Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૪ પર્વતના જેવા આયુષ્યવાળા થાઓ' એમ આશિષ આપે છે. પછી તેમને જેમ લાવ્યા હતા તેમ લઈ જઈ, જન્મગૃહમાં શય્યા પર બેસાડી, તેમની સમીપે ભક્તિથી ગીતગાન કરે છે. આ દેવીઓ ભુવનપતિ જાતિની છે એમ બહુશ્રુત પુરુષોએ નિશ્ચય કરેલો છે, કારણ કે શ્રી ઠાણાંગસૂત્રમાં કેટલીક દિક્કુમારીઓનું વર્ણન કરતાં તેમની સ્થિતિ એક પલ્યોપમની કહેલી છે. સમાન જાતિને લીધે આ દેવીઓનું આયુષ્ય પણ તેટલું જ સંભવે છે. આ દેવીઓ અપરિગૃહીતા છે, તેથી તેમને દિકુમારી કહે છે. આ પ્રમાણે દિક્કુમા૨ીઓએ કરેલો પ્રભુનો જન્મોત્સવ શ્રીજંબુદ્રીપપન્નતિમાંથી લઈને અહીં સંક્ષેપથી લખ્યો છે. વ્યાખ્યાન ૧૯૯ ઇંદ્રકૃત જન્મોત્સવ सिंहासनं सुरेंद्रस्य, कंपते युधि भीरुवत् । अवधिनाऽर्हतां जन्म, ज्ञात्वा तदुत्सवं चरेत् ॥ १॥ ભાવાર્થ “પ્રભુના જન્મવખતે ઇંદ્રનું આસન, રણભૂમિમાં ભીરુ જન કંપે તેમ કંપાયમાન થાય છે, તેથી ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ જાણી તેમના જન્મનો ઉત્સવ કરે છે.’’ વિશેષાર્થ-ઇંદ્રકૃત જિનજન્મોત્સવનો પ્રકાર આ પ્રમાણે છે–ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રભુની ઉત્પત્તિ જાણી સિંહાસનથી ઊભા થઈ, સાત-આઠ પગલાં પ્રભુની દિશા તરફ ચાલી, વિનયથી શક્રસ્તવવડે સ્તુતિ કરી, પાછા આવી, પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી આ પ્રમાણે ચિંતવે કે ‘અહીં ત્રિકાળ ઉત્પન્ન થતા ઇંદ્રનો એવો આચાર છે કે તેમણે અરિહંત પ્રભુનો જન્માભિષેક કરવો.' આમ નિશ્ચય કરી પાયદળ સેનાના નાયક હરિણગમેષી દેવને બોલાવી કહે કે ‘તું સુઘોષા ઘંટા વગાડ અને આપણા સ્વર્ગના સર્વ દેવતાઓને અમારું પ્રસ્થાન જણાવ.' પછી તે દેવ ઇંદ્રની આજ્ઞા માથે ચઢાવી યોજનપ્રમાણ મંડળવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર વગાડે. તે વગાડતાં જ બત્રીશ લાખ વિમાનની બત્રીશ લાખ ઘંટાઓ દિવ્ય પ્રભાવથી એક સાથે વાગે. તેમનો ધ્વનિ શાંત થતાં તે દેવ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરે કે‘હે દેવતાઓ! તમે ઇંદ્ર સાથે જિનેશ્વર ભગવંતના જન્મકલ્યાણકના ઉત્સવ માટે તત્પર થઈ ચાલો. સત્વર સજ્જ થઈ જાઓ.’’ આ પ્રમાણેની ઉદ્ઘોષણા સાંભળી સર્વ દેવતાઓ પોતપોતાનાં વાહન તૈયાર કરી જિનભક્તિ માટે જવા ઉત્સુક થાય. પછી ઇંદ્ર પાલક નામના યાન વિમાનના સ્વામી દેવને વિમાન સજ્જ કરવા આજ્ઞા કરે. તે દેવ જંબુદ્વીપ જેવડું (લાખ યોજનનું) પાંચસો યોજન ઊંચું પાલક નામનું વિમાન સજ્જ કરી ત્યાં લાવે. શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે ‘‘ચાર વસ્તુ લોકને વિષે સમાન છે—સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસો, જંબુદ્વીપ, પાલક નામનું યાન વિમાન અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન–આ ચારે વાનાં લક્ષયોજન પ્રમાણનાં છે.’’ આ ઉપરથી પાલક વિમાન પ્રમાણાંગુલ નિષ્પન્ન લક્ષ યોજનનું જાણવું. તે વિમાનમાં પશ્ચિમ સિવાય ત્રણ દિશાએ ત્રણ ત્રણ પગથીઆવાળા એકેક દ્વાર હોય છે. મધ્યમાં અનેક રત્નમય સ્તંભોથી પૂર્ણ પ્રેક્ષાગૃહમંડપ હોય છે. તેની મધ્યે રત્નપીઠિકા ઉપર ઇંદ્રનું સિંહાસન હોય છે. તેનાથી વાયવ્ય કોણમાં, ઉત્તરમાં અને ઈશાન કોણમાં ચોરાશી હજાર સામાનિક દેવતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226