Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તંભ ૧૪ कृतकृत्यतया तादृक्-कल्पत्वाच्च जिनेश्वरान् । न नमस्यंति तीर्थं तु, नमंत्यर्हन्नमस्कृतम् ॥ “તેઓ (કેવળી) કૃતાર્થપણાને પામેલા હોવાથી તેમ જ પોતાનો તેવો આચાર છે તેથી તીર્થકરને વાંદતા નથી. પણ અહં નમેલા એવા તીર્થને વાંદે છે.” તે વિષે શ્રી ઋષભસ્તોત્રમાં ઘનપાળે પણ કહેલું છે કે “હે પ્રભુ! તમારી સેવા વડે મોહનો છેદ થાય એ તો નિશ્ચય છે, પણ તે (કેવળી) અવસ્થામાં તમને વંદના થતી નથી, તેથી હું મારા હૃદયમાં ખેદ પામું છું.” કેવળીની પૃષ્ઠ ભાગે લબ્ધિવાળા અને લબ્ધિ વિનાના સર્વ સાધુઓ અહંત, તીર્થ તથા ગણઘર વગેરેને નમી અનુક્રમે વિનયથી બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવતાની દેવીઓ અર્વત વગેરેને નમીને બેસે છે અને તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. આ ત્રણ પર્ષદા પૂર્વતારવડે સમવસરણમાં પ્રવેશ કરી અહંતને પ્રદક્ષિણા કરી અગ્નિકોણમાં બેસે છે. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની દેવીઓ એ ત્રણ પર્ષદા દક્ષિણદ્વારે પેસી નૈઋત્યકોણમાં ઊભી રહે છે. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવતા પશ્ચિમ દ્વારે પેસી વાયવ્યકોણમાં બેસે છે. વૈમાનિક દેવતા, નર અને નારીઓ ઉત્તરદ્વારે પેસી અહંત વગેરેને નમી ઈશાનકોણમાં બેસે છે. ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહીને દેશના સાંભળે છે. સર્વ દેવતા, નર તથા નારીઓ અને સાધુઓ બેસીને સાંભળે છે. આવશ્યકની વૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે અને તેની ચૂર્ણમાં લખે છે કે “સાઘુઓ ઉત્કટિક આસને બેસીને સાંભળે છે અને સાધ્વીઓ તથા વૈમાનિક દેવતાની દેવીઓ ઊભી રહીને સાંભળે છે.” પ્રભુના પ્રભાવથી બાલ, ગ્લાન અને જરાપીડિત વૃદ્ધ લોકોને પણ પગથિયાં ચડતાં કિંચિત્. પણ શ્રમ કે વ્યાધિ થતો નથી. કોઈને વૈરભાવ પણ પ્રકટ થતો નથી. બીજા ગઢમાં પોતાના જાતિવૈરને પણ ભૂલી જઈ બઘા તિર્યંચો સાથે બેસીને દેશના સાંભળે છે. હવે દેશના થઈ રહ્યા પછી જે થાય છે તે કહે છે–શ્રી જિનેશ્વર ભગવંત પહેલી પોરસી પૂર્ણ થતાં સુધી ઘર્મદેશના આપે છે. તે સમયે લોકો ચોખા વડે પ્રભુને વધાવવાનો વિધિ કરે છે. અહીં લોકો એટલે ચક્રવર્તીથી માંડીને સામાન્ય રાજા પર્યત જે દેશના સાંભળવા આવેલ હોય તે અથવા શ્રાવક કે નગરજન સમજવા. તેઓ શાળિ વડે વર્થાપન વિધિ કરે છે. વર્થાપનનો વિધિ આ પ્રમાણે-કલમશાળિના ચોખા અત્યંત સુગંધી, ફોતરાં વગરના, ઉજ્વળ અને અખંડિત ચાર પ્રસ્થ અથવા એક આઢકપ્રમાણ, શુદ્ધ જળથી ઘોઈને રાંઘવા વડે અર્વા ફૂલેલા હોય તેવા. રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર ધારણ કરેલી સુવાસિની સ્ત્રીના મસ્તક પર ઘારણ કરાવે. તેમાં દેવતાઓ સુગંધી દ્રવ્ય નાખે, જેથી તે બલિ અત્યંત સુગંઘી થાય. પછી અનેક પ્રકારનાં ગીતવાદ્ય સાથે તે બલિ પ્રભુ પાસે શ્રાવકો લઈ જાય. પૂર્વ દ્વાર વડે તેનો સમવસરણમાં પ્રવેશ કરાવે. તે બલિનું પાત્ર આવે ત્યારે ભગવંત ક્ષણવાર દેશના દેતાં વિરમે. પછી ચક્રવર્તી પ્રમુખ શ્રાવકો તે બલિ સાથે ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણ પાસે આવે. ત્યાં પૂર્વ દિશામાં ઊભા રહી સર્વ દિશાઓમાં પ્રૌઢ મુષ્ટિવડે તે બલિ ફેંકે, તેમાંથી અર્ધ ભૂમિ પર પડે તે પહેલાં આકાશમાંથી જ દેવતાઓ ગ્રહણ કરે, બાકીના અર્થમાંથી અર્ધભાગ તે બલિના કર્તા જે આગેવાન હોય તે લે અને તેથી અવશિષ્ટ રહે તે બીજા લોકો જેમ મળી શકે તેમ લઈ લે. તે બલિનો એક કણમાત્ર માથે મૂકવાથી સર્વ રોગ શમી જાય છે અને છ માસ સુધી નવો રોગ થતો નથી. આ પ્રમાણે બલિનો વિધિ પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226