________________
ગણાય છે, અને તે નિમિત્તનું સ્નાત્ર વિગેરે પણ પહેલી એકમે કરાય છે. - ૨ (બીજ) ની વૃદ્ધિ હોય ત્યારે, એકમ બે કરાય છે. પણ બે બીજ કરાતી નથી. પંચાંગની પહેલી બીજે એકમ ઔદયિકી નહિ હોવા છતાં, તે દિવસે બીજી એકમ કરાય છે. અને તે ઔદયિકી એકમ તરીકે જ ગણાય છે. એટલે જ બે એકમ માની બીજી એકમે એકમની આરાધના કરાય છે. પણ બેસતું વર્ષ કે બેસતે મહિને અહીં પણ પહેલી એકમે કરાય છે.
૩ (ત્રીજ) ની વૃદ્ધિ હોય ત્યારે, બે ત્રીજ કરાય છે, અને ત્રીજની આરાધના બીજી ત્રીજે કરાય છે.
૪ (ચોથ) ની વૃદ્ધિ હોય ત્યારે બે ચોથ કરાય છે.
પ (પાંચમ) બે હોય ત્યારે. બે ચોથ કરાય છે, અને ચોથની આરાધના પંચાંગની પહેલી પાંચમે બીજી ચોથા માનીને કરાય છે. પણ બે પાંચમ કરાતી નથી. તે રીતે લૌકિક પંચાંગમાં ભાદરવા સુદી બે પાંચમ હોય ત્યારે પણ આરાધનામાં શાસ્ત્રાનુસારી અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની મર્યાદા મુજબ બે ચોથ કરાય છે, અને બીજી ચોથે એટલે પંચાંગની પહેલી પાંચમે બીજી ચોથ માનીને તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ બે ત્રીજ કરાતી નથી તેમ બે પાંચમ કરાતી નથી. - ૬ (છઠું) ની વૃદ્ધિ હોય, ત્યારે, બે ૬ કરાય છે, અને ૬ ની આરાધના બીજી છટ્ટે કરાય છે.
૭ (સાતમ) ની વૃદ્ધિ હેય, ત્યારે બે સાતમ કરાય છે, અને ૭ની આરાધના બીજી સાતમે કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org