Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah
Catalog link: https://jainqq.org/explore/001763/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - તપાગચ્છીય - તિથિ પ્રણાલિકા વિજયનન્દનસૂરિ મૂલ્ય : રૂ, ૧=૦૦ For Private Personal use only . Page #2 -------------------------------------------------------------------------- ________________ अई તપાગચ્છીય તિથિ પ્રણાલિકા W વિજયનન્દનસૂરિ Page #3 -------------------------------------------------------------------------- ________________ સવ અધિકાર સુરક્ષિત પ્રાપ્તિ સ્થાન જસવંતલાલ ગીરધરલાલ શાહ, ઠે. ૩૦૯/૪ દેશીવાડાનીપોળ, ખત્રીની ખડકી અમદાવાદ-૧ પ્રકાશક બાબુલાલ લાલભાઈ શાહ, દેશીવાડાની પોળ અમદાવાદ–૧ મુદ્રક: શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ કાંકરિયા રેડ અમદાવાદ-૨૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ નમે નમઃ શ્રી ગુરૂનેમિસૂરયે ઉપક્રમ હંમેશા દરેક કર્મકાંડમાં દરેક સ્થળે તિથિની પ્રધાનતા હોય છે. તિથિની ઘડી-પળ સાથેની સમજણ ચાલુ પંચાંગમાં મળી રહે છે. પણ આરાધનામાં તિથિની પ્રમાણુતા કઈ રીતે માનવાની હોય છે ? તે બાબત-“ઉદયંમિ જ તિહી” ક્ષચે પૂર્વાર” વૃદ્ધોઉત્તરા” “યાં તિથિં સમનુપ્રાય.” વગેરે વિધિ-નિયમ વચનોને અનુસાર ચાલી આવતી પર પરાથી યથાર્થ રીતે સમજી શકાય છે. પરંપરા પણ એક આગમરૂપ છે, અને તે શાસ્ત્ર-સાપેક્ષભાવે અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આરાધનામાં તિથિની યથાર્થ સમજણ માટે આ “તપાગચ્છીય તિથિપ્રણાલિકા લખવામાં આવી છે અને તે સ્વપરના કલ્યાણના ઉદ્દેશથી લખાઈ છે. આ તપાગચ્છીય તિથિ પ્રણાલિકાનું સંશોધન પંન્યાસશ્રી સૂર્યોદય વિજયજી ગણીવરે કરેલ છે. વિજયનન્દનસૂરિ Page #5 -------------------------------------------------------------------------- ________________ शरण्य ! पुण्ये तव शासनेऽपि, संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये, संदेग्धि वा विप्रतिपद्यते वा ॥ सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્યશાસનસમ્રાટ જગદ્ગુરૂ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબ Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પરમપૂજ્ય પ્રાતઃ સમરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજસાહેબ Jain Bication International Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ यदीयसम्यक्त्वबलात् प्रतीमोभवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥ अस्मादृशां प्रमाद--ग्रस्तानां चरणकरणहीनानाम् । अब्ध पोत इवेह, प्रवचनरागः शुभोपायः ॥ वीतराग ! सपर्यात - स्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥ X Page #11 -------------------------------------------------------------------------- ________________ . . . . . तिथिः शरीरं तिथिरेव कारणं, तिथिः प्रमाणं तिथिरेव साधनम् ॥ . I . Page #12 -------------------------------------------------------------------------- ________________ 8 જૂન ગ નમઃ | श्री स्तंभनपार्श्वनाथाय नमः ॥ અનતશ્વિનિપાનાચ શો નૌતમલવામિને નમઃ नमो नमः श्री गुरुनेमिसूरये ॥ શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધશ્રી શ્રમણુસંઘની શાસ્ત્ર અને શ્રી વિજ્યદેવસૂરીય સુવિહિત– પરંપરા મુજબ અવિચ્છિન્નપણે ચાલી આવતી તિથિવિષયક શુદ્ધ પ્રણાલિકા ૧૨ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ. લૌકિક પંચાંગમાં પર્વ અને અપર્વ બંને તિથિઓની વધઘટ આવે છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની વધઘટ કરાતી નથી. પણ પર્વતિથિની વધઘટમાં અપર્વ તિથિની વધઘટ કરાય છે, તેમજ પર્વ તિથિ અને અપર્વતિથિ ભેગી કરાતી નથી. બે પર્વતિથિ પણ ભેગી કરાતી નથી. પણ તેના બદલે અપર્વતિથિની વધઘટ વિગેરે કરાય છે. પર્વ તિથિ મુખ્યપણે બાર ગણાય છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ. આ ૧૨ પર્વ તિથિની પંચાંગમાં વધઘટ હોય ત્યારે આરાધનામાં અપર્વ. તિથિની વધઘટ કરાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક-તિથિ એ નિત્ય પર્વતિથિ નથી. કલ્યાણક તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવી છે જરૂર. પણ તે કલ્યાણક તિથિ બાર પર્વતિથિની માફક તે નથી જ ગણું. કારણકે કલ્યાણક તિથિની વધઘટ પંચાંગમાં હોય, તો પણ તે વધઘટ આરાધનામાં તે પ્રમાણે જ ગણાય છે. તેના બદલે બીજી તિથિની વધઘટ આજ સુધીમાં શ્રીવિજયદેવસૂરીય પરંપરામાં કરાઈ જ નથી. અને તે મર્યાદા વ્યાજબી જ ચાલી આવે છે. કારણકે બારપર્વતિથિ તે નિત્યપર્વ તિથિ છે. અને કલ્યાણક તિથિ વિ. તે નૈમિત્તિક પર્વ તિથિ છે. અને બંનેમાં આટલે તફાવત વાસ્તવિક છે. એટલે જ ૧૨ પર્વ તિથિની વધઘટમાં આરાધનામાં અપર્વતિથિની વધઘટ કરાય છે. પણું કલ્યાણક તિથિની વધઘટમાં બીજી તિથિની વધઘટ કરાતી જ નથી. ૧૨ પર્વ તિથિમાં અપવાદ વચનને અવકાશ નિત્ય રહે છે. વળી– “ક્ષા પૂવ.” “દૃીકરા.” વચનને અવકાશ નિત્યપર્વ તિથિરૂપ જે ૧૨ પર્વતિથિ તેમાં સંપૂર્ણપણે રહે છે, અને બાકીની અપર્વતિથિ તથા નૈમિત્તિકપર્વ તિથિરૂપે કલ્યાણક વિગેરે તિથિમાં યથાસંભવ વિભાષાએ અવકાશ છે. "क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः, क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेविधानं बहुधा समीक्ष्य' ચતુર વાદુ વસ્તિ ” આ રીતે જ વ્યવસ્થા પ્રાચીનકાળથી ચાલી આવી હાવાથી તિથિમાં અને તિથિની આરાધનામાં કેઈ પ્રકારની બડ રહેતી નથી. ona Page #14 -------------------------------------------------------------------------- ________________ પર્વઅપર્વ તિથિના તિથિની તથા આરાધનાની શુદ્ધ પ્રણાલિકા લૌકિક પંચાંગમાં ૧(એકમ)ના ક્ષયે આરાધનામાં પણ એકમને ક્ષય કરાય છે, અને એકમની આરાધના બીજને દિવસે કરાય છે. બેસતું વર્ષ કે બેસતા મહિને બીજે ગણાય છે, તે નિમિત્તનું સ્નાત્ર વગેરે પણ બીજને દિવસે કરાય છે. પણ પુનમ-એકમ, અમાસ-એકમ, કે એકમ-બીજ, ભેગાં કરાતાં નથી. તેમજ એકમનું કાર્ય પુનમ કે અમાસના દિવસે કરાતું નથી. ૨(બીજ)ના ક્ષયે એકમને ક્ષય કરાય છે, અને ૧-૨, બંનેની આરાધના બીજને દિવસે કરાય છે. પણ ૧-૨ ભેગાં કરાતા નથી. ૩(ત્રીજ)ના ક્ષયે ત્રીજનો ક્ષય કરાય છે, અને ૩-૪ ભેગાં બેલાય છે, અને ગણાય છે. ત્રીજની આરાધના બીજના દિવસે કરાતી નથી. પણ એથના દિવસે ૩-૪ ભેગાં ગણીને બીજ પછીના દિવસે કરાય છે. ત્રીજની વર્ષગાંઠ પણ બીજ પછીના દિવસે જ ઉજવાય છે. તેમજ વૈશાખ શુદિ ત્રીજ (અખાત્રીજ) ને ક્ષય હોય ત્યારે પણ બીજ પછીના ઉત્તર દિવસેજ ૩-૪ ભેગાં ગણી વષીતપના પારણું કરાવાય છે. પણ વૈશાખ સુદ ત્રીજના