Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૪ જેટલો સમય વીત્યા બાદ અયોધ્યા નગરીમાં અગિયારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે, શરીરનું પ્રમાણ પચાસ ઘનુષ્યનું હોય છે અને આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું હોય છે. એમના સમયમાં છઠ્ઠી બલદેવ વગેરે ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમાં અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનની જેટલું સમજવું અને બલદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું જાણવું. અગિયારમા તીર્થંકર પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી નવ સાગરોપમ પ્રમાણ કાળ વીત્યા બાદ કંપિલપુરમાં બારમા તીર્થંકર ઉભવે છે. તેમના શરીરનું પ્રમાણ સાઠ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ વર્ષનું હોય છે. એ સમયે સાતમા બળદેવાદિ ચાર પુરુષ ઉત્પન્ન થાય છે. તેમનું સર્વ સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે સાતમા અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનના જેટલું અને બળદેવના આયુષ્યનું પ્રમાણ પાંસઠ લાખ વર્ષનું જાણવું. બારમા જિનેશ્વર મુક્તિ પામ્યા પછી તેમના જન્મથી ત્રીશ સાગરોપમ ગયા પછી તેરમા તીર્થકર ચંપાનગરીમાં ઉત્પન્ન થાય છે. એમનું શરીર સિત્તેર ઘનુષ્યનું અને આયુ બોતેર લાખ વર્ષનું હોય છે. દેહનો વર્ણ સુવર્ણ સમાન હોય છે. તેમના સમયમાં આઠમા બળદેવાદિ ચાર પુરુષો પ્રગટે છે. તેમાં વાસુદેવના આયુષ્ય તથા શરીરનું પ્રમાણ તે કાળના જિનની જેટલું હોય છે અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પંચોતેર લાખ વર્ષનું હોય છે. તેરમા તીર્થંકર મહાનંદપદની મહદ્ધિને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી ચોપન સાગરોપમ જેટલો સમય વ્યતીત થતાં સિંહપુરમાં ચૌદમા તીર્થંકર ઉદ્ભવે છે. તેમના શરીરની શોભા સુવર્ણની પ્રભાને હસી કાઢે તેવી હોય છે. તેમના આયુષ્યનું પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હોય છે અને શરીરનું પ્રમાણ એંશી ઘનુષ્યનું હોય છે. એ અવસરે નવમા બલદેવ વગેરે ચાર શ્રેષ્ઠ નરો ઉત્પન્ન થાય છે. તેમાં અર્ધચક્રીના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થંકરના જેટલું હોય છે અને તેના અગ્રજ બંધુના આયુષ્યનું પ્રમાણ પચાશી લાખ વર્ષનું હોય છે. ચૌદમા તીર્થકર મુક્તિરૂપ નવોઢાને આલિંગન કરવારૂપ અતિ રમણીય સુખને પ્રાપ્ત કર્યા પછી તેમના જન્મથી છાસઠ લાખ ને છવીશ હજાર વર્ષે અધિક એવા સો સાગરોપમે ન્યૂન એક કોટી સાગરોપમનો કાળ વીત્યા પછી પંદરમા તીર્થકર ભક્િલપુરમાં અવતરે છે. તેમના આયુષ્યનું પ્રમાણ એક લાખ પૂર્વનું, શરીરનું પ્રમાણ નેવું ઘનુષ્યનું અને શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે. છજીવનિકાયના સ્વામી એવા તે પ્રભુ શિવપદને પામ્યા પછી નવ કોટી સાગરોપમ કાળ વ્યતિત થતાં સોળમા તીર્થંકર કાકંદી નગરીમાં ઉત્પન્ન થાય છે. તેમના શરીરનો વર્ણ ચંદ્ર જેવો, કાયાનું પ્રમાણ સો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ બે લાખ પૂર્વનું હોય છે. તે બોધિબીજદાયક પ્રભુ મુક્તિ પામતાં તેમના જન્મથી નેવું કરોડ સાગરોપમ કાળ જતાં ચંદ્રપુરીમાં સત્તરમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું, શરીર મૂર્તિમાન ચંદ્ર જેવું અને શરીરનું પ્રમાણ દોઢસો ઘનુષ્યનું હોય છે. તે ભગવંત તીર્થને પ્રવર્તાવી કર્મમલને દૂર કરી મહાનંદપદને પ્રાપ્ત થતાં, તેમની ઉત્પત્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226