Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 16
________________ (તસ્વાર્થ : જૈન દર્શનની WEB-SITE) “પ દરિસણ જિન અંગ ભણીજે.” આ છે અધ્યાત્મયોગી, પ્રાતઃ સ્મરણીય આનંદઘનજી મહારાજાના મુખરૂપી શક્તિમાંથી વેરાયેલા મોતી. નેમિનાથ પ્રભુની સ્તવના કરતાં કરતાં આકસ્મિક એક સાધકના અંતસ્તલમાંથી પ્રશ્નનો પ્રાદુર્ભાવ થયો- પ્રભુ ! તું કેવો છે ? તારું રૂપ-તારું સ્વરુપ કેવું છે ? તારો સાક્ષાત્કાર કઈ રીતે થાય ? સાધકના જ હૃદયખંડના એક ખૂણામાં રહેલ પરમાત્મ તત્ત્વએ પ્રત્યુતર આપ્યો - “પડુ દરિસણ જિન અંગ ભણીજે.” જેમ ઘડો માટીથી ભિન્ન નથી, માટીથી જુદો દેખાતો નથી, ઘડાનું સ્વરુપ મૃત્મય છે. જેમ સુવર્ણની વીંટી સોનાથી ભિન્ન નથી, કાંચનમય છે. તેમ પરમાત્માનું આંતરિક તત્ત્વ પડુ દર્શનથી ભિન્ન નથી. પડુ દર્શનની સમ્ય પિછાણ એ જ પરમાત્માના વાસ્તવિક સ્વરુપની ઓળખાણ છે. પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ એટલે કે જૈન દર્શન પડુ દર્શનમય છે, ષડુ દર્શનથી ભિન્ન નથી. જૈન દર્શન ષડું દર્શનમાં વ્યાપીને રહેલો છે. એવા ષડું દર્શનાત્મક જૈન દર્શનમાં ઉચ્ચ હરોળમાં સ્થાન પામી શકે એવો ગ્રંથ છે - તત્ત્વાર્થધિગમ સૂત્ર. જાણે કે- જૈન દર્શનની WEB-SITE. આત્મા કોને કહેવાય ? આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શું? મોક્ષ એટલે શું? What is the Path-Way of Slavtion ? (=મોક્ષમાર્ગ કોને કહેવાય ?) કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય? ઈત્યાદિ વર્તમાનના તમામ Burning Problemsના સચોટ, સમ્યગુ, તર્કબદ્ધ ઉત્તરો મેળવવાનું એક માત્ર સ્થળ - ઉમાસ્વાતિજી વાચક વિરચિત તત્ત્વાર્થાધિગમસૂત્ર. એક જ સ્થળેથી તમામ જીવનજરૂરી આવશ્યક ચીજ-વસ્તુ મેળવવા માટે Departmental store ખોલવાની પ્રણાલિકા આધુનિક, અર્વાચીન નથી. પૂર્વે પણ અલગ અલગ દર્શનો પોતાની સમગ્ર માન્યતાની જાણકારી માટે પોત-પોતાના સ્વતંત્ર ડીપાર્ટમેન્ટલ સ્ટોર ખોલતા જ હતા. જેમ કે વેદાંત દર્શને પોતાની સમગ્ર માન્યતાની એક જ સ્થળે ઉપલબ્ધિ થાય તે માટે “બ્રહ્મસૂત્ર' નામક સ્ટોર ઉભું કર્યુ. ન્યાય દર્શને પોતાના સંપૂર્ણ મતના રસથાળને પીરસતું “ન્યાયસૂત્ર' અભિયાનક શોપીંગ જનસમક્ષ રજૂ કર્યું. યોગ દર્શને “યોગસૂત્ર', સાંખ્ય દર્શને “સાંખ્યસૂત્ર' વગેરે નવા-નવા ડીપાર્ટમેન્ટલ સ્ટોરોનું Opening તત્કાલીન કૂદકે ને ભૂસકે થયે જ રાખતા હતા. જનતાને પણ જૈન દર્શન પાસે એવા જ કોઈક ડીપાર્ટમેન્ટલ સ્ટોરની અપેક્ષા હતી અને એ જ અરસામાં લોકોની અપેક્ષા પૂર્ણ કરવા, લોક-જરૂરીયાતને પહોંચી વળવા ઉમાસ્વાતિજી મહારાજાએ ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર એ વિશેષણથી વિભૂષિત થયેલ ડીપાર્ટમેન્ટ સ્ટોર તો ન કહેવાય પણ અત્યાધુનિક સામગ્રીઓથી સુસજ્જ એવું 'Malls’ નું Opening કર્યું. કે જેમાં એકવાર પ્રવેશ કર્યા પછી તરેહ-તરેહની, ચિત્તાકર્ષક itemsને જોવા, માણવા, ખરીદવા (આત્મ-પ્રતિષ્ઠિત કરવા) મન લાલચું, લંપટ બન્યા વિના રહે નહિ.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 462