________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobrirth.org
‘ભાવયાત્રા’ એ અત્યંત પાવરફુલ ભક્તિ યોગ છે. તેનાથી આત્મા પ્રભુભક્તિમાં તરબોળ બની જાય છે. મન એક પરમ શુભ યોગમાં સ્થિર અને એકાગ્ર બનતા લખલૂટ નિર્જરા થાય છે. પરમાત્મા પ્રત્યેના હાર્દિક બહુમાન નિત ભક્તિ અને સદભાવથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે.
પરમાત્માને ભાવવંદનાથી અહંભાવના બુભુક્કા બોલાય છે, અને વંદના જનિત પુન્ય અને ગુણોના પ્રભાવે પૂજક સર્વત્ર પ્રીતિપાત્ર આદરપાત્ર બને છે,
17.
ભાવયાત્રા એ લય સ્વરૂપ છે, એટલે આ યાત્રાના લયમાં અંતે સાધક સ્વયં અતિમય બની જાય છે. આવુ પ્રચંડ સાર્મથ્ય છે ભાવયાત્રાનું..!
અરિહંત આ વિશ્વનું શ્રેષ્ઠ તત્વ છે. તેમને ભાવ વંદના કરવી એ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. મારા પરમોપકારી ગુરુદેવશ્રી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. “અરિહંત” ના પરમ ઉપાસક છે. તેમના રોમે રોમે અરિહંતનો વાસ છે. શ્વાસે શ્વાસે અરિહંતનું ધ્યાન છે. અને વચને વચને અરિહંતનો નાદ છે.
આ બુક, તેમના જીવનની સાધનાનો ‘નિસ્યંદ’ કહી શકાય, તેમના હૃદયની ભાવનાનો “શબ્દદેહે સાક્ષાત્કાર” કહી શકાય, તેમના વર્ષોના અનુભવનું ‘અમૃતફળ’ કહી શકાય, તેમના દ્વારા આલેખિત આ આખી બુક તેઓને અક્ષરશઃ કંઠસ્થછે. હૃદયસ્થ છે. અર્થાત્ ત્રણે લોકની તમામ પ્રતિમાજીઓના સ્થાન સંખ્યા તેઓના હૃદયમાં સ્વનામવત્ અંકિત છે. ઘણીવાર રાત્રે બાર-એક વાગે ઊઠી “શાયતા તીર્થોની ભાવપાત્રા” એ ઉપડી જતા તેઓને નિહાળ્યા છે. અસ્ખલિત પણે બોલી બોલીને એક એક પ્રતિમાજીને યાદ કરતા જાય. પ્રભુજીને આંખ સામે જાણે પ્રત્યક્ષ લાવતા જાય અને વાંદતા જાય... રાત્રિની નીરવ શાંતિમાં લગાતાર ૨ થી ૩ કલાક ચાલતી આ ભાવયાત્રામાં ઓળપોળ બનવાની મસ્તી અને આનંદ કેવો અલૌકિક હશે એ તો માણનારા જ અનુભવી શકે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપે “અરિહંતની ઉપાસના” અહી સવિસ્તાર રજૂ કરાઈ છે. નામ નિક્ષેપમાં પાંચે ભરતક્ષેત્ર, પાંચે ભૈરવતક્ષેત્ર, પાંચે મહાવિદેહક્ષેત્રના ઉપલબ્ધ રૂષભ-અજિત વિ. વર્તમાન, અતીત, અનાગત ચોવીશી, બત્રીશી વગેરેના નામો દ્વારા પરમાત્માને વંદના, સ્થાપના નિક્ષેપમાં ત્રણે લોકના શાશ્વત-અશાશ્વત પ્રતિમાને વંદના.. દ્રવ્ય નિક્ષેપમાં ભૂતકાળમાં થએલા અને ભવિષ્યમાં થનારા શ્રેણિક વિ. ના જીવરૂપ પદ્મનાભાદિ જિનને વંદના અને ભાવ નિક્ષેપમાં વર્તમાનકાળે વિચરતા સીમંધરસ્વામી આદિ વીશ તીર્થંકરોને ચિત્રપૂર્વક વંદના કરવામાં વર્તમાનમાં પ્રસિદ્ધ તીર્થો અને પાર્શ્વનાથભગવાન વિ. પણ સંકલિત નયોગની સાધના માટે આ
સચોટ, સવિસ્તાર અને સચિત્ર વિગતો સભર આ વિષયનું આ સૌ પ્રથમ પ્રકાશન છે.
