Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ વ્યાખ્યાન ૨૦૪] યોગ્યતા પ્રમાણે વ્રત-પરિણમન ૧૯૧ હવે બીજી પંક્તિ અવિરત સમ્યગ્દષ્ટિ જીવોની છે. શ્રેણિક રાજા, સત્યકી તથા વાસુદેવ (કૃષ્ણ) પ્રમુખ કેટલાક મનુષ્યો, દેવતા તથા નારકીનો અસંખ્યાતમો ભાગ અને તિર્યંચનો અનંતમો ભાગ એ બધા અવ્રતી છે, તથાપિ તેમનો મિથ્યાત્વદોષ ગયેલો હોવાથી તે પ્રથમના ભેદ કરતાં બહુ શ્રેષ્ઠ છે. કેટલાક દેવતાઓ કે જેઓ સમિકતી છે તેઓ આ ભેદમાં આવે છે, તો પણ પૂર્વે કહેલા જીવોથી આ પંક્તિ બહુ અલ્પ છે. ઉપ૨ કહેલા જીવો કરતાં અસંખ્યાતમા ભાગના જીવો વિરત અવિરત એટલે દેશવિરતિમય ત્રીજી પંક્તિમાં આવે છે. આ પંક્તિમાં કેટલાક ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચનો અસંખ્યાતમો ભાગ આવે છે. એટલે અસંખ્યાતા તિર્યંચો ચંડકોશિક સર્પ, સમલિકા વિહારવાળી સમળી, બલભદ્રનો ભક્ત મૃગ તથા મેઘકુમારના પૂર્વભવી હાથી વગેરે જેઓ જાતિસ્મરણથી શ્રાવકધર્મને પ્રાપ્ત થયેલા હોય તે આ પંક્તિમાં આવે છે, બીજા આવતા નથી. તે વિષે એવું વચન છે કે “સમકિતી અને દેશવિરતિ જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે.'' પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય છે તેટલા દેશવિરતિ લભ્ય થાય છે. તેનો અસંખ્યાતમો ભાગ તે સર્વવિરતિ મનુષ્યમય ચોથી પંક્તિ છે; કારણ કે ઉત્કૃષ્ટ પંદર કર્મભૂમિમાં બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી જ મુનિવરો પ્રાપ્ત થાય છે, અધિક હોતા નથી. આ ચાર પંક્તિઓમાં પહેલી પંક્તિ વિના આગળની ત્રણે પંક્તિઓ અતિ અલ્પ છે અને અનુક્રમે અલ્પતમ તેમ જ દુર્લભ છે. સમ્યક્ત્વવાળા જીવ ચારે ગતિઓમાં લભ્ય થાય છે. દેશવિરતિ તો તિર્યંચ તથા મનુષ્ય બે ગતિમાં પ્રાપ્ત થાય છે અને સર્વવિરતિ જીવ તો એકલી મનુષ્યગતિમાં જ મળે છે. “આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ભવ્ય જીવો વિરતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને તેથી ધન્ય પુરુષો લોકોત્તર અને અક્ષય એવી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.’’ e વ્યાખ્યાન ૨૦૪ યોગ્યતા પ્રમાણે વ્રત-પરિણમન ગ્રહણ કરેલું વ્રત જીવના ભેદે ચાર પ્રકારે પરિણમે છે. Jain Education International शालिकणसंबंधोऽत्र, धार्यो व्रताभिलाषिभिः । भवेज्जीवविशेषेण, चतुर्द्धा व्रतविस्तरः ॥१॥ ભાવાર્થ—‘વ્રતની અભિલાષાવાળા પુરુષોએ શાલિકણનો સંબંધ હૃદયમાં ઘા૨વો, કા૨ણ જીવના વિશેષ વડે વ્રતનો વિસ્તાર ચાર પ્રકારે પરિણમે છે.’’ શાલિના કણ સંબંધી પ્રબંધ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ નામનો દેશ હતો. તેમાં રાજગૃહ નામનું નગર હતું. તે નગરમાં ઘન નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને ધારિણી નામે રૂપવતી સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિથી ઘનશેઠને ધનપાલ, ઘનદેવ, ધનગોપ અને ઘનરક્ષિત નામે ચાર પુત્રો થયા હતા. તે યૌવનવયને પામ્યા એટલે તેઓને ઘન શેઠે કોઈ ધનાઢ્યની એકેક કન્યા પરણાવી. તેમાં પહેલીનું નામ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226