ક્ષચે બીજને દિવસે વષીતપના પારણું કરાતા નથી, તેમ ૨-૩ ભેગાં કરાતાં નથી. કારણકે – તેમ કરવાથી વષી. તપની આરાધનામાં એક દિવસની આરાધના ઓછી પણ થાય છે. ૪થ)ના ક્ષયે એથને ક્ષય કરાય છે, અને ત્રીજચોથ ભેગાં બેલાય છે, અને ગણાય છે. ૩-૪ એ બંને તિથિની આરાધના ત્રીજને દિવસે ૩-૪ ભેગાં ગણીને કરાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ(પાંચમ)ના ક્ષયે ચેાથનો ક્ષય કરાય છે. અને ૩-૪ ભેગાં ગણી ૩-૪ નેની આરાધના એક જ દિવસે એટલે કે ત્રીજને દિવસે ૩-૪ ભેગાં માની કરાય છે. પણ ૪-૫ ભેગાં કરાતાં નથી. ૬(છઠ્ઠુ)ના ક્ષયે ના ક્ષય કરાય છે, ૬ની આરાધના પાંચમ-છઠ્ઠું ભેગાં માની પાંચમે કરાતી નથી. પણ છઠ્ઠુ–સાતમ ભેગાં ગણીને પાંચમ પછીના દિવસે—સાતમે કરાય છે. અષાડ શુદિ ૬ના ક્ષય હાય, ત્યારે શ્રી મહાવીર સ્વામીનું ચ્યવન કલ્યાણક પણ પાંચમ પછીના દિવસે છઠ્ઠુ–સાતમ ભેગાં ગણીને આરાધાય છે, અને કલ્યાણકના વરઘેાડા પણ તે દિવસે જ ચડાવાય છે. કારણકે- ભગવાનનું ચ્યવન પાંચમ પછીના અવ્યવ હિત ઉત્તર દિવસે જ થયેલ છે. તેમજ વૈશાખ શુદ્ધિ છવૈશાખ વદ ૬- કે શ્રાવણ શુદ્ધિ ૬ વગેરેના ક્ષય હાય, ત્યારે પણ પાંચમ પછીના દિવસે ૬-૭ ભેગાં ગણીને તે દિવસે જ શ્નની વર્ષગાંઠ ઉજવાય છે. ૭ (સાતમ)ના ક્ષયે ક્ષય સાતમના કરાય છે. અને ૭ની આરાધના ઝૂના દિવસે ૬-૭ ભેગા માની કરાય છે. ૮(આડમ)ના ક્ષયે સાતમનો ક્ષય કરાય છે, અને છ– સાતમ મને ના દિવસે ભેગાં માની ૬-૭ અનેની આરાધના છઠ્ઠના દિવસે કરાય છે. પંચાંગની સાતમના દિવસે આઠમ કરાય છે, અને તે દિવસે આઠમની આરાધના કરાય છે. પણ સાતમ-આઠમ ભેગાં કરાતા નથી. ૯(નામ)ના ક્ષયે ને ક્ષય કરાય છે. ૯ની આરાધના ૮-૯ ભેગાં માની આઠમે કરાતી નથી, પણ દશમના દિવસે ૯-૧૦ ભેગાં માનીને કરાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (દશમ)ના ક્ષયે ક્ષય ૧૦ ને કરાય છે. અને ૯ ના દિવસે –૧૦ ભેગાં ગણી ૯–૧૦ બનેની આરાધના ૯ ના દિવસે કરાય છે. એટલે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું જન્મકલ્યાણક (પોષ દશમી) પણું ૯-૧૦ ભેગાં ગણું તેમને દિવસે કરાય છે. પણ ૧૦–૧૧ ભેગાં ગણાતા નથી, અને ૧૦-૧૧ ભેગાં ગણી અગીયારશે પોષ દશમીની આરાધના કરાતી નથી. એવી રીતે ૧૦ની વર્ષગાંઠ પણ ( શ્રીજી વિગેરેની) નોમને દિવસે ૯-૧૦ ભેગાં માનીને કરાય છે, જ્યારે ૧૧નો ક્ષય હોય ત્યારે. ૧૨ (બારસ)ના ક્ષયે ૧૨ નો ક્ષય કરાય છે. અને ૧રની આરાધના ૧૧-૧૨ ભેગાં માની અગ્યારશે કરાતી નથી, પણ ૧૩ ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણીને ૧૩ના દિવસે કરાય છે. ૧૩ તેરશ) ના ક્ષયે ૧૩નો ક્ષય કરાય છે. અને ૧૨ના દિવસે ૧૨–૧૩ ભેગાં ગણી ૧૨-૧૩ બન્નેની આરાધના ૧૨ ને દિવસે કરાય છે. ૧૪ (ચૌદશ) ના ક્ષયે ૧૩ ને ક્ષય કરાય છે અને ૧૨ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણું ૧૨-૧૩ બન્નેની આરાધના ૧રને દિવસે કરાય છે. પણ ૧૩–૧૪ ભેગાં ગણાતાં નથી, અને ૧૩-૧૪–ભેગાં ગણ ચૌદશે તેરશની આરાધના કરાતી નથી. અને તેથી જ ચૈત્ર શુદિ ૧૪ના ક્ષયે શ્રી મહાવીર જન્મ કલ્યાણુક ૧૩–૧૪ ભેગાં ગણી ચૌદશે ઉજવાતું નથી, આરાધાતું નથી. પણ ૧૩ નો ક્ષય કરી, ૧૨–૧૩ ભેગાં ગણું, બારશના દિવસે શ્રી મહાવીર જન્મ કલ્યાણક ઉજવાય છે, અને આરાધાય છે. તેરશની વર્ષગાંઠ હોય ત્યાં પણ ૧૪ના ક્ષયે તે પ્રમાણે જ સમજવું. અને તે જ પ્રમાણે ૧૨-૧૩ ભેગાં ગણીને ૧૨ના