Book Title: Vikas na Khandiyero Author(s): Wulfgang Zex, Kanti Shah Publisher: Yagna Prakashan View full book textPage 5
________________ વિકાસના યુગનો મૃત્યુલેખા ‘વિકાસ’ શબ્દ આજે વેદવાક્ય જેવો બની ગયો છે. તેની સામે હરફેય ન ઉચ્ચારાય. એ તો આધુનિક પવિત્ર ગાય છે. તેની બદબોઈ કે અવમાનના કદાપિ સાંખી ન લેવાય. પરંતુ વિકાસના આવા fundamentalism - રૂઢિચુસ્ત કટ્ટરવાદ સામે અવાજ ઉઠાવનારા જે કેટલાક અગ્રણી વિચારકો છે, તેમાંના વુલ્ફગાંગ ઝેકસ એક છે. તેઓ જર્મનીના છે. બર્લિન યુનિવર્સિટીમાં રહ્યા. અમેરિકાની પેનસિલવેનિયા યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ગયા. રોમથી નીકળતા ડેવલપમેન્ટ' સામયિકના સંપાદક રહ્યા. વિકાસ અંગે નવેસરથી વિચારનારા લેખકોનો એમણે સંપાદિત કરેલ નિબંધસંગ્રહDevelopment Dictionary (વિકાસનો શબ્દકોશ) જાણીતો છે. થોડા વરસ પહેલાં એક સેમિનાર માટે તેઓ ભારત આવ્યા હતા. ત્યારે એમણે માર્મિક રીતે કહેલું કે આજના વિકાસના ખ્યાલો ઉપર માત્ર થોડા લીલા લપેડા લગાવી દેવાથી કામ નહીં સરે, આજે તાતી જરૂર છે –લીલા હરિયાળા ચિંતનની, નવી કૂંપળો ફૂટે એવા નવા માનસની (not a bit of green varnish, but greening of the mind). - વુલ્ફગાંગનું માનવું છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલ વિકાસના યુગનો અંત આવી રહ્યો છે અને હવે તેનો મૃત્યુલેખ લખવાની ઘડી પાકી ચૂકી છે. એમની એક નાનકડી પુસ્તિકા – “The Archaelogy of the Development Idea' (વિકાસના ખ્યાલનું પુરાતત્ત્વ-સંશોધન) અહીં ગુજરાતીમાં ઉતારી છે. પ્રસ્તુત પુસ્તિકાનું વાંચન આપણા ચિંતનને નવપલ્લવિત કરવામાં તેમજ લોકમાનસને નવેસરથી કેળવવામાં ઉપયોગી થશે. - કાન્તિ શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36