Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ અધ્યાયઃ ૯ સૂત્ર: ૧ બેથઇજશે કેમકે ચોથે ગુણઠાણે મનુષ્યાયુ,દેવાયુ અને જિનનામકર્મ બાંધી શકે છે તેથી અબંધ માત્ર આહારક દ્વિકનો જ રહેશે. પિપાંચમે ગુણઠાણે-કુલ ૫૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. અર્થાત્ આસ્રવ નિરોધ થાય છે. જેમાં ૪૧ પ્રકૃત્તિતો ઉપર ગણાવેલી જ છે વધારામાં વજ ઋષભનાચ સંહનન, મનુષ્યાયુ,મનુષ્યગતિ,મનુષ્યાનુપૂર્વી, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયાલોભ અને ઔદારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ એ દશ પ્રકૃત્તિનો બંધ ચોથા ગુણસ્થાનકને અંતિમ સમયે રોકાઈ જાય છે. પરિણામે આ ૫૧ પ્રકૃત્તિનો તે ગુણઠાણે સંવર થઈ જાય છે આહારક શ્ચિકનો સંબધ ચાલુ હોવાથી કુલ ૫૩ પ્રકૃત્તિનો બંધ થતો નથી અર્થાત્ ક૭ નો આસ્રવ ચાલુ રહી શકે છે. [] છ ગુણઠાણેઃ- કુલ-૫૫ પ્રકૃત્તિનો બંધવિચ્છેદ અર્થાત્ આગ્નવ નિરોધ થઈ જાય છે.તે આ રીતે - ૫૧ પ્રકૃત્તિનો પાંચમે ગુણઠાણે બંધ વિચ્છેદ થયો જ છે વધારામાં પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ જતાં બીજી ચાર પ્રકૃત્તિ બંધ વિચ્છેદ પામે છે. પરિણામે પપ-પ્રકૃત્તિ નો સંવર તો પાંચમા ગુણઠાણાના અંતિમ સમયે જ થઈ જાય છે. બે અબંધ પ્રવૃત્તિ હોવાથી કુલ ૫૭નોબંધ થતો નથી અર્થાતકફપ્રકૃત્તિનો બંધ થાય છે. [૭]સાતમે ગુણઠાણે-૬૧ અથવા ૬૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. અર્થાત આટલી પ્રકૃત્તિના આશ્રવનો નિરોધ થાયછે. પપ-પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ તો છક્ટ ગુણઠાણે કહેવાયો જ છે છઠ્ઠા ગુણઠાણાને અંતે છેલ્લા સમયે અશાતા વેદનીય,શોક અનેઅરતિમોહનીય,અસ્થિર-અશુભતથા અપયશ નામકર્મ એ છનો બંધ વિચ્છેદ થઈ જ જાય છે. અર્થાત૬૧ પ્રકૃત્તિનો તો સંવર થઈ જ જાય છે. જયારે દેવાયુનો બંધકરીને આવે ત્યારે તે પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થઈ જાય છે અને જો દેવાયુને છકે પ્રારંભ કરી સાતમે ગુણઠાણે બાંધે તે પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થતો નથી પરિણામે ૬૧ અથવા ૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. કોઈ અબંધ પ્રકૃત્તિ રહેતી નથી તેથી બંધ ૫૮ અથવા ૫૯ પ્રકૃત્તિનો થાય છે. [૮]આઠમે ગુણઠાણે- કુલ સાત ભાગ કહ્યા છે. જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે (૧)આઠમાના પ્રથમ ભાગે કર પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ (૨) આઠમાના બીજાથી છઠ્ઠા ભાગને આશ્રીને ૬૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ (૩)આઠમાના સાતમા ભાગે ૯૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ. અર્થાત્ આઠમાના એકથી સાત ભાગ સુધીમાં ૬૨ લઇને ૯૪ પ્રકૃત્તિ સુધીનો આશ્રવનિરોધ થઈ જાય છે. તે આરીતે (૧)આઠમાના પ્રથમ ભાગેઃ- ઉકત ૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે માટે ૨ પ્રકૃત્તિનો સંવરતો થવાનો જ છે. (૨)આઠમાના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ફ૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદકહ્યો છે કારણ કે નિદ્રા અને પ્રચલા એ બંનેનો બંઘ વિચ્છેદ પહેલા ભાગને અંતે થઈ જાય છે અર્થાત્ ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202