દિવસે વર્ષગાંઠ કાયમ ઉજવાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂનમ-અમાસના ક્ષયે ૧૩ને જ ક્ષય થાય. - ૧૫ (પૂનમ)ના ક્ષયે અને (અમાસ) ના ક્ષયે પણ ૧૩ ને ક્ષય કરાય છે, ૧૨ ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણાય છે, અને પંચાંગના ૧૩ના દિવસે છતી તેરશે ચૌદશ કરાય છે. તેમજ પંચાંગની ચૌદશે-છતી ચૌદશે પૂનમ કે અમાસ કરાય છે. પણ ૧૪-૧૫ કે ૧૪–૦)) ભેગાં કરાતાં નથી. જેથી ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ અને અમાસ, એ બંને સંયુક્ત પની જુદી-જુદી આરાધના પણ સચવાય છે, વળી ૧૪-૧૫ ના છઠ્ઠ તપની, કે ૧૪-૦)) ના છડું તપની આરાધના પણ સચવાય છે. પંચાંગની તેરશ ઓદયિકી ચૌદશ બને છે, અને ચૌદશ એ ઓદયિકી પૂનમ કે અમાસ બને છે. પૂનમ-અમાસના ક્ષય પ્રસંગે પંચાંગમાં છતી ચૌદશે તેરશે ચૌદશ કરાય છે, અને ચૌદશે પૂનમ કે અમાસ કરાય છે, તે “ફ પૂa એ વચનના આધારે જ કરાય છે. અર્થાત્ “ પૂર્વ એ વચનથી જ પંચાંગની તેરશ, એ ઔદયિકી ચૌદશ બને છે, અને પંચાંગની ચૌદશ, ઔદયિકી પૂનમ કે અમાસ બને છે. તેથી જ પૂર્વના મહાપુરૂષ આરાધનામાં આ રીતની જ પ્રણાલિકા અવિચ્છિન્નપણે પ્રમાણ કરતા આવ્યા છે. પર્વ–અપર્વ તિથિની વૃદ્ધિવેળાએ તિથિની તથા આરાધનાની શુદ્ધ પ્રણાલિકા. લૌકિક પંચાંગમાં ૧ (એકમ) ની વૃદ્ધિ હેય, અર્થાતએકમ બે હૈય, ત્યારે એકમ તરીકેની આરાધના બીજી એકમે કરાય છે. બેસતું વર્ષ કે બેસતો મહિને પહેલી એકમે Page #18 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે, અને તે નિમિત્તનું સ્નાત્ર વિગેરે પણ પહેલી એકમે કરાય છે. - ૨ (બીજ) ની વૃદ્ધિ હોય ત્યારે, એકમ બે કરાય છે. પણ બે બીજ કરાતી નથી. પંચાંગની પહેલી બીજે એકમ ઔદયિકી નહિ હોવા છતાં, તે દિવસે બીજી એકમ કરાય છે. અને તે ઔદયિકી એકમ તરીકે જ ગણાય છે. એટલે જ બે એકમ માની બીજી એકમે એકમની આરાધના કરાય છે. પણ બેસતું વર્ષ કે બેસતે મહિને અહીં પણ પહેલી એકમે કરાય છે. ૩ (ત્રીજ) ની વૃદ્ધિ હોય ત્યારે, બે ત્રીજ કરાય છે, અને ત્રીજની આરાધના બીજી ત્રીજે કરાય છે. ૪ (ચોથ) ની વૃદ્ધિ હોય ત્યારે બે ચોથ કરાય છે. પ (પાંચમ) બે હોય ત્યારે. બે ચોથ કરાય છે, અને ચોથની આરાધના પંચાંગની પહેલી પાંચમે બીજી ચોથા માનીને કરાય છે. પણ બે પાંચમ કરાતી નથી. તે રીતે લૌકિક પંચાંગમાં ભાદરવા સુદી બે પાંચમ હોય ત્યારે પણ આરાધનામાં શાસ્ત્રાનુસારી અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની મર્યાદા મુજબ બે ચોથ કરાય છે, અને બીજી ચોથે એટલે પંચાંગની પહેલી પાંચમે બીજી ચોથ માનીને તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ બે ત્રીજ કરાતી નથી તેમ બે પાંચમ કરાતી નથી. - ૬ (છઠું) ની વૃદ્ધિ હોય, ત્યારે, બે ૬ કરાય છે, અને ૬ ની આરાધના બીજી છટ્ટે કરાય છે. ૭ (સાતમ) ની વૃદ્ધિ હેય, ત્યારે બે સાતમ કરાય છે, અને ૭ની આરાધના બીજી સાતમે કરાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૮ (આઠમ) ની વૃદ્ધિ હોય, ત્યારે પણ બે સાતમ કરાય છે, અને સાતમની આરાધના પંચાંગની પહેલી આઠમે બીજી સાતમ માનીને કરાય છે. પણ આઠમ બે કરાતી નથી. ૯ (નેમ) ની વૃદ્ધિ હોય ત્યારે, બે નોમ કરાય છે. અને નામની આરાધના બીજી નેમે કરાય છે. ૧૦ (દશમ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે દશમ કરાય છે, અને દશમની આરાધના બીજી દશમે કરાય