Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ એવી રીતે ઈશાન ઇંદ્ર પણ લઘુપરાક્રમ નામે પોતાના સેનાપતિદેવ પાસે મહાઘોષા નામની ઘંટા વગડાવે. પછી પુષ્પક નામના દેવતાની પાસે પુષ્પક નામનું વિમાન તૈયાર કરાવી તેમાં બેસી શક્ર ઇદ્રની જેમ આવે. તે દક્ષિણ બાજુના માર્ગે આકાશમાંથી ઊતરી નંદીશ્વરદ્વીપ ઉપરના ઉત્તરપૂર્વ વચ્ચેના રતિકર પર્વત ઉપર આવે. ત્યાં તે વિમાનનો સંક્ષેપ કરી મેરુગિરિ ઉપર આવી શક્ર ઇંદ્રની જેમ પ્રભુની સ્તુતિ કરી શ્રી જિનેશ્વર ભગવંતને સેવે. એવી રીતે બાકીના ઇદ્રોનું પણ મેરુપર્વત ઉપર આગમન શક્ર ઇંદ્રની જેમ જાણી લેવું. આ ઉત્સવમાં સર્વ ઇદ્રોનું એકી સાથે આગમન થાય છે. બઘા મળીને ચોસઠ ઇંદ્રો આવે છે. તે આ પ્રમાણે–વૈમાનિકના દશ ઇદ્રો, ભુવનપતિના વીશ ઇંદ્રો, વ્યંતરોના બત્રીશ ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર-એમ ચોસઠ ઇદ્રો જાણવા. જ્યોતિષ્કના જોકે અસંખ્યાતા ઇંદ્રો આવે છે તથાપિ જાતિની અપેક્ષાએ સૂર્ય ને ચંદ્ર એ બે જ ગણેલા છે. સમવાયાંગસૂત્રમાં તો વ્યંતરના ૩૨ ઇદ્રો સિવાયના બત્રીશ દ્રો આવે એમ કહેવું છે. તેમાં નવમા દશમા કલ્પનો એક ઇંદ્ર અને અગિયારમા બારમા કલ્પનો એક ઇંદ્ર હોવાથી વૈમાનિકના દશ ઇંદ્રો જાણવા. વૈમાનિક ઇંદ્રોનો પરિવાર આ પ્રમાણે છે–પહેલા કહ્યું ચોરાશી હજાર સામાનિક દેવતા, બીજે એંશી હજાર, ત્રીજે બોંતેર હજાર, ચોથે સિત્તેર હજાર, પાંચમે સાઠ હજાર, છટ્ટે પચાસ હજાર, સાતમે ચાળીશ હજાર, આઠમે ત્રીસ હજાર, નવમા ઇંદ્રના વીશ હજાર અને દશમા ઇંદ્રના દશ હજાર સામાનિક દેવતા હોય છે અને તેથી ચાર ચારગણા અંગરક્ષક દેવ હોય છે. ઇત્યાદિ તેમનો પરિવાર જાણવો. પહેલા બીજા સિવાય બાકીના દેવલોકની ઘંટાઓનાં નામ આ પ્રમાણે છે–ત્રીજે, પાંચમે, સાતમે અને દશમે કલ્પે સુઘોષા નામની ઘંટા છે અને તેનો વાદક હરિણગમેષી દેવ હોય છે અને ચોથે, છઠે, આઠમે અને બારમે ઘંટા તથા સેનાનીનાં નામ વગેરે પૂર્વે કહેલા ઈશાન ઇંદ્રની પ્રમાણે છે, એટલે ઘંટા મહાઘોષા નામે અને વગાડનાર લઘુપરાક્રમ નામે સેનાપતિ છે. વૈમાનિક દશ ઇંદ્રોનાં વિમાનનાં નામ અનુક્રમે પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવાસ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર છે અને વિમાનમાં નામ પ્રમાણે તે વિમાનના અધ્યક્ષદેવતા છે. ભુવનપતિમાં ચમરેંદ્રને ઓઘસ્વરા નામે ઘંટા, દ્રુમ નામે સેનાની અને પાલક વિમાનથી અર્થ પ્રમાણવાળું વિમાન છે તથા તેનો ધ્વજ પણ મહેંદ્રધ્વજથી અર્થ પ્રમાણવાળો હોય છે. એવી રીતે બલદ્રને મહૌઘસ્વરા નામે ઘંટા અને મહાદ્રુમ નામે સેનાપતિ છે. બાકીના દક્ષિણ નિકાયના નવ ઇંદ્રોનો ભદ્રસેન નામે સેનાપતિ છે અને ઉત્તરના નવ ઇદ્રોનો દક્ષ નામે સેનાપતિ છે. તેમના વિમાન અને ધ્વજ ચમરેંદ્રથી અર્થ પ્રમાણવાળા હોય છે; તથા નાગકુમારાદિ નવે નિકાયમાં ઘંટા મેઘસ્વરા, હંસસ્વરા, ક્રૌંચસ્વરા, મંજુસ્વરા, મંજુઘોષા, સુસ્વરા, મઘુસ્વરા, નંદિસ્વરા અને નંદિઘોષા નામે અનુક્રમે છે. - દક્ષિણ બાજુના વ્યંતરેંદ્રોની ઘંટા મંજુસ્વરા નામે છે અને ઉત્તર બાજુના ઇદ્રોની ઘંટા મંજુઘોષા નામે છે. તેમનાં વિમાન એક હજાર યોજન વિસ્તારવાળાં અને ધ્વજ એકસો પચીશ યોજન ઊંચાં હોય છે. જ્યોતિષીમાં ચંદ્રની સુસ્વરા નામે ઘંટા અને સૂર્યની સુસ્વરનિઘોષા નામે ઘંટા છે. બાકીનું ૧ નવમા દશમાનો ને અગિયારમા બારમા દેવલોકનો ઇંદ્ર એકેક હોવાથી તેની ઘંટા દશમા ને બારમા દેવલોકમાં જ હોય છે. ઈંદ્રોની સભા પણ ત્યાં જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226