Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ગુણસ્થાનક બંધપ્રકૃત્તિ છઠ્ઠું ૬૩ સાતમું ૫૮/૫૯ આઠમું ૨૬ થી૫૮ નવમું ૧૮થી ૨૨ દશમું ૧૭ ...અગીયારમું બારમું તેરમું તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બંધવિચ્છેદ અબંધ સંવર કેટલો થાય ૨ ૫૫ પ્રકૃતિનો ૬૧/૬૨ પ્રકૃતિનો ૬૨થી૯૪ પ્રકૃતિનો ૯૮થી૧૦૨પ્રકૃતિ નો ૧ ૧ ૧ ૫૫ ૬૧/૬૨ ૬૨ થી૯૪ ૯૮થી૧૦૨ ૧૦૩ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ચૌદમું ૧૨૦ નોંધઃ- બંધ વિચ્છેદ પ્રકૃત્તિનો જ આસ્રવ નિરોધ સમજવો. ઉપરોકત સારણી નું સ્પષ્ટીકરણઃ ૧૦૩ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૨૦ પ્રકૃતિનો [૧] પહેલા ગુણઠાણેઃ- તીર્થંકર નામકર્મ,આહારક શરીર અને આહારક અંગોપાંગનો બંધ હોતોનથી,અર્થાત્ ૧૧૭ પ્રકૃત્તિનો જ બંધ સંભવે છે. છતાં આ ત્રણ પ્રકૃત્તિના આશ્રવનો નિરોધ ન કહેવાય કારણકે ત્યાં એ ત્રણના આશ્રવનો સંભવ જ નથી ગણ્યો. [૨]બીજા ગુણઠાણેઃ-નરકાયું,નરકગતિ,નરકાનુ પૂર્વી,એકેન્દ્રિય,બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ,સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ અને અસ્થિર ચારનામકર્મ, હુંડક સંસ્થાન,આતપ નામકર્મ,સેવાર્ત સંહનન,નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એ ૧૬ કર્મપ્રકૃત્તિ ઓને બંધ વિચ્છેદ પ્રથમ ગુણસ્થાનકને અંતે થઇ જ જાય છે. તેથી આ ૧૬ કર્મપ્રકૃત્તિઓના આશ્રવનો નિરોધ-સંવર થઇ જાય છે. અને તીર્થંકરનામ તથા આહારક દ્વિક ના આશ્રવ [-બંધનો] સંભવ ન હોવાથી બીજે ગુણઠાણે ૧૯ ન બંધાય પણ આ ત્રણ અબંધ પ્રકૃત્તિ કહેવાય. [૩]ત્રીજે ગુણઠાણેઃ- કુલ ૪૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. જેમાં ૧૬ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ તો પ્રથમ ગુણઠાણાને અંતે થઇ જાય છે બીજી પચીસ પ્રકૃત્તિમાં: તિર્યંચાયુ,તિર્યંચગતિ,તિર્યંચાનૂપર્વી,નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને થિણધ્ધિનિદ્રા, દુર્ભગ-દુઃસ્વર અને અનાદેય નામકર્મ, અનંતાનુબંધી-ક્રોધ-માન-માયા-લોભ, ન્યગ્રોધ પરિમંડલ,સાદિ, કુબ્જ અને વામન ચાર સંસ્થાન, ૠષભનારાચ, નારચ,અર્ધનારાય અને કીલિકા એ ચાર સંઘયણ,નીચગોત્ર,ઉદ્યોતનામકર્મ,અશુભ વિહાયોગતિ અને સ્ત્રી વેદ એ પચીશ પ્રકૃત્તિનો બંધવિચ્છેદ થાય છે. બીજા ગુણ સ્થાનક ને અંતે આ ૪૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આસ્રવ નિરોધ થઇ જ જાય છે અને પાંચ અબંધ પ્રકૃત્તિ કહી છે જેમાંની ત્રણ અબંધ પ્રકૃત્તિ પૂર્વના ગુણઠાણા મુજબ સમજી લેવી –વધારામાં મનુષ્ય અને દેવાયુનો બંધ પડતો નથી. [૪]ચોથે ગુણઠાણેઃ- પણ કુલ ૪૧ પ્રકૃત્તિનો જ બંધ વિચ્છેદ થાય છે અર્થાત્ આસ્રવ નિરોધ આ ૪૧નો તો થાય જ છે. પણ કુલ અબંધ પ્રકૃત્તિ જે ત્રીજે ગુણઠાણે પાંચ હતી તે ઘટીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202