છે. ૧૧ની વૃદ્ધિએ બે ૧૦ કરીને બીજી દશમે જ પોષ દશમી કરાય. ૧૧ (અગિયારશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે દશમ કરાય છે. પણ બે ૧૧ કરાતી નથી. દશમની આરાધના પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને તે દિવસે કરાય છે. એટલે પંચાંગમાં માગશર વદી ૧૧ બે હોય, ત્યારે પિષ દશમી પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ કરી તે દિવસે કરાય છે, અને ઉજવાય છે. તેમજ પંચાંગમાં વૈશાખ શુદિ ૧૧ ની વૃદ્ધિ હોય, ત્યારે પણ શ્રી મહાવીરસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકની આરાધના પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને જ કરાય છે. અને તે “બીજી દશમ” ઔદચિકી દશમ બને છે. એ જ પ્રમાણે પંચાંગમાં મહાસુદ ૧૧ બે હોય, ત્યારે પણ પંચાંગની ઔદયિકી દશમે શ્રીયણજી તીર્થની વર્ષગાંઠ ઉજવાતી નથી. પણ પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને તે દિવસે ઉજવાય છે. તે પહેલી અગિયારશ જ ઔદયિકી દશમ બને છે. ૧૨ (બારશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે ૧૨ કરાય છે. અને ૧૨ ની આરાધના બીજી બારશે કરાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તેરશ) ની વૃદ્ધિ હોય, ત્યારે ૧૩ બે કરાય છે, ૧૩ ની આરાધના બીજી તેરશે કરાય છે. ચે. શુ. ૧૪ ની વૃદ્ધિએ બે ૧૩ કરીને બીજી તેરશે જ જન્મકલ્યાણક ઉજવાય. ૧૪ (ચૌદશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે તેરશ કરાય છે, અને પંચાંગની પહેલી ચૌદશે બીજી તેરશ કરી, ૧૩ની આરા-- ધના તે દિવસે કરાય છે. ૧૩ની વર્ષગાંઠ હોય તો તે દિવસે ઉજવાય છે. એટલે પંચાંગમાં ચૈત્ર શુદિ ૧૪ બે હેય, ત્યારે શ્રી. મહાવીર સ્વામીને જન્મ કલ્યાણકની આરાધના પણુ પંચાંગની પહેલી ચૌદશે બીજી તેરશ કરીને જ કરાય છે, અને કલ્યાણકને વરડે પણ તે બીજી તેરશના દિવસે જ ચઢાવાય છે. પણ એ ચૌદશ કરાતી નથી. તેમ પંચાંગમાં બે ૧૪ હેય, ત્યારે તેરશની આરાધના તથા તેરશનું કલ્યાણક અને કલ્યાણકને વરડે વિગેરે પંચાંગની તેરશે કરાતું નથી. પણું પંચાંગની પહેલી ચૌદશ આરાધનામાં ઔદયિકી તેરશ (બીજી) બને છે, અને તે દિવસે જ તેરશ સંબંધી ઉપયુકત આરાધના કરાય છે. પૂનમ-અમાસની વૃદ્ધિએ ૧૩ની જ વૃદ્ધિ કરાય ૧૫ (પૂનમ) કે ૦)) (અમાસ) ની વૃદ્ધિ હોય, ત્યારે પણ બે ૧૩ કરાય છે. પંચાંગની પહેલી પૂનમે અને અમાસે ચૌદશ કરાય છે, અને પંચાંગની બીજી પૂનમે કે બીજી અમાસે પૂનમ કે અમાસ કરાય છે. અને તે રીતે જ ૧૩ની કલ્યાણક વિગેરે આરાધના પંચાંગની ચૌદશે બીજી ૧૩ માનીને કરાય છે, અને ૧૪ ની આરાધના (પૌષધ-પખી–માસી પ્રતિક્રમણ વિ.) પંચાંગની પહેલી પૂનમે કે પહેલી અમાસે ૧૪ કરી, તેને ઔદયિકી ચૌદશ માનીને તે દિવસે કર ચ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અને પૂનમ-અમાસની આરાધના પંચાંગની બીજી પૂનમ કે અમાસે કરાય છે. - ભા. શુ. પની વૃદ્ધિએ બે ચેાથ કરવામાં જ આરાધ્ય પંચમીથી સંવત્સરીનું અનન્તર ચતુથીપણું તથા અવ્યવહિત પૂર્વવતિ પણું સચવાય છે, આ રીતે પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય એટલે ભા.