Book Title: Taporatna Ratnakar Author(s): Ratnakarvijay Publisher: S M P Jain Sangh View full book textPage 7
________________ તપ, પૂર્વોપાર્જિત કર્મરૂપ પર્વતને ભેદવામાં વધુ સમાન છે. તપ, કામદેવની જવાળાના સમૂહને શાંત કરવા માટે પાણી સમાન છે. તપ, ઇંદ્રિયસમૂહરૂપી સપને વશ કરવામાં ગારૂડી મંત્ર સમાન છે. તપ, અજ્ઞાનરૂપી અંધકારરાશિને દૂર કરવામાં દિવસ સમાન છે. તપ, લબ્ધિ તેમજ લક્ષ્મીરૂપી લતાને વિકસ્વર કરવામાં મૂળ સમાન છે. માટે કઈ પણ જાતની પૃહા-આકાંક્ષા રહિત બનીને મનુષ્ય વિવિધ પ્રકારના તપનું આચરણ કરવું જોઈએ. कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्निं विना, दावाग्निं न यथापरः शमयितुं शक्तो विनाम्भोधरम् । निष्णातः पवनं विना निरसितु नान्यो यथाम्भोधरम् , काँधं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा ॥ ભયંકર જંગલને દગ્ધ કરવામાં કેણ સમર્થ ? દાવાનળ. દાવાનળને શાન્ત કરવામાં કોણ સમર્થ? મેઘ. મેઘને વિખેરી નાખવામાં કોણ સમર્થ ? પવન. તેવી જ રીતે કર્મસમૂહને હણવામાં-દૂર કરવામાં એક માત્ર તપ જ સમર્થ છે. કલ્પવૃક્ષ તે સાંસારિક ભેગ-વિલાસની પૂતિ કરે, પણ શાસ્ત્રકાર ભગવતેએ તે તપને અભૂત કલ્પવૃક્ષની ઉપમા આપતાં જણાવ્યું છે કે –Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 494