Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ છે. તથા આદ્યસમયનિષ્પન્ન સૂક્ષ્મ પનકનો આદ્ય સમયે જેટલો જઘન્ય કાયયોગ હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા કાયયોગને સમયે સમયે રુંધી દેહના ત્રીજા ભાગને છોડતાં અસંખ્યાતા સમયે સર્વ કાયયોગને રુંધે છે. એવી રીતે શુક્લધ્યાનના ત્રીજા ભેદમાં વર્તતાં યોગનિરોધ કરી પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચાર પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે પર્વતની જેવી નિશ્ચલ કાયાવાળા કેવળીને શુક્લધ્યાનનો ચોથો ભેદ પરિણમવારૂપ શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે. તે અયોગીકેવળી નામના ચૌદમા ગુણઠાણે સમુચ્છિન્નક્રિયારૂપ ચોથું ધ્યાન પ્રાપ્ત થાય છે; જેમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ ઉચ્છિન્ન (બંધ) થઈ જાય છે. છેલ્લા ગુણસ્થાનના છેલ્લા બે સમયમાંના પહેલા સમયે પંચ્યાશી પ્રકૃતિની સત્તા હોય છે, તેમાંથી ૭૨ ખપતાં, ઉપાંત્ય સમયે તેર પ્રકૃતિની સત્તા હોય છે અને અંત્ય સમયે કર્મસત્તારહિત નિષ્કર્મ થઈ તે જ સમયે લોકાંતને પામે છે. તે અસ્પર્શમાન ગતિ વડે એક સમયથી અધિક સમયને સ્પર્ધા વગર સિદ્ધિએ જાય છે. અહીં શિષ્ય પૂછે છે કે ‘ગુરુમહારાજ! નિષ્કર્મ આત્માવાળા સિદ્ધની લોકાંત સુધી ગતિ કેવી રીતે થાય?' ગુરુ ઉત્તર આપે છે—‘ભદ્ર! પૂર્વપ્રયોગથી ગતિ થાય છે. અચિંત્ય એવા આત્માના વીર્ય વડે ઉપાંત્યના બે સમયે પંચ્યાશી કર્મપ્રકૃતિનો ક્ષય કરવાને માટે જે વ્યાપાર પૂર્વે પ્રયુક્ત કરેલ, તેના પ્રયત્નથી સિદ્ધની ગતિ લોકાંત સુધી થાય છે. અહીં દૃષ્ટાંત છે કે જેમ કુંભારનું ચક્ર, હિંડોળો, બાણ અને ગોફણનો ગોળો પૂર્વના પ્રયોગબળે ગતિ કરે છે એટલે કે કુંભારનું ચક્ર એક વખત ઘુમાવ્યા પછી તે વગર પ્રયત્ને પણ ફરતું રહે છે અને હિંડોળો એકવાર ધક્કો માર્યા પછી હીંચ્યા કરે છે, તેમ પૂર્વપ્રયોગના બળે સિદ્ધની ગતિ થાય છે; અથવા કર્મ સંગના અભાવથી ગતિ થાય છે. જેમ કોઈ તુંબડા ઉપર મૃત્તિકાના આઠ લેપ કરેલા હોય તે લેપ ગયા પછી તુંબડાની ઊર્ધ્વ ગતિ થાય છે, તેમ કર્મરૂપ લેપના અભાવથી સિદ્ધની ઊર્ધ્વ ગતિ થાય છે; અથવા બંધમોક્ષના કારણથી ગતિ થાય છે. જેમ એરંડાના ફળની અંદર રહેલાં બીજ વગેરેની બંધ તૂટવાથી ઊર્ધ્વ ગતિ થાય છે, તેમ કર્મબંધના છેદથી સિદ્ધની ઊર્ધ્વ ગતિ થાય છે; અથવા સ્વભાવના પરિણામથી પણ સિદ્ધાત્માની ઊર્ધ્વગતિ થાય છે. જેમ પાષાણનો સ્વભાવ નીચે પડવાનો, વાયુનો સ્વભાવ આડા જવાનો અને અગ્નિનો સ્વભાવ ઊંચે જવાનો છે તેમ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે. સિદ્ધ પોતાના સ્થાનથી ચલિત થતા નથી. તે વિષે સ્પષ્ટીકરણ કરે છે—ગૌરવના (ભારેપણાના) અભાવથી સિદ્ધ નીચે પડે નહીં, પ્રેરક વિના આડાઅવળા જાય નહીં અને ઘર્માસ્તિકાયના અભાવથી લોક ઉપર પણ ચાલ્યા જાય નહીં. હવે જીવનું સિદ્ધગતિમાં ગમન કેવી રીતે થાય તે કહે છે–સિદ્ધિ વિષે જતા સંયમી મહાત્માનો ચેતનાત્મા શરીરરૂપ પાંજરામાંથી સર્વ અંગ વડે નીકળી જાય છે. તે વિષે શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં કહ્યું છે કે “જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે. ૧ પગે કરી, ૨ જંઘાએ કરી, ૩ પેટે કરી, ૪ મસ્તકે કરી અને ૫ સર્વાંગે કરી–એમ પાંચ માર્ગે જીવ નીકળે છે. જે જીવ પગે નીકળે તે નારકી થાય, જંઘાએ નીકળે તે તિર્યંચ થાય, પેટે નીકળે તે મનુષ્ય થાય, મસ્તકે નીકળે તે દેવતા થાય અને સર્વાંગે નીકળે તે મોક્ષે જાય છે.'' ૧ સૂક્ષ્મ વનસ્પતિકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.arg

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226