સુ. ૫. બે હેય ત્યારે આરાધનામાં પંચાગની પહેલી પાંચમને ચેાથ કરી, તેને ઔદયિકી બીજી ચોથ માનીને તે દિવસે જ શ્રીસંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ પાંચમ એ કરાતી નથી. આ રીતે કરવામાં જ આરાધ્ય ભા. શુ. પંચમી દિનથી અવ્યવહિતપૂર્વવતિ પણું તથા અનન્તર ચતુથી. પણું સંવત્સરી મહાપર્વનું યથાર્થ રીતે સચવાય છે, અને આરાધાય છે. એટલે ભા. શુ. ૫ પંચાંગમાં બે હાય ત્યારે સંવત્ ૧૯૯૨ ની ભા. શુ. બીજી ચેથ રવિવારની સંવત્સરીની જેમ, તથા સં. ૧૯ત્રુ ની ભા શુ. બીજી ચેાથ ગુરૂવારની સંવત્સરીની જેમ આરાધ્ય પંચમીને દિન, જે પંચાંગની બીજી પાંચમના દિવસ, તેની અવ્યવહિતપૂર્વવતિ પહેલી પાંચમના દિવસે જ સંવત્સરી મહાપર્વ આરાધવું વ્યાજબી ગણાય અને તેમાં જ “વત્તા વિય sqp=” એ સર્વમાન્ય આગમ–વચનનું તાત્પર્ય અને પ્રામાય સમાયેલું છે અને–ભા.સુ. ૫ ને પંચાગમાં ક્ષય હેય, ત્યારે અન્ય પંચાંગના આધારે ભા. શુ. દ ને ક્ષય માની, ભા. શુ. અને અખંડ રાખીને ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ પાંચમને ક્ષય કરાતું નથી, તેમ ૪-૫ ભેગાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કરાતા નથી. તેમાં ત્રીજને ક્ષય કરાતો નથી. આ પ્રમાણેની તિથિની શુદ્ધ પ્રણાલિકા શાસ્ત્ર અને શ્રીવિજયદેવસુરીય પરંપરા પ્રમાણે આજ સુધી ચાલી આવી છે. - આ પ્રણાલિકા પ્રમાણે સંવત્સરીની આરાધના કરવાથી શ્રી કાલિકાચાર્ય ભગવંત પંચમીના રક્ષણાર્થે ચોથે પ્રવર્તાવેલા હેવાની અપેક્ષાએ પંચમીનું રક્ષણ પણ સચવાય છે, તેમ જ સંવત્સરી મહાપર્વનો અને આગામી બેસતા વર્ષનો એકજ વાર મળી રહે છે. એટલે– સેંકડે વર્ષોથી જે વારની સંવત્સરી હેય તે વારનું નવું બેસતું વર્ષ આવે છે, તે પણ મળી રહે છે. તિથિ પ્રરૂપણની પ્રાચીન મર્યાદા ડહેલાના તથા લવારની પોળના ઉપાશ્રયની છે તે પ્રમાણે અખિલ હિંદનો તપાસંઘ આરાધના કરતે આવ્યો છે. તિથિ-પ્રરૂપણની મર્યાદા અમદાવાદ પ. પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિવરના-ડહેલાના ઉપાશ્રયની અને લવારની પિળના ઉપાશ્રયની હોવાથી, તે બંને ઉપાશ્રયેથી તિથિનો અને સંવત્સરીને જે નિર્ણય બહાર પડે છે તે નિર્ણય અમદાવાદના તપાગચ્છના તમામ ઉપાશ્રયે કબૂલ રખાતો અને રખાય છે. તે નિર્ણય અમદાવાદની તપાગચ્છીય સલ શ્રીસંઘ કબૂલ રાખતા અને રાખે છે. અને તેજ નિર્ણય હિન્દુસ્તાનને સકલ તપાગચ્છીય શ્રીસંઘ પણ કબૂલ રાખતો આવ્યો છે, તેથી હિન્દુસ્તાન ભરના તમામ ગામોમાં તપાગચ્છ શ્રી સંઘમાં તિથિની અને સંવત્સરી મહાપર્વની એકજ સરખી આરાધના થતી આવી છે. અત્યાર સુધી આ રીતની જ પ્રણાલિકા ચાલી આવે છે. અમારા પૂજ્ય વડીલે તથા અમો પણ એ રીતે ડહેલાના ઉપાશ્રયની અને લવારની પોળના ઉપાશ્રયની પ્રણ * તિથિ-અરૂપન-ડહેલાના ઉપાયો નિર્ણય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લિકા પ્રમાણે સંવત્સરી મહાપર્વની અને તિથિની આરાધના કરતા આવ્યા છીએ, અને કરીએ છીએ. પહેલાના ઉપાશ્રય તથા લવારની પિળના ઉપાશ્રયની આરાધનાથી જુદા પડયા નથી, તેમ કાયમ ડહેલાના ઉપાશ્રય તથા લવારની પળના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ આરાધના કરવાની છે. વિ. સં. ૧૯૫ર વિ. માં ભા. શુ. પના ક્ષયે ને ક્ષય સકલ તપા. સંઘે કર્યો હતો. વિ. સં. ૧૫રમાં, ૧૯૬૧માં, ૧૯૮ઢ્યાં અને ૨૦૦૪ માં, પંચાંગમાં ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠને ક્ષય કરી, ભા. શુ. અને અખંડ રાખીને ભા. શુ. થે સંવત્સરી મહાપર્વની આરાધના તપાગચ્છીય સકલ શ્રીસંઘે કરી છે, અને તે વ્યાજબી થયું હતું. હવે સં. ૨૦૧૩માં અને ૨૦૧૪માં પંચાંગમાં ભા. શુ. પ ને ક્ષય