________________
કર્યો છે. તમે આ બધું ભણ્યા નથી એની તકલીફ છે. જૈનશાસનની શૈલીમાં એ સામર્થ્ય છે કે એ શાસન દરેક દર્શનનો પરાભવ કરે પણ બધાં દર્શન ભેગાં થઇને પણ જૈનદર્શનનો પરાભવ કરી ન શકે. તમને પણ આ ધર્મ અને ધર્મીનો અભેદ ખબર તો છે. ધન અને ધનવાન બંન્ને એક જ છે ને ? ધન જ પૂજાપાત્ર કે ધનવાન પણ પૂજાપાત્ર ? ધનવાનની પૂજા ધનના કારણે જ કરાય છે. ધન હોય તો ધનવાન પૂજાય અને ધન જતું રહ્યા પછી ધનવાન ને પૂજાય - બરાબર ને ? ત્યાં ધન અને ધનવાનનો અભેદ સમજાય છે, અહીં ગુણ-ગુણીનો અભેદ નથી સમજાતો ને ? તેનું કારણ એક જ છે કે પૈસાનું અર્થીપણું છે, જ્ઞાનનું અર્થીપણું નથી. આજે તો અમારા સાધુઓ બોલતા થઇ ગયા કે “આ બધા વાણિયા ડફોળ છે – એમ સમજીને જ વ્યાખ્યાન વાંચવાનું.’ પહેલાના કાળમાં એવા શ્રાવકો હતા કે જેમની આગળ વાંચતી વખતે સાધુઓ પણ ગભરાતા હતા. સ, અમારી પાસે જ્ઞાન નથી.
‘જ્ઞાન નથી' – એટલું જ નહિ, સાથે ‘જોઇતું પણ નથી’ - એમ કહો. પૈસા નથી, પણ જોઇએ છે ને ? ‘જ્ઞાન નથી’ અને ‘પૈસા નથી” આ બંન્નેમાં ફરક છે. પૈસા નથી, પણ જો ઇએ છે ખરા. જ્યારે જ્ઞાન છે તો નહિ, જો ઇતું પણ નથી. માટે જ તો આટલી ઉપેક્ષા કરો છો. અમારાં સાધુસાધ્વીજીની પણ આ દશા છે. એમને ભણવું નથી, પણ કહે છે કે – “ક્ષયોપશમ નથી’. પાછા કહે કે “આપણે તો ઘડા લાવીશું. બધા ભણશે તો ઘડા કોણ લાવશે ?” તમારે ત્યાં કોઇ એવું વિચારે ખરા કે ‘બધા ખાશે તો વાસણ કોણ ધોશે ?” ત્યાં તો ખાવાનું ય ખરું ને વાસણ પણ ધોવાનાં. વાસણ ધોનારા ખાધા વિના ન રહે. તેમ ઘડા લાવનારા પણ ભયા વિના ન રહે. પૈસો ન મળે તો ચિંતા થાય, જ્ઞાન ન મળે તો કાંઇ નહિ ને ? જ્ઞાન કીમતી છે કે પૈસો ? પૈસો તો ગમે તેટલો મળે મૂકીને જ જવાનો છે, જ્ઞાન તો લઇને જવાય છે, છતાં જ્ઞાનની આટલી ઉપેક્ષા કેમ કરો છો ? આ શાસનનું પરમોચ્ચ કોટિનું જ્ઞાન, વગર
પૈસે મળે એવું છે. આચાર્યભગવંતો નિઃસ્વાર્થપણે પરમતારક જ્ઞાન આપી રહ્યા છે તો આપણને શું તકલીફ છે કે જ્ઞાન માટે મહેનત નથી કરતા? ભગવાનનું શાસન સર્વોપરિ છે. આપણે સામે ચાલીને કોઇ શાસન સાથે વાદ કરવા નથી જતા, પણ કોઈ જો વાદ કરવા આવે તો આપણે ગભરાતા નથી. કારણ કે આ સર્વજ્ઞોનું શાસન છે. તમે ભણતા નથી માટે શંકા નથી થતી. બાકી વિચારો તો શંકા થાય એવું છે. સ0 ભગવનું ! શંકા તો થાય છે પણ પૂછતાં ડર લાગે છે.
એમાં ગભરાવાનું શું ? ડૉક્ટરને પૂછપૂછ કરો તો એ ચિડાય છતાં પૂછો ને ? તો અહીં ગુરુનો ગુસ્સો વેઠવામાં શું વાંધો છે ? અમે ગુસ્સે થઇશું પણ જવાબ આપ્યા વિના નહિ રહીએ. અમારા ગુસ્સાના ડરે તમે નહિ પૂછો તો તમે અજ્ઞાન રહેશો. ગુસ્સો વેઠવો સારો કે અજ્ઞાન રહેવું સારું ? જ્ઞાનનું અર્થીપણું નથી માટે ડર લાગે છે. સ0 જ્ઞાનનું અર્થીપણું કેળવવાનો નાનો ઉપાય શું ?
મોક્ષનું અર્થીપણું મેળવી લેવું તે અને મોક્ષનું અર્થીપણું ત્યારે કેળવાય કે જ્યારે સંસાર અસાર લાગે. આજે તમને સંસાર ખરાબ લાગ્યો નથી એવું નથી પણ આવો ય સંસાર નભાવવાની વૃત્તિ પડી છે તેથી સંસારમાંથી ખસવાનું મન નથી થતું. સાચું કહો, તમારા ઘરના લોકો સારા લાગે છે ? તમને અનુકૂળ છે? જે છે એનાથી સારું જોઇએ છે ને ? નથી તો ચલાવી લઇએ એ જુદી વાત. બાકી જે છે એ જ ચઢિયાતું છે - એવું નથી ને ? તમે વસ્તુના પારખુ તો છે જ, પણ જે છે એને ચલાવી લેવાની વૃત્તિ જ તમને સંસારમાં જકડી રાખે છે. ભંગારમાં ભંગાર વસ્તુને પણ શણગાર માનીને લો છો - આ તમારી રીત અદ્ભુત છે માટે જ સંસારમાં મજબૂત થઇને બેઠા છો, આ નભાવવાની વૃત્તિને કાઢી નાંખો તો ક્ષણવારમાં સંસાર છૂટી જાય, તમારા અનુભવને કામે લગાડો તો સંસારની અસારતા જણાયા વિના ન રહે. અને સંસારની અસારતાનું ભાન થાય તો મોક્ષનું અર્થીપણું જાગે અને મોક્ષના ઉપાયભૂત જ્ઞાનનું અર્થીપણું પણ જાગે. ફળની ઇચ્છા
૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર