Book Title: Taporatna Ratnakar Author(s): Ratnakarvijay Publisher: S M P Jain Sangh View full book textPage 5
________________ અપેક્ષાને લઈને દેવે પણ દશ દષ્ટતથી દુર્લભ માનવ—જીવન પ્રાપ્ત કરવા માટે ઝંખના કરે છે. માનવ જીવનનું ચણતર ધર્મના દ્રઢમૂળ પાયા પર જ નિર્ભર છે. માનવજીવનનું તે જ ધર્માચરણ છે. જો માનવજીવનમાંથી એ તેજ લુપ્ત થયું તે તે જીવનની કિમત નૂર વિનાના હીરા જેવી એટલે કે કાચના કટકાની માફક નહીવત્ છે.. દાન, શીલ, તપ અને ભાવ એ ચારે ધર્મના સ્તંભે છે. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મકરણી નિર્જરાના હેતુભૂત છે, પરંતુ નિકાચિત કર્મોનો ક્ષય માટે તે “તપ” એ જ એક અમેઘ ઉપાય છે. તીર્થંકર પરમાત્મા ચકવતી, વાસુદેવ, બળદેવ, મહર્ષિ અને પ્રાભાવિક આચાર્ય ભગવતે પણ તપશ્ચરણથી શિવસુખ પ્રાપ્ત કરી શક્યા છે. અનંતી પુણ્યરાશિવાળા ચકવતી પણ છ ખંડની સાધના પ્રસંગે વારંવાર અઠ્ઠમતપનું અવલંબન લે છે, એ જ હકીકત. “તપ”ની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. શ્રીમંતને સાધનસંપન્ન હોય તે જ દાનધર્મનું આચરણ કરી શકે, વિશુદ્ધ શીલનું પાલન કરવા માટે પણ મને મળ ને સાનુકૂળતા જોઈએ પરંતુ સામાન્ય માનવી પણ ભાવના શીલતાથી શરીરશક્તિ પ્રમાણે તપ-ધર્મનું સેવન કરી શકે છે. આગમગ્રંથમાં આ હકીકતને. દર્શાવતાં સંખ્યાબંધ દેખાતે ઉપલબ્ધ થઈ શકે છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 494