હતું, પણ તે વખતે સં. ૧૯૫-૧૬૧-૧૯૮૯ વિ. ની જેમ ના ક્ષયવાળા અન્ય પંચાંગને આધાર ન લે. પણ ચાલુ પંચાંગ માન્ય રાખી, “ પૂર્વા. એ વચનાનુસારે ભા. શુ. જેથને દિવસે પાંચમ કરી, ભા. શુ. પાંચમને અખંડ રાખી, તે આરાધ્ય પંચમીના અવ્યવહિત પૂર્વ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવી, એ નિર્ણય ડહેલાના ઉપાશ્રયે તથા લવારની પિળના ઉપાશ્રયે થયે. તે રીતે આરાધના કરવાની જાહેરાત થઈ અને તે રીતે તપાગચ્છ શ્રી સંઘે આરાધના કરી. અમોએ પણ તે રીતે જ આરાધના કરી. એ બનને ઉપાશ્રયે પણ વિચાર ભેદ હતા. જોકે ડહેલાના ઉપાશ્રયમાં અને લવારની પિળના ઉપાશ્રયમાં બે વિચારો હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ (૧) ભા. શુ. પાંચમના ક્ષયે ચેાથને ક્ષય માન, આ ત્રીજને દિવસે ત્રાજ-ચેથ ભેગાં માની, ભા. શુ. જેથની સંવત્સરી કરવી, તેમજ ભા. શુ. ૫ બે હેય, ત્યારે ત્યાં બે ૪ કરવી, આ વિચારના આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મહારાજ હતા. (૨) જ્યારે આચાર્ય શ્રી વિજય સુરેન્દ્રસૂરિજી મહાશજવાળા (ડહેલાવાળા) ભા. શુ. પાંચમના ક્ષયે ચોથને ક્ષય ન કરે પણ ત્રીજને ક્ષય કરે, અને ભા. શુ. ૫ બે હાય ત્યારે બે ત્રીજ કરવી એ વિચારના હતા. પણ ભા. શુ. પાંચમને ક્ષય કરે નહિં, પાંચમને અખંડ રાખવી, બે પાંચમ કરવી નહિ, આરાધ્ય પાંચમના અવ્યવહિત પૂર્વદિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવી, આ વિચારમાં તે બન્ને એકમતજ હતા. તે તે તિથિના પ્રામાણ્યમાં તેનું દાયિકપણું જ પ્રાજક છે. તિથિના પ્રામાણ્યમાં તે તે તિથિને ભેગવટે કે તે તે તિથિની સમાપ્તિ પ્રાજક નથી. પણ “કિ ના ઉત્તરી a goo” આ સર્વમાન્ય વચનથી તે તે તિથિનું ઔદયિક પાણું જ તેમાં પ્રાજક છે, એમાં બે મત નથી. પંચાંગની ક્ષીણ અષ્ટમી પણ “ક્ષો પૂર્વા એ વચનથી સાતમના દિવસે દયિકી અષ્ટમી બને છે. - જ્યારે પંચાંગમાં પર્વ તિથિને ક્ષય હેય. એટલે એનું ઔદયિક પણું ન હોય ત્યારે આરાધનામાં “ક્ષ પૂa” એ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વચનથી પૂર્વાંની જે તિથિ છે, તે ક્ષીણ તિથિરૂપે પ્રમાણ અને છે. એટલે આઠમના ક્ષય હાય, ત્યારે “ક્ષયે પૂર્વા’આ વચનથી પૂર્વની જે સાતમ તિથિ છે, તે આડંમ તિથિરૂપે પ્રમાણ અને છે, અષ્ટમીરૂપે ઔદયિકી સિદ્ધ થાય છે. અર્થાત ત્યાં સપ્તમી તિથિમાં જે ઔયિકત્વ છે, તેની નિવૃત્તિ થાય છે. એટલે સાતમને ક્ષય કરાય છે, અને ‘ ક્ષયે પૂર્વાં” આ વચનથી આડેમમાં ઔદયિકત્વ પ્રાપ્ત થાય છે. પંચાંગમાં બે આઠમ હોય ત્યારે પહેલી આટૅમ પણ “વૃદ્ધો ઉત્તરro” એ વચનથી બીજી-ઔદયિકી સાતમ બને છે. 4 6 અને પંચાંગમાં જ્યારે એ આઠમ હાય, ત્યારે યુધ્ધી કાઁ” એ વચનથી પહેલી આઝમમાંથી આઠમ તરીકેનું ઔદયિકપણુ' નિવૃત્ત થાય છે, અને તે પહેલી આડેમ બીજી સાતમ અને છે. છતી ચોદશે તેરશે ચૌદશ અને ચોદશે પૂનમ કે અમાસ માનનારા આરાધક જ છે. ચૌદશ -પૂનમ કે ચૌદા અમાસ, એમ સ ંયુકત પતિથિ સ્થળે પૂનમ કે અમાસના પંચાંગમાં ક્ષય હોય ત્યારે આરાધનામાં “ક્ષ્યે પૂર્ણ” એ વચનની આવૃત્તિ (બે વાર પ્રવૃત્તિ) કરવાથી ચૌદશ એ પૂનમ બને છે, અને ૧૩ તે ૧૪ અને છે. અને ૧૩ અનૌયિકી થવાથી તેનેા ક્ષય કરાય છે. તેથી આરાધનામાં છતી ચૌદશે તેરશે ચૌદશ કરવાથી અને ચૌદશે પૂનમ કે અમાસ કરવાથી અને તે રીતે આરાધના કરવાથી પર’પરાવાળા પૂર્વોક્ત સમાન્ય શાસ્ત્રવચન અને