Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ માટે વૃદ્ધ દેવતા આ જિનદંષ્ટ્રાનો અભિષેક કરી તે જળ વડે છાંટા નાખે છે, એટલે તે વિગ્રહ શાંત થઈ જાય છે. ચિતાની ભસ્મ વિદ્યાધર વગેરે ગ્રહણ કરે છે, કારણ કે તે સર્વ ઉપદ્રવને નિવારવાને ઔષધરૂપ છે. વળી લોકો ‘હું પહેલો લઉં, હું પહેલો લઉં' એમ સ્પર્ધાથી તે લે છે. તેથી તે સ્થાને મોટો ખાડો પડી જાય છે. પછી પ્રભુની ચિતાને સ્થાને, બીજા લોકોના ચરણસ્પર્શથી આશાતના ન થાય તે માટે, અને તે વડે તીર્થની પ્રવૃત્તિ થાય તેવા હેતુથી, શક્ર ઇંદ્ર ત્યાં ચૈત્યસ્તૂપ રચાવે છે. તેમ જ ગણધરો અને મુનિઓની ચિતાને સ્થાને પણ ઇંદ્ર બે સ્તૂપ કરાવે છે. એવી રીતે ચતુર્વિધ દેવતા પ્રભુનો નિર્વાણોત્સવ કરી નંદીશ્વરદ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાનકે જાય છે. ત્યાં તે પ્રભુની દાઢોને પોતપોતાની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભને અવલંબીને રહેલા દાબડામાં મૂકી પ્રતિદિન પૂજે છે; તેમ જ તેની આશાતના થવાના ભયથી દેવતાઓ તે સુધર્માસભામાં કામક્રીડા પણ કરતા નથી. હવે સિદ્ધને કેવું સુખ છે તે કહે છે—‘અવ્યય પદને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને કે દેવતાઓને નથી. તે સુખના માધુર્યને જાણનારા કેવળી પણ મૂંગો માણસ જેમ ગોળ વગેરે મિષ્ટ પદાર્થ ખાઘા છતાં તેનું માધુર્ય કહી શકતો નથી તેમ તેને કહી શકતા નથી. સિદ્ધ, બુદ્ધ, પારંગત, પરંપરાગત એવા મુક્ત જીવો અનંતો અનાગત કાળ સુખપૂર્વક લીલામાં વ્યતીત કરે છે.’ “અરૂપી છતાં ઉત્કૃષ્ટ રૂપને પ્રાપ્ત કરનારા, અનંગ છતાં અનંગ (કામ)થી મુક્ત થયેલા અને અનંત અક્ષર છતાં અશેષ વર્ણ, રસ, ગંધ, સ્વર્ગાદિથી રહિત થયેલા તેમ જ વચનને અગોચર એવા સિદ્ધના જીવોને અમે સ્તવીએ છીએ.’’ ---- વ્યાખ્યાન ૨૦૬ કાળનું સ્વરૂપ अवसर्पिण्युत्सर्पिण्योः, स्वरूपं जिननायकैः । यथा प्रोक्तं तथा वाच्यं, भव्यानां पुरतो मुदा ॥ १ ॥ ભાવાર્થ-જિનેશ્વર ભગવંતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું સ્વરૂપ જેવું કહેલું છે તેવું ભવ્યજનોની આગળ હર્ષથી કહેવામાં આવે છે.’ કાળનું સ્વરૂપ આ પ્રમાણે છે—અવસર્પિણી અને ઉત્સર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. તે કાળચક્રમાં બાર આરા હોય છે. તેમાં પહેલા આરાની આદિમાં–પૃથ્વી ઉપર પ્રથમ પ્રવર્તેલા કાળચક્રના અગિયારમા આરાને પ્રાંતે જુદા જુદા સાત સાત દિવસ સુધી વિદ્યુત અને વિષાદિકની થયેલી વર્ષાથી તૃણ અને અન્નાદિકનો નાશ થયેલો હોય છે અને મનુષ્યો રથના માર્ગ જેટલા વિસ્તારવાળી, ઘણા મત્સ્યથી આકુળ એવી ગંગા તથા સિંધુ નદીના કિનારા પર રહેલા વૈતાઢ્યગિરિની બન્ને બાજુ આવેલા નવ નવ બિલ મળી કુલ બોંતેર બહુ રોગાદિથી વ્યાસ એવા બિલમાં વસેલા હોય છે. તેઓ માંસાહારી હોવાથી પ્રાયે દુર્ગતિગામી, નિર્લજ્જ, નગ્ન, દુર્ભાષી, કુળધર્મરહિત, ક્રૂરકર્મા, સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથના શરીરવાળા હોય છે. સ્ત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226