Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 210
________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૨૦૧ સમયથી નવસો કોટિ સાગરોપમપ્રમાણ કાળ જતાં વારાણસી નગરીમાં અઢારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે સુવર્ણવર્ણ પ્રભુના આયુષ્યનું પ્રમાણ વીશ લાખ પૂર્વનું અને કાયાનું પ્રમાણ બસો ઘનુષ્યનું હોય છે. તે પ્રભુ પણ સૂર્યની જેમ યથાર્થ મોક્ષમાર્ગનો પ્રકાશ કરી શિવસુખને પ્રાપ્ત થતાં તેમના પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વ્યતીત થતાં, કૌશાંબી નગરીમાં ઓગણીશમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ અઢીસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ત્રીશ લાખ પૂર્વનું હોય છે. સર્વ પૃથ્વીમંડલને પ્રબોઘ આપીને તે પ્રભુ સિદ્ધિરૂપ મહેલનું સુખ સંપાદન કરતાં તેમના પછી નેવું હજાર ક્રોડ સાગરોપમ કાળ વ્યતીત થતાં, વશમા તીર્થંકર અવતરી કોશલા નગરીને પવિત્ર કરે છે. તે જગતુવત્સલ અને સુવર્ણવર્ણ પ્રભુના શરીરનું માન ત્રણસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચાળીશ લાખ પૂર્વનું હોય છે. તે ત્રિકાલવેત્તા અને કેવલજ્ઞાન વડે સર્વ મૂર્ત અમૂર્ત પદાર્થને પ્રકાશિત કરનારા પ્રભુ મુક્તિસુંદરીના પતિ થતાં તે પછી નવ લાખ કોટિ સાગરોપમનો કાળ જતાં, વિનીતાનગરીમાં મોટા રાજાના કુળમાં એકવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ એવા તે પ્રભુના શરીરનું પ્રમાણ સાડાત્રણસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પચાશ લાખ પૂર્વનું હોય છે. દેહ સુવર્ણવર્ણ હોય છે. એ પ્રભુ પણ જ્ઞાનાદિ ત્રણ રત્નના દાનથી અનેક ભવ્યજનને ઉપકાર કરી સિદ્ધિપદને પામ્યા પછી દશ લાખ કોટિ સાગરોપમ કાળ જતાં, શ્રાવસ્તી નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા બાવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ ચારસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ પૂર્વનું હોય છે. - તે પ્રભુ પણ જન્મમૃત્યુનો ઉચ્છેદ કરી મુક્તિને પ્રાપ્ત થતાં તેમના જન્મથી ત્રીશ લાખ કોટિ સાગરોપમનો સમય વીત્યા પછી, અયોધ્યા નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા ત્રેવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ સાડા ચારસો ઘનુષ્યનું ને આયુષ્યનું પ્રમાણ બોંતેર લાખ પૂર્વનું હોય છે. તે સમયમાં અગિયારમાં ચક્રવર્તી તે જ નગરીમાં અવતરે છે. તેમના દેહ તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના જિન જેટલું હોય છે. અજિતનાથ સમાન એ પ્રભુ સર્વ ભવપ્રપંચને દૂર કરી મોક્ષે જતાં તેમની ઉત્પત્તિના સમયથી પચાસ લાખ કોટિ સાગરોપમનો સમય વિત્યા પછી દુષમસુષમા નામે ત્રીજો આરો સમાપ્ત થાય છે. એ આરામાં ત્રેવીસ તીર્થકરો, અગિયાર ચક્રવર્તીઓ અને છત્રીસ પ્રતિવાસુદેવ વગેરે કુલ સિત્તેર (નવ નારદ સહિત) ઉત્તમ પુરુષો ઉત્સર્પિણી નામના કાળચક્રના દળમાં ઉત્પન્ન થાય છે. આ ત્રીજા આરાના પ્રારંભ સમયે મનુષ્યનું આયુષ્ય એક સો વીશ વર્ષનું હોય છે, તે ત્યાં સુધી વધે છે કે ત્રીજા આરાને પ્રાંતે ક્રોડ પૂર્વનું આયુષ્ય થાય છે. આ ત્રીજા આરાનું પ્રમાણ બેંતાળીશ હજાર વર્ષ ઊણા એક કોટાકોટિ સાગરોપમનું પૂજ્યપુરુષોએ કહેલું છે. દુષમસુષમા નામે ત્રીજા આરામાં ઉત્સર્પિણીને વિષે ત્રેવીશ તીર્થંકરો થશે. તેઓ સદા સંઘને ઉત્તમ લક્ષ્મીના આપનારા થાઓ.” (ભાગ ૩-૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226