Book Title: Tran Bhashya Bhavarth ahit Author(s): Jain Shreyaskar Mandal Mahesana Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 7
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, દણાઈ સુવિયારે એ પદો વડે આ ગ્રંથમાં જે વિષય કહેવાને છે તે વિષય (મા) દર્શાવ્યો, અને શેષ પદો વડે ગ્રંથની રંપરામતા દર્શાવી, કે જેથી આ ગ્રંથ મતિકલ્પના રૂપ નથી પરન્તુ સત્રાદિ પંચાંગીને અનુસરે કહેલ છે એમ સ્પષ્ટ કર્યું. ત્યાં સૂત્રાદિ પંચાંગી આ પ્રમાણે - શ્રી તીર્થકર ભગવતે જગતના ભાવોને વિકીર્ણ (ટાં છૂટાં) પુષ્પવત અર્થરૂપે પ્રપે છે, તેને શ્રી ગણધર ભગવંતે માળાની પેઠે યથાયોગ્ય છંદબદ્ધ અથવા ગદ્યબદ્ધ ગ્રંથરૂપે સંકલિત કરે છે (મેળવે છે) તે સૂઝ, (અથવા સંપૂર્ણ ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વ સુધીના જ્ઞાની મહર્ષિઓ તેમજ પ્રત્યેક બુદ્ધ મહર્ષિએ જે ગ્રંથ રચે તે પણ સૂત્ર કહેવાય છે. તથા તે સૂત્રને નય નિક્ષેપની યુક્તિ પૂર્વક જે અર્થ પ્રાકૃતમાં છંદ પદ્ધતિએ ચદ પૂર્વધર મુનિઓ રચે છે તે નિર્ણજિત, તથા સૂત્રને અથવા નિર્યુકિતને જે વિશેષ અર્થ પ્રાથ: પૂર્વધરે પ્રાકૃત ભાષામાં છંદ પદ્ધતિથી રચે છે તે માથ; તથા સૂત્રને અથવા ભાષ્યને જે વિશેષ અર્થ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષામાં (મિશ્રરૂપે) રચાય તે જૂળ પ્રાય: પૂર્વધર મહર્ષિ રચે છે. તથા સુત્ર ભાષ્ય અને નિર્યક્તિને જે વિશેષ અર્થ કેવળ સંસ્કૃત ભાષામાં અપૂર્વધરે પણ ગદ્યબંધ રચે છે તે વૃત્તિ અથવા ટી ઈત્યાદિ કહેવાય છે. એ પંચાંગી વર્તમાન સમયે પણ વિજયવંત વર્તે છે. ૧ શ્રી તીર્થકર ભગવતનું જ્ઞાન તે તમામ, શ્રી તીર્થંકર પાસેથી (અનન્તર પણે) પ્રાપ્ત થયેલું શ્રી ગણધરનું જ્ઞાન તે અનંતરામ, અને ત્યારબાદ શિષ્ય પ્રશિષ્યની પરંપરાએ ઉત્તરોત્તર ચાલ્યું આવતું શેષ આચાયાદિકનું જ્ઞાન તે પરંપરામ. પરંતુ સૂત્રને અંગે ગણધરનું જ્ઞાન આત્માગમ, તેમના શિષ્યનું અનંતરાગમ અને પ્રશિષ્યનું પરંપરાગમ (ઈતિ અનુગદ્વારે). ૨ આ પાંચે અર્થ આચારાંગાદિ સૂત્રોને અંગે હોવાથી શેપ પ્રકીર્ણ ગ્રંથ માટે વિસંવાદ ન વિચારો. ૩ વર્તમાન સમયમાં આચારાંગ આદિ (શ્રીસુધર્મા ગણધર કૃત)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276