________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સર્વજ્ઞ વીતરાગાય નમ:
શ્રી સદગુરુદેવાય નમઃ શ્રી ઉમાસ્વામી વિરચિત
મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા
પ્રથમ અધ્યાય
(મંગલાચરણ) मोक्षमार्गस्य नेतार भेत्तारं कर्मभूभृताम्।
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये।। અર્થ - મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત ચલાવનાર, કર્મરૂપી પર્વતોના ભેદનાર અર્થાત્ નાશ કરનાર. વિશ્વના અર્થાત્ બધાં તત્ત્વોના જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું-વંદન કરું છું.
સંક્ષિપ્ત અવલોકન (૧) આ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રનો વિષય શું છે તે ટૂંકમાં જણાવવાની જરૂર છે.
(૨) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ “મોક્ષશાસ્ત્ર” અથવા તત્વાર્થસૂત્ર” રાખ્યું છે. જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે, પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુ:ખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુ:ખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે તેથી તેનું નામ “મોક્ષશાસ્ત્ર” રાખવામાં આવ્યું છે મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ તેથી વસ્તુનું સાચું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com