Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ એક અદ્ભુત સાધન! નહીં ? ઉપર ટપકે લાગે છે તો એવું જ. પણ જરીક વાયર જુઓ અને દીવાલમાંનું પ્લગ જુઓ તો ખ્યાલમાં આવશે કે આ નાનકડું મિકસર આખરે તો રાષ્ટ્રવ્યાપી, અરે, જગતવ્યાપી માળખાનો એક ઘરગથ્થુ ભાગ છે. તેને માટે વીજળી જાઈએ, માઈલોના માઈલો સુધી લંબાયેલાં લોખંડનાં દોરડાં જોઈએ, વિદ્યુત મથકો જોઈએ, ત્યાં ટર્બાઈન ચલાવવા જળ-પ્રપાતો જોઈએ, તેને માટે બંધો જોઈએ અને આ બધું સુપેરે ચલાવવા ઈજનેરો ને આયોજનકારો ને નાણાંકીય નિષ્ણાતો વગેરે વગેરેની મોટી ફોજ જોઈએ. અને એ બધાને ઊભા કરવા પાછી યુનિવર્સિટીઓ જોઈએ ને વહીવટી તંત્રો જોઈએ ને ઔદ્યોગિક માળખું જોઈએ અને કદાચ આ બધું જાળવવા માટે લશ્કર પણ જોઈએ. એક નાનકડું મિકસર ચલાવવા આ બધું જોઈએ. તેના વિના એ ચાલી શકે નહીં અને ઘડીકવારમાં તમને રસ કાઢી આપી શકે નહીં. તાત્પર્ય કે એક મિકસર સાથે આ બધું જ જોડાયેલું છે. માણસ પ્લગમાં વાયર જોડીને બટન દાબે છે, ત્યારે તે માત્ર એક ઓજાર જ નથી વાપરતો. તે તો એક મસમોટા તંત્ર સાથે પોતાની જાતને જોડે છે. અને એ તંત્ર માણસના સમાજનું સ્વરૂપ નક્કી કરે છે. સામાન્ય ઓજાર વાપરવું અને આધુનિક ટેકનોલોજી વાપરવી, તે બે વચ્ચે આવો પાયાનો ફરક છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી એટલે આપણા આખાયે સમાજની નવરચના કરવી. આધુનિક ટેકનોલોજી ઉપર ટપકે ભલે નિર્દોષ ને નિરુપદ્રવી લાગતી હોય, તે તમારા આખાયે જીવનને સ્પર્શે છે, નવો ઘાટ આપે છે. તે આપણને મદદરૂપ થાય છે અને આપણી મહેનત બચાવે છે, પણ સાથે તે આપણને પોતાના ઢાંચામાં ઢાળતી જાય છે. માણસ તે વાપરતો નથી, ટેકનોલોજી માણસને વાપરતી થઈ જાય છે. માણસ તેના હાથની કઠપૂતળી બની જાય છે. - આધુનિક ટેકનોલોજીએ ઊભું કરેલું કોઈ પણ સાધન માણસ માટે માત્ર હાથવાટકો બનીને રહી જતું નથી, એ તો માણસને એક નવી જ સંસ્કૃતિમાં ઢાળવાની અપાર શક્તિ ધરાવે છે. એ માણસનું માનસ ઘડે છે. જીવન પ્રત્યેનો અભિગમ ને જગત પ્રત્યેનું વલણ બદલાવી નાખે છે. એ તમારી ઊર્મિઓ અને લાગણીઓનેય પોતાનો સાંસ્કૃતિક ઓપ આપે છે. એ માત્ર ઓજાર નથી, જીવનદષ્ટિ છે. માણસના માનસ ઉપર એ એવી ઘીસીઓ પાડી દે છે, જેને ભૂંસવી અઘરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36