Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 176
________________ વ્યાખ્યાન ૧૯૭] ચ્યવનકલ્યાણક વર્ણન ૧૬૭ આયુષ્ય બાંધ્યું હોય છે તો તે નરકભૂમિમાં પણ જાય છે.’’ આનો ભાવાર્થ એવો છે કે અરિહંતપદ સમ્યક્ત્વ છતે જ બંધાય છે, તેથી તે જીવ મરણ પામીને વૈમાનિક દેવતા જ થાય છે, પણ સમ્યક્ત્વ અને જિનપદની પ્રાપ્તિ થયા અગાઉ કોઈ જીવે નારકીનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તો તે દશારસિંહ (કૃષ્ણ), સત્યકી અને શ્રેણિક વગેરેની જેમ નરકે પણ જાય છે અને ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. જીર્ણસંગ્રહણીમાં કહ્યું છે કે પહેલી ત્રણ નરકથી નીકળેલા જીવ તે પછીના ભવમાં તીર્થંકર થાય છે; બાકીની ચાર નરકમાંથી નીકળેલા તીર્થંકર થતા નથી. ચોથી નરકમાંથી નીકળી સામાન્ય કેવળી થાય છે, પણ જિવેંદ્ર થતા નથી. પાંચમી નરકમાંથી નીકળી સર્વવિરતિરૂપ સાધુપણું પામે છે પણ કેવળજ્ઞાન પામતા નથી. છઠ્ઠી નરકમાંથી નીકળી પાંચમું ગુણઠાણું (શ્રાવકપણું) પામે, પણ મુનિપણું પામતા નથી. સાતમી નરકમાંથી નીકળી સમ્યક્ત્વ–સમ્યગ્દર્શન પામે છે પણ બીજો ગુણ પામતા નથી.'' આ અર્થને જ વિશેષે કરીને કહે છે-“પહેલી નરકમાંથી નીકળી ચક્રવર્તી થાય છે. બીજી નરકમાંથી નીકળી વાસુદેવ બળદેવ થાય છે, ત્રીજીમાંથી નીકળી જિન થાય છે. ચોથી નરકમાંથી નીકળી ભવાંત કરે છે અર્થાત્ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. પાંચમીમાંથી નીકળી મનુષ્યપણું ને સાધુપણું પામે છે. છઠ્ઠી નરકમાંથી નીકળેલાને અનંતરભવે મનુષ્ય થવાની ભજના છે. કોઈ મનુષ્ય થાય છે અને કોઈ નથી પણ થતા. જે મનુષ્ય થાય છે તે પણ સર્વ સંયમના લાભથી રહિત થાય છે, દેશવિરતિ થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલા નિશ્ચયે નરપણું પામતા જ નથી, પણ તિર્યંચયોનિમાં અવતરે છે ત્યાં સમતિ પામી શકે છે. (આ પ્રસંગે લખવામાં આવ્યું છે.)’’ અહીં પ્રશ્ન થાય છે કે ચાર દેવનિકાયમાં કયા નિકાયમાંથી આવેલા જિન થાય? તેના ઉત્તરમાં કહેવાનું કે—વૈમાનિક નિકાયમાંથી જ આવીને જિન થાય. કહ્યું છે કે “બળદેવ ને ચક્રવર્તી સર્વ દેવનિકાયમાંથી આવીને થાય છે અને અરિહંત તથા વાસુદેવ એ માત્ર વિમાનવાસીમાંથી આવીને જ થાય છે. વાસુદેવના ચિરત્ર (વાસુદેવહિંડ)માં તો નાગકુમારમાંથી નીકળી અનંતરભવે એરાવતક્ષેત્રે આ અવસર્પિણી કાળમાં જિન થયેલા વર્ણવ્યા છે. તત્ત્વ શાની જાણે. ‘‘જેણે સ્કુરાયમાન તીર્થંકરનામકર્મ મેળવ્યું હોય છે તે તે કર્મના ઉદયથી અહીં મનુષ્યગતિમાં જગત્પતિ જિનેશ્વર થાય છે.’’ વ્યાખ્યાન ૧૯૭ ચ્યવનકલ્યાણક વર્ણન હવે તીર્થંકરોનું ચ્યવનકલ્યાણક વર્ણવે છે— देवभवं च तत्सौख्यं मुक्त्वा च्युत्वेह सत्कुले । श्रीमतो भूपतेर्भार्याकुक्षावुत्पद्यते जिनः ॥ १ ॥ ભાવાર્થ—“દેવતાનો ભવ અને દેવગતિ સંબંધી સુખ મૂકી ત્યાંથી ચવીને કોઈ પણ રાજાની ઉત્તમ રાણીની કુક્ષિમાં જિનેશ્વરનો જીવ ઉત્પન્ન થાય છે.’’ વિશેષાર્થ જે જીવ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરે છે તે દેવભવ સંબંધી સુખ મૂકી ત્યાંથી ચવીને આ મનુષ્યક્ષેત્રને વિષે કર્મભૂમિમાં ઉત્તમ કુળની અંદર ધનાઢ્ય રાજાની શીલ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226