Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ વ્યાખ્યાન ૧૯૯]. ઇંદ્રકૃત જન્મોત્સવ ૧૭૩ ૮૪૦૦૦ સિંહાસન હોય છે. પૂર્વ દિશામાં ઇદ્રની આઠ અગ્રમહિષી (ઇંદ્રાણી)નાં આઠ સિંહાસન હોય છે. અગ્નિકોણમાં બાર હજાર અત્યંતર પર્ષદાના દેવોનાં ૧૨૦૦૦ સિંહાસન હોય છે. દક્ષિણમાં મધ્ય પર્ષદાના સોળ હજાર દેવોનાં ૧૬૦૦૦ સિંહાસન હોય છે અને પશ્ચિમમાં સાત કટકના સ્વામીનાં સાત સિંહાસન હોય છે. બીજા વલયમાં ઇંદ્રના આત્મરક્ષક દેવતાનાં ચોરાશી ચોરાશી હજાર સિંહાસન ચારે દિશાઓમાં હોય છે. સર્વ સંખ્યાએ ત્રણ લાખ ને છત્રીસ હજાર આત્મરક્ષક દેવતાઓનાં તેટલા જ સિંહાસનો હોય છે. આ પ્રમાણે વિમાન તૈયાર થયા પછી હર્ષ પામતો ઇંદ્ર અર્હતની સેવાને યોગ્ય રૂપ કરી, વિમાનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ દિશાના ત્રણ સોપાનવાળા માર્ગે તેમાં પ્રવેશ કરી પૂર્વાભિમુખે બેસે. સામાનિક દેવતાઓ ઉત્તરદિશાના સોપાનમાર્ગે પ્રવેશ કરી પોતાના આસને બેસે અને બીજાઓ દક્ષિણદિશાના સોપાનમાર્ગે પ્રવેશ કરી પોતપોતાને યોગ્ય સ્થાને બેસે. આ પ્રમાણે તૈયાર થયેલું વિમાન ચાલતાં તેની આગળ આઠ મંગલિક તથા એક સહસ્ત્ર યોજન ઊંચો અને નાની નાની હજાર ધ્વજાવાળો મહેંદ્રધ્વજ વગેરે ચાલે. દુંદુભિના ધ્વનિ સાથે તે વિમાન આકાશમાંથી ઉત્તર બાજુને માર્ગે ઊતરે. કહ્યું છે કે-“જિનજન્મોત્સવાદિ પ્રસંગે ઇંદ્ર, તેની પ્રશંસા કરનારા ઘણા જીવોને સમકિતનો લાભ થવા માટે, તે માર્ગે થઈને નીકળે છે.” પછી અસંખ્ય દ્વીપસમુદ્રના મધ્યે મઢે થઈ સત્ર ચાલતું તે વિમાન નંદીશ્વર દ્વીપમાંના રતિકર પર્વત ઉપર આવે. ત્યાં તે વિમાનને સંક્ષેપીને સૌઘર્મેન્દ્ર પ્રભુના નગરમાં અને તેમના જન્મગૃહમાં આવે. ત્યાં સાથે લાવેલા લઘુ વિમાન વડે પ્રભુના ઘર ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી, ઇંદ્ર ઈશાનદિશામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચું તે વિમાન મૂકી ઘરમાં પ્રવેશ કરે. પછી જિનેશ્વર ભગવંતને માતા સહિત નમસ્કાર કરી ત્રણ પ્રદક્ષિણા દઈને કહે કે “હે જગતુપૂજ્ય! તમને નમસ્કાર હો. હે માતા! તમે ઘન્ય છો. તમે પૂર્વે પુણ્ય કરેલાં છે કે જેથી તમારી કુક્ષિમાં આ જગત્પતિ ઉત્પન્ન થયા છે. હે માતા! મને આજ્ઞા આપો. મારાથી જરા પણ ભય પામશો નહીં. અમે તમારા પુત્રનો જન્મોત્સવ કરીશું.” આ પ્રમાણે કહી પ્રભુની માતાને અવસ્થાપિની નિદ્રા આપી પ્રભુની પ્રતિકૃતિ તેમના પડખામાં મૂકે. પ્રભુની પ્રતિકૃતિ પડખામાં મૂકવાનો હેતુ એવો છે કે-ઇંદ્ર પોતે જન્મોત્સવમાં વ્યગ્ર હોય તે પ્રસંગે કોઈ કુતુહલી દુષ્ટ દેવ વખતે જિનમાતાની નિદ્રા હરી લે અને તે કાળે પુત્રને પાસે ન જોવાથી માતા અથવા તેમનો પરિવાર દુઃખી થાય. તેથી તેઓ દુઃખથી ખેદ પામે નહીં તેવા હેતુથી ઇંદ્રનો આ ઉદ્યમ છે.” પછી ઇંદ્ર પાંચ રૂપ કરી એક રૂપે ઘોયેલા, પવિત્ર અને ધૂપિત કરેલા હાથમાં પ્રભુને ગ્રહણ કરે, એક રૂપે છત્ર ઘરે, બે રૂપે બે બાજુ ચામર વિજે, અને પાંચમા રૂપે હાથમાં વજ લઈ સેવકની જેમ પ્રભુની આગળ ચાલે. તેનું વિમાન પછવાડે ખાલી ચાલ્યું આવે. ઇંદ્ર અનેક દેવોના પરિવારે પરવરેલો હોય છે; છતાં પોતે જ પાંચ રૂપ વિકર્વે છે તે ત્રિજગતગુરુની પરિપૂર્ણ સેવા કરવાની ઇચ્છાથી જ વિફર્વે છે. પછી અનેક દેવતાઓથી પરવાર્યો સતો ઇંદ્ર મંદરગિરિના શિખર ઉપર જઈ પાંડુક વનમાં પાંડુકબલા શિલાની ઉપર અભિષેક કરવાનું જે શાશ્વત સિંહાસન છે તેની ઉપર પૂર્વાભિમુખે પ્રભુને ઉત્સંગમાં લઈને બેસે. ૧ મંદરગિરિ એટલે મેરુપર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226