Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 162
________________ વ્યાખ્યાન ૧૯૨ દેવદ્રવ્ય ભક્ષણના દોષ ૧૫૩ પાઈને તેનો કોઠો શુદ્ધ કર્યો અને જે પાત્રમાં તેણે આહાર લીધો હતો તે પાત્રને છાણ તથા રક્ષાનો (રાખનો) લેપ કરી ત્રણ દિવસ સુઘી તડકે રાખ્યું, ત્યાર પછી તે ગ્રહણ કરવા યોગ્ય થયું. તે મુનિએ સૂરિ પાસે પાપની આલોચના કરી અને તપસ્યા વડે શુદ્ધ થઈ સંયમ વડે આત્મસાઘન કર્યું. આ કથા ઉપરથી સાર એ ગ્રહણ કરવો કે ‘શ્રાવકે અધિક દ્રવ્ય આપીને પણ દેવદ્રવ્ય લેવું નહીં, તેમ જ શ્રાવકોને પરસ્પર દેવદ્રવ્ય ધીરવું કે આપવું નહીં.’’ વળી દેવદ્રવ્ય સંબંધી જ દોષ કહે છે– दीपं विधाय देवानां पुरतो गृहमेधिना । તેન રીપેન નો ગેહે, વર્તનઃ પ્રતધ્વનઃ ॥શા ભાવાર્થ-શ્રાવકે દેવ સમક્ષ દીપક કરીને તે દીપક વડે ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહીં.’’ દેવદીપક સંબંધી કથા ઇંદ્રપુર નામના નગરમાં દેવસેન નામે એક ઘનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર એક ઊંટડી હમેશાં આવતી હતી. ભરવાડ તેને મારીને પોતાને ઘેર લઈ જતો હતો, છતાં પુનઃ તે ઊંટડી પેલા શેઠને ઘેર આવતી હતી. એક વખતે શેઠે ગુરુને પૂછ્યું–‘આ ઊંટડી મારે જ ઘેર પ્રીતિથી આવે છે તેનું શું કારણ?' સૂરિ બોલ્યા—“આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી. તે પ્રતિદિન જિનેશ્વરની આગળ દીવો કરીને પછી તે દીવા વડે ઘરનાં કામ કરતી અને ઘૂપના અંગારા વડે ચૂલો સળગાવતી હતી. તે પાપથી આ ભવે તે ઊંટડી થઈ છે. પૂર્વભવે તારી માતા હોવાથી તને પુત્રને અને પોતાના ઘરને જોઈ તે તારે ઘેર આવવાથી ખુશી થાય છે. હવે તું તેની પાસે જઈ તેને પૂર્વભવના નામથી બોલાવી તેના કાનમાં દેવદ્રવ્યને વિનાશ કરવાની હકીકત કહીશ તો તે જાતિસ્મરણજ્ઞાન અને બોધ પામશે.’’ શેઠે ગુરુના કહેવા પ્રમાણે કર્યું એટલે તે તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામી, પછી ગુરુની સાક્ષીએ સચિત્ત વગેરેનો નિયમ લઈ, મનના પશ્ચાત્તાપ વડે પૂર્વના પાપ બાળી દઈ તે ઊંટડી દેવપણાને પ્રાપ્ત થઈ. આટલા માટે જ પૂર્વસૂરિઓએ કહ્યું છે કે “જિનેશ્વર ભગવંતની પૂજાભક્તિને નિમિત્તે દીપ, ધૂપ કરીને પછી જે મૂઢ તેના વડે મોહથી પોતાનું કાર્ય કરે છે તે બહુ વાર તિર્યંચપણું પામે છે.’ માટે દેવસંબંધી દીપકથી સંસારી લેખ વાંચવા નહીં, (ઘરના) સાવદ્ય નાણાની પરીક્ષા કરવી નહીં અને તે દીપ વડે પોતાના કામનો બીજો દીપક પણ સળગાવવો નહીં. ઉપલક્ષણથી દેવસંબંધી કેશરચંદનમાંથી પોતાને લલાટે તિલક કરવું નહીં અને દેવજળથી પોતાના હાથ પણ ઘોવા નહીં, પણ જો કોઈ સ્નાનાદિક માટે જળ લાવીને ચૈત્યમાં મૂકે તો તેના વડે હાથ ધોવામાં દોષ નથી. એ પ્રમાણે સર્વ કાર્યમાં વિવેક કરવો. હવે ચૈત્યદ્રવ્ય શીઘ્ર આપી દેવું તે વિષે કહે છે– Jain Education International चैत्यायत्तीकृतं द्रव्यं, दातव्यं शीघ्रमेव च । वृद्धिश्च देवद्रव्यस्य, निष्पाद्यो शुद्धबुद्धिभिः ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226