Book Title: Tran Bhashya Bhavarth ahit Author(s): Jain Shreyaskar Mandal Mahesana Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 8
________________ પીઠિકા, | મુતજ્ઞાન રૂપી પુરુષનાં એ પાંચ અંગને પ્રમાણ માનવાં તે સમ્યગદ્રષ્ટિનું લક્ષણ છે, પરન્તુ સૂત્ર તે ભગવંતનું વચન છે; માટે પ્રમાણુ અને ટીકાઓ વિગેરે તો છદ્મસ્થ (અસર્વસ) આચાર્યોની કરેલી છે માટે અપ્રમાણ છે ઇત્યાદિ કવિકલ્પ કરવા તે મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. કેમકે ટીકા વિગેરેના કર્તા આચાર્યો પણ અત્યંત પ્રમાણિક અને ભવભીરૂ હતા. આ પહેલી ગાથામાં મંગળ અને અભિધેય ઉપરાંત “શ્રતાનુસારે કહીશ” એ પદથી સંવંધ પણ ગુરુ પર્વકમ રૂપે દર્શાવ્યો છે, અને પ્રજન અર્થપત્તિથી સમજવું કે આત્મહિત કરવું ને કરાવવું એજ આ ગ્રંથ રચનાનું પ્રયોજન છે. એ પ્રમાણે નુવંધ ચતુષ્ટય કહ્યું, છે “ચૈત્યવંદનને અર્થ છે ચૈત્વ એટલે દેહરાસર અથવા પ્રતિમા એમ બે અર્થ થાય છે, પરન્તુ આ ગ્રંથમાં વિશેષતઃ “ પ્રતિમા ” અર્થ મુખ્ય છે, તેથી તે શ્રી જિનેન્દ્રની પ્રતિમાને વંદન એટલે વંદના-નમસ્કાર કરે તે ચૈત્યવંદન, અને તે વંદન કરવાને વિધિ દર્શાવનાર આ ગ્રંથ ચિત્યવંદન ભાષ્ય કહેવાય, અવતર –હવે આ ૪ ગાથાવડે ચૈત્યવંદનનાં ૨૪ મૂળદ્વાર અને તેના ૨૦૯૪ ઉત્તરભેદ કહેવાય છે, સૂત્રો છે, શ્રી ભદ્રબાહુ સ્વામિ કૃત નિર્યુક્તિઓ છે, મહાભાષ્ય કલ્પભાષ્ય વ્યવહારભાષ્ય આદિ અનેક ભાળે છે, આવશ્યક ચૂર્ણિ આદિ પૂર્વધર રચિત ચૂણિઓ છે અને સર્વની વૃત્તિઓ પ્રસિદ્ધ છે. એ પ્રમાણે પંચાંગી ચુકત શ્રુતજ્ઞાન વર્તમાન સમયે પણ ભવ્ય પ્રાણિઓને ઉપકાર કરતું વિજયવંત વર્તે છે. ૧ નમૂત્થણે તથા અરિહંત ચેઈયાણ આદિ ચત્યવંદનસૂત્રોના અર્થ રૂપે આ ગ્રંથ માગધી ભાષામાં છંદ પદ્ધતિએ રચાયેલો હોવાથી, તેમજ ચિત્યવંદન મહાભાષ્યને સંક્ષેપ હોવાથી પણ આ ગ્રંથનું ચૈત્યવંદ્રન માણ અથવા લધુ ચૈત્યવંદનભાષ્ય નામ કહેવું તે ઉચિત છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 276