Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ વ્યાખ્યાન ૨૦૫] નિર્વાણ કલ્યાણક ૧૯૫ જિનેશ્વર ભગવંત નિર્વાણ પામે તે પછી દેવતાનું કૃત્ય કહે છે– ઇદ્ર અવધિજ્ઞાને પ્રભુનો મોક્ષ જાણી, ત્યાં આવી, વિધિપૂર્વક મોક્ષકલ્યાણકનો ઉત્સવ ભક્તિથી કરે છે. જ્યારે આસનકંપ વડે ઇંદ્ર પ્રભુનો મોક્ષ જાણે છે ત્યારે પ્રથમ તો ખેદ સહિત કહે છે કે “અરે! જગતપતિનું નિર્વાણ થયું!” પછી વિચારે છે કે “હવે અમારે સત્વર તેનો ઉત્સવ કરવો જોઈએ' આમ વિચારી પૂર્વની જેમ પાદુકા છોડી ત્યાં જ રહીને ભાવથી પ્રભુને વાંદે છે. કહ્યું છે કે “ઇદ્રો પ્રભુના નિર્જીવ શરીરને પણ વાંદે છે, તેથી સમક્તિવૃષ્ટિ જીવોને પ્રભુના દ્રવ્યનિક્ષેપો પણ વાંદવા યોગ્ય છે.” પછી ઇંદ્ર પરિવાર સહિત પ્રભુના નિર્વાણ સ્થાને આવી અશ્રુપૂર્ણ નેત્ર વડે ખેદ સહિત તથા ઉત્સાહ રહિત શોક કરતા સતા પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમી આ પ્રમાણે કહે છે–“હે નાથ! અમે આપના ઘર્મસેવક છીએ; તો અમને આપ પૂર્વની જેમ કેમ જોતા નથી? આ અકસ્માતુ શું કર્યું? નિરપરાધી એવા અમારો ત્યાગ કરવો આપને યોગ્ય નથી. આ ભવાટવીમાં આપના જેવા વિશ્વપતિને આમ એકલપેટાપણું ઘટે છે કે જેથી આપ અમને છોડી એકલા અનંત સુખ ભોગવશો? હે નાથ! આ રમણીય ક્ષેત્ર આપના વિના રાત્રે દીવા વગરના ગૃહની જેમ અને દિવસે સૂર્ય વિનાના આકાશની જેમ શૂન્ય લાગે છે. હે સ્વામી! જો કે આપ તો અનંત સુખને ભજનારા થયા છો, પણ અમે તો અમારા સ્વાર્થને માટે શોક કરીએ છીએ.” આ પ્રમાણે વિલાપ કરીને પછી ઇંદ્ર આભિયોગિક દેવતાઓની પાસે નંદનવનમાંથી ગોશીષચંદનનાં ઘણા કાષ્ઠો મંગાવે છે. દેવતાઓ ચંદન કાષ્ઠો લાવીને તે વડે અર્હત માટે, ગણઘર માટે અને સાધુઓ માટે એમ ત્રણ ચિતાઓ રચે છે. તેમાં પૂર્વદિશામાં ભગવંતની ચિતા વર્તુલાકારે કરે છે, દક્ષિણ દિશામાં ગણઘરોની ચિતા ત્રિકોણી કરે છે અને પશ્ચિમ દિશામાં યતિઓની ચિતા ચોરસ કરે છે. પછી ઇંદ્ર ક્ષીરસાગરમાંથી લાવેલા જળ વડે પ્રભુના દેહને નવરાવી, ચંદન વડે વિલેપન કરી, હંસલક્ષણવાળાં વસ્ત્ર પહેરાવી, સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. બીજા દેવતાઓ ગણઘરોનાં શરીરને અને મુનિઓનાં શરીરને તે પ્રમાણે નવરાવીને પૂજે છે. પછી ઇંદ્રના વચનથી દેવતાઓ ત્રણ પાલખીઓ કરે છે. તેમાંની એકમાં શક્ર ઇંદ્ર પોતે પ્રભુના દેહને સ્થાપે છે. બીજા દેવતાઓ ગણઘર તથા મુનિઓનાં શરીરને બીજી બે શિબિકાઓમાં મૂકે છે. પછી ઇંદ્ર તથા દેવતાઓ તે ત્રણે શિબિકાઓ ઉપાડીને અનુક્રમે ત્રણ ચિતાઓમાં મહોત્સવ સાથે મૂકે છે. પછી શક્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતા સાથુનયને તે ચિતામાં અગ્નિ મૂકે છે. વાયુકુમાર દેવો પોતાના ઇંદ્રની આજ્ઞાથી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે. બીજા દેવતાઓ ઇંદ્રના વચનથી ઘીનાં કુંભનો અગ્નિને પ્રદીપ્ત કરવા માટે હોમ કરે છે. પછી જ્યારે શરીરને દગ્ધ કરતાં અસ્થિ માત્ર બાકી રહે છે ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવતા તે ચિતાને ક્ષીરસમુદ્રાદિકથી લાવેલા જળની વૃષ્ટિ વડે બુઝાવે છે. પછી શક્ર ઇંદ્ર પ્રભુની જમણી તરફની ઉપરની દાઢ ગ્રહણ કરે છે. અમરેંદ્ર જમણી તરફની નીચેની દાઢ ગ્રહણ કરે છે, કારણ કે તેઓ તે દિશાના સ્વામી છે. ઈશાન ઇદ્ર ડાબી તરફની ઉપરની દાઢ ગ્રહણ કરે છે અને બલિ ઇંદ્ર ડાબી બાજુની નીચેની દાઢને સ્વીકારે છે. બાકીના દેવતાઓ તેમનાં અવશિષ્ટ અસ્થિને ગ્રહણ કરે છે. કેટલાક દેવતાઓ પોતાનો આચાર જાણીને લે છે અને કેટલાક ભક્તિથી તેમ કરે છે. એનું માહાભ્ય એવું છે કે નવીન ઉત્પન્ન થવાને લીધે સૌઘર્મ અને ઈશાન ઇંદ્રને વિમાન માટે જ્યારે વિવાદ થાય છે ત્યારે તેઓ વચ્ચે મોટું યુદ્ધ થઈ પડે છે; તે નિવારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226