Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 216
________________ વ્યાખ્યાન ૨૦૮] વર્તમાન પાંચમા આરાનું વર્ણન ૨૦૭ તથાપિ તે સમજશે નહીં, એટલે આસનકંપથી તે હકીકત જાણી ઇંદ્ર વૃદ્ધ બ્રાહ્મણને રૂપે ત્યાં આવી તેને આ પ્રમાણે કહેશે-‘હે રાજા! આવા નિગ્રંથને પીડવા તે તને યોગ્ય નથી.' ત્યારે કલ્કી કહેશે કે ‘મારા રાજ્યમાં બીજા સર્વ ભિક્ષુકો કર આપે છે અને આ સાધુઓ કાંઈ પણ કર આપતા નથી, તેથી મેં તેમને વાડામાં રોક્યા છે.' પછી ઇંદ્ર તેને બે ત્રણ વાર સમજાવશે; તે છતાં જ્યારે તે નહીં સમજે ત્યારે ઇંદ્ર ક્રોધથી લપડાક મારી તેને હણી નાખશે. કલ્કી ચાશી વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને નરકે જશે. પછી ઇંદ્ર તેના પુત્ર દત્તને કેટલીક શિખામણ દઈ રાજ્યે બેસારી ગુરુને નમીને સ્વર્ગે જશે. દત્ત પિતાને મળેલા તેના પાપના ફળને જાણીને બઘી પૃથ્વીને જિનચૈત્યથી મંડિત કરશે તથા શત્રુંજયનો ઉદ્ધાર કરશે. ત્યાર પછી જિનધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામશે. આવા સમયમાં પણ કેટલાક ધર્મના રાગી થશે. કહ્યું છે કે જેમ શૃંગી મત્સ્ય ખારા સમુદ્રમાં રહ્યા સતા પણ મિષ્ટ જળ પીએ છે તેમ આવા કાળમાં પણ પ્રાજ્ઞપુરુષો ધર્મતત્ત્વમાં તત્પર હોય છે.’ એ દુષમા આરામાં યુગપ્રધાન સૂરિવરો થશે, ચતુર્વિધ સંઘ ધર્મમાં વર્તશે અને રાજાઓ ધર્મકર્મમાં તત્પર થશે. યુગપ્રધાન વગેરેની સંખ્યા દેવેંદ્રસૂરિકૃત કાલસિત્તરી પ્રકરણમાં આ પ્રમાણે કહેલી છે— “દુષમા કાળમાં અગિયાર લાખ અને સોળ હજાર રાજાઓ જિનેશ્વરના ભક્ત થશે અને અગિયાર ક્રોડ જૈનશાસનના પ્રભાવક થશે. તથા સુધર્માસ્વામીથી છેલ્લા દુપ્પસહસૂરિ પર્યંત ત્રેવીશ ઉદયમાં બે હજાર ને ચાર યુગપ્રધાન† થશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્ય થશે.’’ બે હજાર ને ચાર યુગપ્રધાનમાં સુધર્માસ્વામી અને જંબુસ્વામી તે જ ભવે સિદ્ધિપદને પામશે અને બાકીના સર્વ એકાવતારી થશે. તે પ્રભાવકના આઠ ગુણને ઘારણ કરનાર મુનિ મહારાજા જ્યાં વિહાર કરશે ત્યાં ચારે દિશામાં અઢી અઢી યોજન પર્યંત દુષ્કાલ, મરકી પ્રમુખ ઉપદ્રવ નાશ પામશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્યો પ્રાવચની, ધર્મકથી ઇત્યાદિ જ્ઞાનક્રિયાગુણવાળા અને યુગપ્રધાન જેવા થશે. દિવાળીકલ્પમાં ત્રણ પ્રકારના સૂરિ થશે એમ કહેલું છે. તેમાં પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર અને પાંચસો સૂરિ ઉત્કૃષ્ટક્રિયાવાળા ઉત્તમ સમજવા. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો ને એકાણું સૂરિ મધ્યમક્રિયાવાળા હોવાથી મધ્યમ સમજવા અને પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન સૂરિ પ્રમાદી અને અનાચારી હોવાથી જઘન્ય સમજવા. હવે ઉપાધ્યાયની સંખ્યા કહે છે—પંચાવન ક્રોડ, પંચાવન લાખ ને પંચાવન હજાર ઉત્તમ, ચોપન ક્રોડ મધ્યમ અને ચુંમાળીસ ક્રોડ, ચુંમાળીસ લાખ અને ચુંમાળીસ હજાર જઘન્ય એટલા ઉપાધ્યાય પાંચમા આરામાં થશે એમ સમજવું. હવે સાધુઓની સંખ્યા કહે છે–સિત્તેર લાખ ક્રોડ અને નવ હજાર હજાર ક્રોડ ઉત્તમ, સો ક્રોડ મધ્યમ અને એકત્રીશ કોટિ, એકવીશ લાખ ને સાઠ હજાર જઘન્ય એટલા સાધુઓ થશે. હવે સાધ્વીઓની સંખ્યા કહે છે—દશ હજાર નવસો ને બાર ક્રોડ, છપ્પન લાખ, છત્રીશ હજાર, એક સો ને નવાણું એટલી ઉત્તમ સાધ્વીઓ થશે. હવે શ્રાવકની સંખ્યા કહે છે—સોળ લાખ ત્રણ હજાર ત્રણસો ને સત્તર ક્રોડ અને ચોરાશી લાખ એટલા શ્રાવકો ૧ તે સમયમાં વર્તતા સર્વ સૂત્રના પારગામી હોય તેને યુગપ્રધાન કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226