Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ વ્યાખ્યાન ૨૦૩] ભગવંતની દેશના ૧૮૯ હેતુપણું સ્પષ્ટ જણાય છે. કોકાસ સૂત્રધારે (સુતારે રચેલ કાષ્ઠના શુક, પારેવા વગેરેએ રાજાના કોઠારમાંથી અદત્તાદાનરૂપ શાલિ વગેરે ગ્રહણ કર્યાની હકીકત શાસ્ત્રમાં સંભળાય છે. તે કાષ્ઠના સુકાદિને અદત્તાદાનનું પાપ પૂર્વે કહેલ વાંસના ઘનુષ્ય વગેરેની જેમ લાગે છે. વળી ઔષઘના અંજન વડે લોક પરધનને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરતાં જોવામાં આવે છે. ઇત્યાદિ. મૈથુન–એવી રીતે મૈથુનનું પાપ પણ વિરતિભાવના અભાવથી તેને લાગે છે. તેવી જાતના પુષ્પના આરામ વગેરે મનુષ્યો પ્રતિ કામરાગના હેતુરૂપ છે. અફીણ વગેરે કેફી વસ્તુઓથી પ્રાણીને મૈથુનની પ્રવૃત્તિ વિશેષ થાય છે; તથા લોકમાં કમલકંદ, આમ્રમંજરી, જાઈનાં ફૂલ, ચંપાનાં ફૂલ અને બપોરીયાનાં ફૂલ એ પાંચ કામદેવના પાંચ બાણ કહેવાય છે; કારણ કે તે મૈથુનરાગના જનક છે. કેટલાક વૃક્ષોમાં તો સાક્ષાત્ કામસંજ્ઞા દેખાય છે. તે વિષે કહ્યું છે કે “સ્ત્રીના ચરણઘાતથી અશોક વૃક્ષ (આસોપાલવ) ખીલે છે, મધુ (મદિરા)નો કોગળો નાખવાથી બકુલનું વૃક્ષ (બોરસલી) પ્રફુલ્લિત થાય છે, આલિંગન કરવાથી કુબકનું વૃક્ષ વિકાસ પામે છે અને સ્ત્રીના જોવાથી તિલક વૃક્ષ કળીઓ વડે શોભતું થઈ જાય છે.” પરિગ્રહ-તે વૃક્ષોને વિરતિના અભાવે પરિગ્રહ પણ છે. કેટલાક વૃક્ષો મૂર્છાથી દ્રવ્યના નિથિને મૂળ વડે વિટાઈ વળે છે; તેથી તેમને પરિગ્રહનું પાપ સ્પષ્ટ છે. વળી વૃક્ષોને બાહ્યથી એકેંદ્રિયપણું છે, પણ ભાવથી પંચેંદ્રિયપણાનો સદ્ભાવ છે. તેમ જ તેમને દશ સંજ્ઞા વડે કર્મનો બંધ થાય છે. તે દશ સંજ્ઞાના નામ આ પ્રમાણે-૧ આહાર, ૨ ભય, ૩ પરિગ્રહ, ૪ મૈથુન, ૫ ક્રોઘ, ૬ માન, ૭ માયા, ૮ લોભ, ૯ લોક ને, ૧૦ ઓઘ. એ જીવની દશ સંજ્ઞા છે. વૃક્ષઆશ્રયી તે આ પ્રમાણે–વૃક્ષોને જળાદિનો આહાર તે આહાર સંજ્ઞા, લજ્જાળુ વેલ વગેરે ભય વડે સંકોચાય છે તે ભયસંજ્ઞા, પોતાના તંતુઓ વડે વેલાઓ વૃક્ષને વીંટાય છે તે પરિગ્રહસંજ્ઞા, સ્ત્રીના આલિંગનથી કુરુબક વૃક્ષ ફળે છે તે મૈથુનસંજ્ઞા, કોકનદનો કંદ કોઈ સાથે અથડાય છે ત્યારે હુંકારો કરે છે એ ક્રોધસંજ્ઞા, રુદંતિ વેલ ઝર્યા કરે છે તે માનસંજ્ઞા, લતા પત્રપુષ્પફળાદિકને ઢાંકે છે એ માયાસંજ્ઞા, બલ્લી તથા પલાશનાં વૃક્ષ દ્રવ્ય (ઘન) ઉપર મૂળિયાં નાખે છે એ લોભસંજ્ઞા, રાત્રે કમલ સંકોચ પામી જાય છે એ લોકસંજ્ઞા અને વેલડીઓ માર્ગને તજીને વૃક્ષ ઉપર ચડે છે તે ઓઘસંજ્ઞા. આવી રીતે દશ સંજ્ઞા હોય છે. આ પ્રમાણે વનસ્પતિને આશ્રયીને અવિરતિદોષ બતાવ્યો. તે જ પ્રમાણે પૃથ્વીકાયના જીવોને માટે પણ જાણી લેવું–હડતાલ, સોમલ, ક્ષાર વગેરેથી વિકલૈંદ્રિય, તિર્યંચ તથા મનુષ્યોનો વઘ પ્રત્યક્ષ જોવામાં આવે છે એ હિંસા અને કૂવામાં રહેલો પારો અશ્વ ઉપર બેસીને આવેલી સ્ત્રીનું મુખ જોઈ ઊછળીને તેની પાછળ દોડે છે એ કામચિહ્ન સ્પષ્ટ છે. બાકી પૂર્વની જેમ જાણવું. જળ પણ ક્ષાર પ્રમુખના વિશેષપણાથી મીઠા જળના અને પૃથ્વીકાય વગેરેના જીવોને હણે છે. નદીઓના પૂર વખતે મનુષ્ય તથા પશુપ્રમુખનો મોટો વઘ થાય છે. અગ્નિ, તાપ તથા શોષણ વગેરેથી જળના જીવોને હણે છે. તે સર્વ તરફ ઘારવાળા શસ્ત્રરૂપ હોવાથી તેનામાં સર્વને દહન કરવાની શક્તિ છે, તેથી તેને જે પ્રાપ્ત થાય તે સર્વને તે હણી નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226