Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૪ યોજનનું, ખેચરોનું ઘનુષ્ય પૃથક્વ અને હાથી વગેરેનાં શરીરનું પ્રમાણ છ ગાઉનું હોય છે. આહારનું ગ્રહણ બે દિવસને આંતરે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયના શરીરનું ઉત્કૃષ્ટ માન એ જ આરામાં જાણવું. બાકી રહેલ જીવોના શરીર તથા આયુષ્યાદિના પ્રમાણ સૂત્રથી જાણી લેવા. આ પ્રમાણેનો છઠ્ઠો સુષમસુષમા નામનો આરો ચાર કોટાકોટિ સાગરોપમ વડે સમાપ્ત થાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળ સંબંઘી છ આરા જાણવા. અવસર્પિણી કાળના પણ છ આરા હોય છે. તેમાં એટલું વિશેષ કે તે આરા પ્રથમના આરાથી વિપરીત હોય છે તે આ પ્રમાણે–જે ઉત્સર્પિણીને છટ્ટે આરે કહેલું છે તે અવસર્પિણીને પહેલે આરે, જે પાંચમે આરે કહેલ છે તે બીજે આરે, જે ચોથે આરે કહેલ છે તે ત્રીજે આરે, જે ત્રીજે આરે કહેલ છે તે ચોથે આરે, જે બીજે આરે કહેલ છે તે પાંચમે આવે અને જે પહેલે આરે કહેલ છે તે છટ્ટે આરે એમ જાણી લેવું. વળી તીર્થકર વગેરેનું દેહ આયુનું પ્રમાણ વગેરે કહેલું છે તે પણ વિપરીત રીતે જાણવું. તે આ પ્રમાણે–ઉત્સર્પિણીમાં જે ચોવીસમા તીર્થંકરનું સ્વરૂપ તે અવસર્પિણીમાં પહેલા તીર્થકરનું જાણવું. એવી રીતે બીજામાં પણ વિપરીતપણે સમજવું. ચક્રવર્તી વગેરેમાં એમ જ સમજવું. એવી રીતે બાર આરા મળીને એક કાળચક્ર થાય છે. આ કાળની વ્યવસ્થા પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં સરખી જ જાણવી; વિદેહ ક્ષેત્રમાં એ પ્રમાણે સમજવી નહીં. કેમકે ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળની વર્તના નથી. ત્યાં તો સર્વદા મનુષ્યોનાં શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટ પાંચસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પૂર્વ કોટિનું હોય છે. ત્રીશ અકર્મભૂમિમાં પણ સનાતન-એક સરખો સમય વર્તે છે. તેનું વર્ણન અન્ય સ્થાનકથી જાણી લેવું. વ્યાખ્યાન ૨૦૮ વર્તમાન પાંચમા આરાનું વર્ણન હાલમાં વર્તતા પાંચમા દુષમા નામના આરાનું લક્ષણ કહે છે– __ वर्तमानारके भावि-स्वरूपं ज्ञानिनोदितम् । स्वप्नादिभिः प्रबंधैश्च, विज्ञेयं श्रुतचक्षुषा ॥१॥ ભાવાર્થ-“વર્તમાન આરાનું જે ભાવિસ્વરૂપ જ્ઞાની મહારાજે કહેલું છે તે સ્વપ્નાદિક પ્રબંધ વડે આગમવૃષ્ટિથી જાણવું.” સોળ સ્વપ્નનો પ્રબંઘ વ્યવહારચૂલિકામાં કહેલો છે તે આ પ્રમાણે- તે કાળ તે સમયને વિષે પાટલિપુત્ર નગરમાં શ્રાવકઘર્મમાં તત્પર ચંદ્રગુપ્ત નામે રાજા હતો. એક વખતે તે રાજા પાખીને દિવસે અહોરાત્રનો પોસહ લઈ રાત્રિએ ઘર્મજાગરણાએ જાગતો હતો. તેવામાં મધ્યરાત્રે અલ્પ નિદ્રા આવતાં સુખે સૂતેલા એવા તે રાજાને સોળ સ્વપ્ન જોવામાં આવ્યાં, એટલે તે તત્કાળ જાગી ઊઠ્યો. તેને ચિંતા થઈ કે આ શું? પછી અનુક્રમે સૂર્યોદય થતાં તેણે પોસહ પાર્યો. હવે તે સમયને વિષે સંભૂતિવિજયના ગુરુભાઈ યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી પાંચસો સાધુઓ સાથે વિચરતા પાટલિપુત્રના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા તેમને વાંદવા નીકળ્યો. તેણે કોણિક રાજાની જેમ છત્રચામરાદિ દૂર કરી, પાંચ અભિગમ સાચવી ગુરુમહારાજને વાંદીને ઘર્મ સાંભળ્યો. પછી તેણે સ્વપ્નમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226