________________
[19] યતનાના સ્થળે પ્રાપ્ત થતું હોવાથી યતનાસ્થલીલ મૈથુન કિંચિત અપવાદરૂપ થઈ જવાથી ઊંચા-નીચાની જેમ ઉત્સર્ગ અને અપવાદની કુલ સંખ્યા સંગત થાય છે અને આ પ્રકારના તાત્પર્ય માં જ બનાવવા ૩T' એ સૂત્રથી ઉત્સર્ગ–અપવાદની અન્ય વ્યાપકતા દર્શાવી હોવાનું સિદ્ધ થાય છે. અનુકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં ઉત્સર્ગનું પાલન અને પ્રતિકૂળ દ્રવ્યાદિમાં અપવાદસેવન સ્વસ્વસ્થાને ઉચિત છે. એટલે જ જિનેશ્વરદેવે એકાન્ત કયાંય પણ કશાનું વિધાન કે નિષેધ નહીં કરતા પ્રયોજનાનુસાર નિર્દભપણે ઉત્સર્ગ -અપવાદના પાલનને ઉપદેશ કર્યો છે. (જુઓ પૃ. ૨૫૫–૨૫૬)
મેક્ષના યોગ-ઉપાયો અસંખ્ય હોવાથી એક–એકનું પ્રતિપાદન કરવા જાય તો કયારે પાર આવે? એટલે “રેગ ટાળે તે ઔષધ' એ ન્યાયે મપાયનું સામાન્ય લક્ષણ જણાવી દીધું છે કે જેનાથી દોષને નિરોધ થાય અને પૂર્વસંચિત કર્મની નિર્જશ થાય તે બધા ય ક્ષો પાયરૂપ છે. (પૃ. ૨૫૬–૨૫૭) કોઈ એવી શંકા કરે કે ઉત્સર્ગ–અપવાદ ભાવે શાસ્ત્રવચનની વ્યવસ્થા કરીને પણ જે વિરોધ પરિવાર શક્ય હોય તે પછી જૈનેતર વેદાદિ શાસ્ત્રમાં પણ તે શકય હેવાથી આપવાદિક યજ્ઞીવહિંસાના વિધાને પણ પ્રમાણભૂત થઈ જશે–તે આવી શંકાને સચોટ રદીયે આપતા ગ્રન્થકારે સાફ જણાવી દીધું છે. કે જૈનવચનમાં જે રીતે સ્વસ્વ ઉચિત સ્થાને ઉત્સર્ગ અને અપવાદને રજુ કરાયા છે તે પ્રમાણે વેદાદિ વચમાં રજુઆત ન હોવાથી, ત્યાં તે વિના પ્રયજન હિંસાદિન વિધારે હોવાથી જૈન અને જૈનેતર વેદાદિ વચનમાં ધરતીને આકાશ જેટલું અંતર છે. (પૃ. ૨૫૮) વળી જૈનશામાં અપવાદસ્થાને જે જયણું દર્શાવી છે તેની તે ગંધ પણ વૈદિક વચનમાં છે નહીં.
[આચરણાનું પણ આજ્ઞાવત પ્રામાણ્ય) જયણ પણ આજ્ઞાનુસારી હોય તે પ્રમાણુ, તે આચરણ મુજબની જયણું પ્રમાણ ખરી કે નહીં ? તેના ઉત્તરમાં પ્રથકારે જણાવ્યું કે અવિરુદ્ધ આચરણ આજ્ઞામય જ છે અર્થાત પ્રમાણ છે પરંતુ આચરણાના નામે દુષમકાળ વગેરેના બહાના કાઢીને પોતાના પ્રમાદાચરણને માર્ગરૂપે જાહેર કરનાર અસંવિમજનોની આચરણા પ્રમાણભૂત નથી. (પૃ. ૨૬૩) ભાદરવા સુદ ચોથની સંવત્સરીની જેમ અશઠપણે સંવિમગીતાર્થ પુરુષે મૂલોત્તરગુણ વિરોધી ન હોય તેવી જે આચરણ પ્રવર્તાવી હાય તેમજ અન્ય તેવા જ ગીતાર્થો એ તેનું નિવારણ નહીં કરતાં સમર્થન કર્યું હોય તે જ આચરણ અવિરુદ્ધ અર્થાત પ્રમાણભૂત કહી શકાય. આ પ્રસંગે ગ્રન્થકારે સ્વપક્ષી પણ મસ્તકમુ ડોથી ચેતતા રહેવા ખાસ ભલામણ કરી છે.
જિનવચનથી ઉલટા ચાલનારાઓ પ્રત્યે પણ ગ્રન્થકારે ઠેષ ન રાખવા જણાવ્યું છે- તેમને જોતાં તજ ઊકળી ઊઠવું, એમની કોઈ પ્રશંસા આદિની વાત સહન ન થવી કે પછી એની નિંદાટીકા આદિમાં અરુચિ દર્શાવીને એ બાબતમાં નહીં ઉતરવાની પૂ. ઉપા૦ મહારાજની સલાહ વર્તમાનમાં ખાસ ધ્યાન દેવા
કહેવાય. (આ પૃ. ૨૬૫) અસંવિસો સાથે રહેવામાં ભયસ્થાને તો ઘણી છે જ કિંતુ એવાની સાથે રહેવું જ પડે એવા સંયેગો ઊભા થયા હોય ત્યારે શી રીતે રહેવું તેનું ગ્રન્થકારે ખુબ જ સચોટ અને સુંદર માર્ગદર્શન પુરું પાડયું છે જે આજે આંતરિક મુંઝવણ અનુભવતા સંયમના ખપી સંવિગ્ન સાધુઓને માટે ઘણું કીમતી છે. (પૃ. ૨૬૭)
. ૧૫૦થી ગ્રન્થકારે “સદ્દગુરુ' તત્વની મીમાંસાનું પ્રકરણ શરૂ કર્યું છે. ઉત્સર્ગોપવાદ જ્ઞાતા હોય, ક્રિયેદ્યમી હેય, પ્રવચનને દઢ અનુરાગ હેય, સ્વ સમય પ્રજ્ઞાપક હય, પરિણત હેય પ્રજ્ઞાવાન હેય તેને સદ્ગુરુ ગણાવ્યા છે. આ ગુણેથી વિયુક્ત હોવા છતાં ગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલાની ગ્રન્થકારે સખત રીતે ઝાટકણી કાઢી છે. (પૃ. ૨૭૨) ઉપદેશ માળા અને સમ્મતિ ગ્રન્થના આધારે સ્પષ્ટ જણાવી દીધું છે કે જે શાસથી પરિણત ન હોય તે ગમે એ હેય તે પણ સિદ્ધાન્તને દુશ્મન છે. (પૃ. ર૭૩). બીજી બાજુ