Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ છતાં તેના વિના ચાલતું નથી. “વિકાસને તો કેમ છોડી શકાય ? વિકાસ’ આજે સાવ ખોખલો શબ્દ બની ગયો છે. અને છતાં હજી તેની ભારે આણ પ્રવર્તે છે. વિકાસના નામે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારું ધાર્યું કરી શકો. ‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે. કેટલાક આગળ નીકળી ગયા છે, તેને આંબી જવાના છે. ગુજરાતના કે ઝાંઝીબારના કે અન્ય એવા લોકો એમ અનુભવે છે કે અમે પાછળ રહી ગયા છીએ, અમે અવિકસિત છીએ. કોઈને એવો ખ્યાલ નથી આવતો કે વિકાસનો આ માપદંડ જ ખોટો છે. જેને આ ઔદ્યોગિક દેશોએ વિકાસ માની લીધો છે, તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે, અને તેથી પોતાના કપાળે “અવિકસિત'નું લેબલ લગાડી દેવાનો ઈન્કાર કરવાનો દરેક માણસને અધિકાર છે. અમે તમારી એ દોટમાં છીએ જ નહીં. તમે કોણ અમને “અવિકસિત’ ઠેરવી દેનારા ? ગાંધીએ આ જ કહ્યું. મેકિસકોના ક્રાંતિકારી એમિલિયાનો ઝપાટાએ પણ આ જ કહ્યું. પછાત અને વિકસિત, પરંપરાગત અને આધુનિક એવા લેબલો આજે હાસ્યાસ્પદ બની ગયા છે. આ કહેવાતા વિકસિત દેશોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને? આ દોટ આપણને કોઈ ઊંડી અતલ ગર્તામાં તો નથી ધકેલી રહીને ? જમીનમાં ઝેર ઝેર ફેલાઈ ગયું છે અને પૃથ્વીનું ઉષ્ણતામાન વધી જવાથી આવનારી આફતો માથે તોળાઈ રહી છે ! ત્યારે કયા મોઢે “વિકાસની વાત કરવી ? પ્રમુખ ટુમેનની વિકાસની કલ્પના વેરણછેરણ થઈ ચૂકી છે, કેમ કે તે તો અતલ ગર્તા ભણી જ દોરી રહી છે. . • વિકાસનો ખ્યાલ એકવાર ભવ્ય ઈમારતની કલ્પના ઊભી કરીને દુનિયાભરમાં ભારે ઉત્સાહ પ્રેરતો હતો. આજે તે ઈમારતમાં તિરાડો પડી ગઈ છે અને આખીયે ઈમારત કડડભૂસ થઈને તૂટી પડે એવો ખતરો માથે તોળાઈ રહ્યો છે. તેના કાટમાળમાંથી રસ્તો કાઢવો પણ અતિ મુશ્કેલ થઈ પડવાનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36