Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 215
________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૪ આ પ્રમાણે સાંભળી ચંદ્રગુપ્તરાજા વૈરાગ્યથી સંયમ લઈ દેવલોકને પ્રાપ્ત થયો. એ સ્વપ્નપ્રબંઘ જાણવો. “આદિ' શબ્દથી બીજું ભાવિ સ્વરૂપ કલ્કીના સંબંઘથી જાણવું તે નીચે પ્રમાણે છે– શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ચારસો ને સિત્તેર વર્ષ ગયા બાદ વિક્રમ રાજાનો સંવત્સર થયો. તે પછી ઓગણીશસો ને ચૌદ વર્ષ જતાં પાટલીપુર નગરમાં સ્વેચ્છકુળને વિષે યશા નામની ચાંડાલિનીની કુક્ષિમાં તેર માસ રહીને ચૈત્ર સુદિ આઠમને દિવસે કલ્કીનો જન્મ થશે. તે કલ્કી, રુદ્ર અને ચતુર્મુખ એવાં ત્રણ નામને ધારણ કરશે. તેનું શરીર ત્રણ હાથ ઊંચું થશે. તેના મસ્તક પરના કેશ કપિલવર્ણા (કાબરા) અને નેત્ર પીળાં થશે. જન્મથી પાંચમે વર્ષે તેના ઉદરમાં રોગ ઉત્પન્ન થશે. અઢારમે વર્ષે કાર્તિક માસના શુક્લ પડવાને દિવસે તેનો રાજ્યાભિષેક થશે. તે મૃગાંક નામે મુગટ, અદંત નામે અશ્વ, દુર્વાસ નામે ભાલો અને દૈત્યસૂદન નામે ખગ ઘારણ કરશે. તેને સૂર્ય, ચંદ્ર નામે બે પગનાં કડાં અને ગૈલોક્યસુંદર નામે સુંદર વાસગૃહ થશે. તે સુવર્ણનું પુષ્કળ દાન આપી વિક્રમના સંવત્સરને ઉત્થાપી પોતાનો સંવત્સર ચલાવશે. તેને ચાર પુત્રો થશે. તેમાં દત્ત નામનો પુત્ર રાજગૃહ નગરીમાં, વિજય નામનો પુત્ર અણહિલપુરપાટણમાં, મુંજ નામનો પુત્ર અવંતિ દેશમાં અને અપરાજિત નામનો પુત્ર બીજા દેશમાં પોતપોતાની રાજધાની સ્થાપિત કરશે. તે કલ્કીના રાજ્યસમયમાં આ પૃથ્વી મ્લેચ્છોના અને ક્ષત્રિય રાજાઓના રુધિરપ્રવાહથી સ્નાન કરશે. તેના દ્રવ્યભંડારમાં નવાણું કોટિ સોનૈયા એકઠા થશે. તેની સેનામાં ચૌદ હજાર હાથી, ચારસો પચાસ હાથણી, સત્યાશી લાખ ઘોડા અને પાંચ કોટિ પેદલ થશે. આકાશમાં ખેલે તેવા ત્રિશૂલને ઘારણ કરનારો, પાષાણના અશ્વનું વાહન કરનારો અને અતિ નિર્દય એવો એ કલ્કી છત્રીસ વર્ષની વયે ત્રિખંડ ભારતનો સ્વામી થશે. તેના રાજ્યના સમયમાં મથુરાનગરીમાં વાસુદેવ તથા બલદેવના પ્રાસાદ અકસ્માત્ પડી જશે. અનુક્રમે તે કલ્કી અતિલોભથી પોતાના નગરને ખોદાવી સર્વ તરફથી દ્રવ્ય કઢાવીને ગ્રહણ કરશે. એ પ્રમાણે ખોદતાં લોકોની ભૂમિમાંથી પાષાણમય લવણદેવી નામે પ્રભાવિક ગાય નીકળશે. તેને ચૌટામાં સ્થાપન કરશે. ત્યાં ઊભી રહી સતી તે ગાય ભિક્ષા માટે ફરતા સાધુઓને દિવ્યશક્તિ વડે પોતાનાં શીંગડાં વડે મારવા ઘસશે. તે જોઈ સાઘુઓ તે નગરમાં જળનો ભાવી ઉપસર્ગ જાણી વિહાર કરી જશે. ત્યાર પછી સત્તર અહોરાત્ર સુધી અખંડ મેઘવૃષ્ટિ થશે. તેથી કલ્કીનું નગર ડૂબી જશે. કલ્કી નાસીને કોઈ ઊંચે સ્થળે જતો રહેશે. પછી જળના પૂરથી ઉપરની માટી ઘોવાઈ જવાથી નંદરાજાએ કરાવેલા સુવર્ણના ગિરિ ઉઘાડા થયેલા જોઈ તે અર્થનો (ઘનનો) અત્યંત લોલુપી થશે. તેથી પુનઃ ત્યાં નવું નગર વસાવી બ્રાહ્મણ વગેરે સર્વની પાસે કર ઉઘરાવશે. તે સમયે પૃથ્વી પરથી સુવર્ણનાણું નાશ પામશે અને ચામડાના નાણાથી તે વ્યવહાર ચલાવશે. લોકો કંબલ તથા ઘાસનાં વસ્ત્ર પહેરશે. કલ્કીના ભયથી સંભ્રાંત થયેલા લોકો પત્રાવલી વગેરેમાં ભોજન કરશે. એક વખતે કલ્કી રાજમાર્ગમાં ફરતા સાઘુઓને ભિક્ષા લઈ જતાં જોઈ તેમની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ માગશે, એટલે સાઘુઓ કાયોત્સર્ગ કરીને શાસનદેવીને બોલાવશે, જે તેને તેમ કરતાં નિવારશે. પછી પચાસમે વર્ષે તેને ડાબી જંઘામાં અને જમણી કુક્ષિમાં પ્રહાર થશે, તથાપિ પાછો કલ્કી સાધુઓની ભિક્ષાનો છઠ્ઠો ભાગ લેવા માટે તેમને ગાયના વાડામાં પૂરશે. તેમાં પ્રાતિપદ નામના આચાર્ય પણ આવી જશે. પછી સર્વ સંઘના સ્મરણથી શાસનદેવી આવી તેને સમજાવશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226