Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 214
________________ વ્યાખ્યાન ૨૦૮] વર્તમાન પાંચમા આરાનું વર્ણન ૨૦૫ કલ્પવૃક્ષની શાખા ભાંગી’ વગેરે સોળ સ્વપ્ન દીઠાં હતાં તેનો અર્થ સ્વામીને પૂછ્યું કે “હે ભગવંત! મેં આ સ્વપ્ન જોયાં છે, તેને અનુસારે શાસનમાં શું શું થશે? તે કહો.” શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી સર્વ સંઘની સમક્ષ બોલ્યા–“હે ચંદ્રગુપ્ત રાજા! તેનો અર્થ સાંભળ પ્રથમ સ્વપ્નમાં તેં કલ્પવૃક્ષની શાખા ભાંગેલી જોઈ, તેનું ફળ એવું છે કે આજ પછી કોઈ રાજા ચારિત્ર લેશે નહીં. બીજે સ્વપ્ન તેં સૂર્યને અસ્ત થતો જોયો, તેનું ફળ એવું છે કે હવે કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. ત્રીજે સ્વપ્ન તેં ચંદ્રમાં છિદ્ર થયેલાં જોયાં, તેનું ફળ એવું છે કે એક ઘર્મમાં અનેક માર્ગ ચાલશે. ચોથે સ્વપ્ન તેં ભૂતને નાચતાં જોયાં, તેનું ફળ એ છે કે કુમતિ લોકો ભૂતની જેમ નાચશે. પાંચમે સ્વપ્ન તેં બાર ફેણવાળો કાળો સર્પ જોયો, તેનું ફળ એ છે કે બારવર્ષ દુકાળ પડશે, કાલિકસૂત્ર પ્રમુખનો વિચ્છેદ થશે, દેવદ્રવ્યભક્ષી સાધુઓ થશે, લોભથી માલાનું આરોપણ, ઉપથાન, ઉજમણા પ્રમુખ ઘણાં તપના ભાવ પ્રકાશશે અને જે ખરા ઘર્મના અર્થી સાધુ હશે તે વિધિમાર્ગને પ્રરૂપશે. છઠ્ઠું સ્વપ્ન તેં આકાશમાંથી આવતું વિમાન ચલિત થતું જોયું તેનું ફળ એ છે કે ચારણલબ્ધિવંત સાધુ ભરત એરવતક્ષેત્રમાં આવશે નહીં. સાતમે સ્વપ્ન કમળને ઉકરડા ઉપર ઊગેલું જોયું, તેનું ફળ એ છે કે ચાર વર્ણમાં વૈશ્યને હાથે ઘર્મ રહેશે, તે વણિકજનો અનેક માર્ગે ચાલશે, સિદ્ધાંત ઉપર સચિવાળા અલ્પ જનો થશે. આઠમે સ્વપ્ન આગીઆને ઉદ્યોત કરતો જોયો, તેનું ફળ એ છે કે રાજમાર્ગ (જૈન માર્ગ) મૂકી બીજા માર્ગ ખજુવાની જેમ પ્રકાશ કરશે અને શ્રમણ–નિગ્રંથનો પૂજાસત્કાર ઓછો થશે. નવમે સ્વપ્ન મોટું સરોવર સૂકું જોયું અને તેમાં દક્ષિણ દિશાએ થોડું જળ જોયું, તેનું ફળ એ છે કે જ્યાં જ્યાં પ્રભુનાં પાંચ કલ્યાણક થયાં છે તે તે દેશમાં પ્રાયે ઘર્મની હાનિ થશે અને દક્ષિણદિશાએ જિનમાર્ગની કંઈક પ્રવૃત્તિ રહેશે. દશમે સ્વપ્ન સુવર્ણના થાળમાં શ્વાનને દૂઘ પીતો જોયો, તેનું ફળ એ છે કે ઉત્તમ કુળની સંપત્તિ મધ્યમને ઘેર જશે અને કુળાચાર કર્મને તજી દઈને ઉત્તમ મનુષ્યો નીચ માર્ગે પ્રવર્તશે (હિંસામાં ઘર્મ માનશે). અગિયારમે સ્વપ્ન હાથી ઉપર વાનર બેઠેલો જોયો, તેનું ફળ એ છે કે પારઘી વગેરે અઘમ લોકો સુખી થશે અને સુજન દુઃખી થશે; વળી ઉત્તમ એવા ઇક્વાકુ તથા હરિવંશ કુળમાં રાજ્ય રહેશે નહીં. બારમે સ્વપ્ન સમુદ્ર મર્યાદા મૂકી એમ જોયું, તેનું ફળ એ છે કે રાજા ઉન્માર્ગચારી થશે અને ક્ષત્રિયો વિશ્વાસઘાત કરશે. તેરમે સ્વપ્ન મોટે રથે નાનાં વાછરડાં જોડેલાં જોયાં, તેનું ફળ એ છે કે પ્રાયે વૈરાગ્યભાવે કોઈ સંયમ લેશે નહીં, જે વૃદ્ધ થઈને લેશે તે મહાપ્રસાદી થશે અને ગુરુકુળવાસને તજી દેશે; અને જે બાળભાવે સંયમ લેશે તે લwથી ગુરુકુળવાસને છોડશે નહીં. ચૌદમે સ્વપ્ન મોટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત જોયું તેનું ફળ એ છે કે ભરત તથા એરવત ક્ષેત્રમાં સાઘુઓ ક્લેશ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ ઉપજાવનારા, અવિનયી અને ઘર્મ ઉપર અલ્પ સ્નેહવાળા થશે. પંદરમે સ્વપ્ન રાજકુમારને પોઠીઓ ઉપર બેઠેલો જોયો, તેનું ફળ એ છે કે રાજકુમારો રાજ્યભ્રષ્ટ થશે અને હલકાં કાર્ય કરશે. સોળમે સ્વપ્ન બે કાળા હાથીને ઝૂઝતા દીઠા, તેનું ફળ એ છે કે આગામી કાળમાં પુત્રો તથા શિષ્યો અલ્પ બુદ્ધિવાળા ને અવિનયી થશે, દેવગુરુ અને માતાપિતાની સેવા કરનારા થશે નહીં અને ભાઈઓ અંદરોઅંદર ઈર્ષ્યા-કલહ કરશે. હે રાજા! એ પ્રમાણે સોળ સ્વપ્નનું ફળ છે. શ્રી જિનેશ્વરભગવંતનાં કહેલાં વચન અન્યથા થતાં નથી. તેમણે કહ્યું છે કે આ દુષમ આરો લોકોને મહાદુઃખદાયક થશે.'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226