36