________________
૧૪૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩
[સ્તંભ ૧૩
તેથી તમારા પુત્રને બદલે હું જઈશ.’ વૃદ્ધા બોલી−હે વત્સ! તું મારો પ્રાણો છે, તને મરવા માટે કેમ મોકલાય?’ એમ યુક્તિપૂર્વક ડોશીએ તેને ઘણું સમજાવ્યો, પણ તે સમજ્યો નહીં અને તે વૃદ્ધાના પુત્રના વારામાં ગયો.
ત્યાં જઈ પ્રથમ તો તેણે છઠ્ઠું તપ કર્યું. પછી સ્નાન કરી, અંગે વિલેપન કરી બે ઘોયેલાં વસ્ત્ર પહેર્યાં. પછી સુંદર એવા ચંદન, કસ્તૂરી, કપૂર અને અગરથી મિશ્ર કરેલા રંગનાં નવાં કચોળાં ભરી, નવી પીંછીઓ કરી, મુખ ઉપર અષ્ટપુટ વસ્ત્ર બાંઘી, તે ચિત્રકાર નિર્ભય અને સ્વસ્થચિત્ત થઈ યક્ષને ચીતરવા લાગ્યો. જ્યારે તે ચીતરી રહ્યો ત્યારે યક્ષને નમસ્કાર કરી તેના પગમાં પડ્યો અને આ પ્રમાણે વિનયપૂર્વક બોલ્યો—“હે યક્ષદેવ! તમારા યોગ્ય ચિત્ર કરવાને કોઈ પણ સમર્થ નથી, તેથી મેં જે કાંઈ અયુક્ત કર્યું હોય તેને માટે ક્ષમા કરજો.'' ઇત્યાદિ સ્તુતિવચનો કહી પુનઃ યક્ષના ચરણમાં પડ્યો. આ પ્રમાણે કરવાથી તે યક્ષ પ્રસન્ન થયો અને બોલ્યો—‘હે ચિત્રકાર પુત્ર! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તારી જે ઇચ્છા હોય તે માંગી લે.' તે બોલ્યો—હે તાત! આ નગરમાંથી મરકીનું નિવારણ કરો અને સર્વ ચિત્રકારોને અભયદાન આપો, એટલું પરહિત થવાથી જ હું ખુશી છું.’’ યક્ષ બોલ્યો-‘હે પરોપકારી! આજથી આ નગરીના લોકોને અને ચિત્રકારોને મારો ભય નહીં રહે અને તેમનું કલ્યાણ થશે; પણ તું તારે માટે કાંઈક માગી લે.’’ યુવાન ચિત્રકાર બોલ્યો—“હે નાથ! જો મારી ઉપર સંતુષ્ટ હો તો મને એવું વરદાન આપો કે કોઈ મનુષ્યના શરીરનો એક ભાગ જોવાથી હું તેનું આખું રૂપ યથાર્થ ચીતરી શકું.’’ યક્ષે ‘તથાસ્તુ’ એમ કહી વર આપ્યો અને પછી તે અંતર્ધાન થઈ ગયો. ચિત્રકારકુમાર વરદાનની પ્રાપ્તિ થવાથી મનમાં હર્ષ પામતો સતો
પાછો કૌશાંબી નગરીએ આવ્યો.
એક દિવસે કોઈ દૂત શતાનિક રાજાની સભામાં આવ્યો. તેણે દૂર દેશના સમાચાર કહ્યા. તે સમયે રાજાએ તેને પૂછ્યું-‘અરે દૂત! બીજા રાજ્યોથી મારા રાજ્યમાં શી ન્યૂનતા છે તે કહે.’ छूत બોલ્યો—‘હે સ્વામી! તમારા રાજ્યમાં બધું છે, પણ એક ચિત્રસભા નથી, તો દેવસભા જેવી એક ચિત્રસભા કરાવો.’ તેનું આ વચન સાંભળી રાજાએ પોતાના રાજમહેલની પાસે સુધર્મા સભા જેવી એક સભા કરાવી. પછી તે સભા સર્વ ચિત્રકારોને ચિત્ર કરવા વહેંચી આપી. યક્ષના વરદાનને પ્રાપ્ત કરનાર પેલા ચિત્રકારને અંતઃપુરની નજીકનો ભાગ આપ્યો. દૈવયોગે મૃગાવતી રાણીની દિવ્ય આકૃતિમાંથી દેદીપ્યમાન એવો તેના પગનો અંગૂઠો જાળીઆમાંથી ચિત્રકારના જોવામાં આવ્યો. માત્ર અંગૂઠો જોવાથી તે ચિત્રકારે મૃગાવતીનું સર્વ રૂપ યથાર્થ આલેખી લીધું. તેનું રૂપ ચીતરતી વખતે તેના સાથળ ઉપર ષિનું એક ટીપું પડ્યું. ચિત્રકારે તેને લૂછી નાખ્યું. તો પણ ફરી વાર પડ્યું. એમ બે ત્રણ વાર પડવાથી ચિત્રકારે જાણ્યું કે દેવીને આ અંગ ઉપર આવું લાંછન હશે. પછી તેણે ત્યાં લાંછન કર્યું અને જેવી મૃગાવતી હતી તેવી જ આલેખી. દિવ્ય પ્રભાવથી તેમાં કાંઈ પણ ન્યૂનાધિકપણું થયું નહીં. ચિત્રકાર તેને આલેખીને બપોર થવાથી ભોજન કરવા માટે ઘેર ગયો. તેવામાં શતાનિક રાજા ચિત્રસભા જોવા માટે ત્યાં આવ્યો. તે ચિત્રસભા જોઈ રાજા ઘણો ખુશી થયો. તેવામાં ત્યાં રાણી મૃગાવતી સર્વાંગે ચીતરેલી તેના જોવામાં આવી. જ્યાં જંઘાના ભાગ પર નજર ગઈ તો તે ઠેકાણે ષિનું લાંછન જોઈ રાજાને કોપ ચડ્યો. ‘અરે આ શું! આ ચિત્રકારે મારી રાણીની જંઘા પરનું લાંછન શી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org