ન
ધ્યાનમાં રહે... કે એક વાર વાંચીને શો કેસમાં મુકવા જેવુ આ પુસ્તક નથી. રોજ... તે ન બને તો વારંવાર વાંચવા જેવું છે. જેઓ ઘરડા-માંદા, અશક્ત અને પથારીવશ છે તેમણે તો પુનઃ પુનઃ આ પુસ્તકનું પારાયણ કરવું જ રહ્યું. કારણ... પાને પાને... પંકિત, પંક્તિએ પરમાત્માને વંદના કરાઈ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ વંદનાનો ભાવ જ પ્રકૃષ્ટ પુન્ય સર્જન કરે છે. મનને અશુભમાં જતુ રહી શુભમાં પ્રવૃત્ત રાખે છે.
રોગાદિની પીડામાં સ્વસ્થતા-પ્રસન્નતા આપે છે. અને અંત સમયે અપૂર્વ સમાધિ આપે છે.
કિંમતી આર્ટ પેપર, આકર્ષક ફોર કલર ડિઝાઈનીંગ અને સુંદર પ્રિન્ટીંગ સાથે એક નવલુ નજરાણુ પ્રકાશિત થઈ રહ્યું છે. તે આનંદનો વિષય છે જ પણ... મારે મન તો... પૂજ્ય ગુરુદેવશ્રીની વર્ષોની ભાવના અને મહેનત આજે સાકાર થઈ રહી છે. તે તેના કરતાં પણ અતિ આનંદનો વિષય છે.
આવી છે. આ સિવાય પણ શત્રુંજય, ગિરનારાદિ તીર્થપતિઓ, ૧૦૮ અન્ય તીર્થો, ૧૦૮ કરવામાં આવ્યા છે. એટલે જ ભક્તિયોગ અને પુસ્તક બેનમૂન નજરાણા સમાન છે.
મુનિ રત્નબોધિ વિજય, મુનિ કૃપારત્ન વિજય, મુનિ સૌમ્યરત્ન વિજય, મુનિ નયપ્રેમ વિજય, મુનિ તીર્થપ્રેમ વિજયજીએ આ કાર્યમાં પોતાની સુઝ-બુઝને સારી કામે લગાડી છે. પ્રારંભિક તબક્કે રાજુલ આર્ટ (મુંબઈ) વાળા રાજુભાઈ તથા એમ. બાબુલાલ પ્રિન્ટરીવાળા ધવલભાઈનો પણ અનુમોદનીય પ્રયત્ન રહ્યો. બાઘ રૂપ-રંગથી પણ આ ગ્રંથનું આંતર સૌદર્ય ઘણું ખીલી ઉઠયુ છે.
અંતે એટલી જ ભાવના વ્યક્ત કરીશ કે આ પુસ્તકના શબ્દે શબ્દની રટણાથી અનેક પુન્યાત્માઓ ત્રણ લોકના તારક તીર્થોની વારંવાર ભાવ્યાત્રાઓ કરી અરિહાના અનન્ય ઉપાસક બનવા દ્વારા અંતે અરિહંતમય બને.
એજ...
For Private and Personal Use Only
BEI
Acharya Shri Kalassagarsuri Gyanmandir
૫.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરિશિય પંન્યાસ કલ્યાણબોલિ વિજય