શ્રીવિજયદેવસૂરીય પરંપરા અનુસારે સંપૂર્ણ પણે આરાધક જ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ gી જા” એ વચનથી જ પહેલી પૂનમ કે અમાસે ચૌદશ, તથા ચોદશે બીજી તેરશ કરાય છે. - તેમજ પંચાંગમાં પૂનમ કે અમાસ બે હૈય, ત્યારે આરાધનામાં “ફૂલ જા તથar” એ વચનની આવૃત્તિ કરવાથી કરવાથી પહેલી પૂનમ કે અમાસ, એ ચૌદશ બને છે, અને તે ઔદયિકી ચૌદશ સિદ્ધ થાય છે. તેમજ (પંચાંગની) ચૌદશ છે, તે ઔદયિકી બીજી તેરશ બને છે. આમ બે ૧૫ કે બે ૦)) ને બદલે બે ૧૩ કરાય છે. આ રીતે અંશમાત્ર ચૌદશને ભગવટે નહિ તેવા છતાં “ફૂલી જા.” નિયમથી પહેલી પૂનમે કે અમાસે ૧૪ કરીને તે રીતે આરાધના કર વાથી પરંપરાવાળા પૂર્વોકત સર્વમાન્ય શાસ્ત્રવચનના આધારે સંપૂર્ણ પણે આરાધક જ છે. છતી ચોદશે તેરશે ચૌદશ વિ, તથા ભા. શું. પહેલી પાંચમે બીજી ચેથ, માનવી-મનાવવી, એ અનર્થનું કારણ નથી. પણ સમ્યક્ત્વશુદ્ધિનું જ આલંબન છે. સાર એ છે કે-છતી ચૌદશે તેરશે ચૌદશ, અગર તે પહેલી પૂનમે કે પહેલી અમાસે ચૌદશ, તેમજ-ભા. શુ. ૫ બે હેય ત્યારે પહેલી પાંચમે ચેથ (કે જેમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. માનવા–મનાવવામાં કોઈપણ જાતની ભૂલ પરંપરાવાળા કરતા નથી, તેમ તે રીતે માનવું કે મનાવવું જરાપણુ અનર્થનું કારણ નથી. પણ તે એકાંતે આરાધનાનું જ કારણ છે, અને સમ્યક્ત્વની-શુદ્ધશ્રદ્ધાની નિર્મળતાનું પરમ આલંબન છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વદતા વ્યાઘાત જેવું ખેલનારા અનુક ંપાને જ પાત્ર છે. જે વ–શ્રીવિજયદેવસૂરીય પર પરાવાળાથી—તપાગચ્છ સકલ શ્રીસ'ઘથી સ. ૧૯૯૨ અને ૧૯૯૩માં તિથિની વધઘટમાં જુદા પડી, તિથિની, પક્ષીની અને ચામાસીની આરા ધનામાં જુદો રહ્યો. ત્યારબાદ ઘેાડા વર્ષોથી પોતાની તિથિની આચરણા અને પ્રરૂપણામાં પટ્ટકરૂપે થાડા સુધારા કરી, પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિમાં તિથિની, પક્ષીની અને ચામાસીની આરાધના પરંપરાવાળા પ્રમાણે કરે છે—અને કરાવે છે. તથા પહેલી પૂનમે અગર અમાસે ચૌદશ અને પંચાંગની ચૌદશે બીજી તેરશ માને છે અને મનાવે છે. જે દિવસે લૌકિક પંચાંગમાં ચૌદશના ભાગ-કાળનુ નામ-નિશાનેય નથી, તેવા દિવસે ચૌદશ, તથા છતી ચૌદશે તેરશે ચૌદશ માને છે, અને મનાવે છે. પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશ માને છે, અને મનાવે છે. તેમજ તે વની તિથિ પત્રિકામાં પણ એ પૂનમ કે એ અમાસ હેાય ત્યારે એ તેરશ લખાય છે, પૂનમ અમાસના ક્ષય હોય ત્યારે ૧૩ ને ક્ષય લખાય છે, અને એ પ્રમાણે પર પરાવાળાની સાથેજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં ચૌદશની—પક્ષીની તથા ચામાસીની આરાધના કરે છે. છતાં આજે તે વગ વાળા પાછાં પેાતાનેજ વઢતા વ્યાઘાત જેવું “પર પરાવાળા મહા-અનથ કરી રહ્યા છે, અને તેઓએ પેાતાના ભલા ખાતર પણ પોતાની ભૂલ સુધારી લેવાની જરૂર છે.” આવુ ખેલી રહ્યા છે અને લખાવી રહ્યા છે. આવુ વક્રતા વ્યાઘાત જેવું ખેલીને તે વગ વાળા જ (પાતે સમજે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તો) કે મોટો અનર્થ કરી રહ્યા છે ? કેવું મહાઅનર્થનું કારણ સેવી રહ્યા છે ? અને કેવી ભૂલ કરી રહ્યા છે ? તેઓને સાચું સમજાય તો પિતાના ભલા ખાતર પિતાની ભૂલ સુધારી લેવા તેઓ જરૂર વિચારશે. તેઓ ખરેખર અનુકંપાને પાત્ર છે, એમ કહેવામાં કશું જ અનુચિત જણાતું નથી. આજ્ઞાાદા વિરાદા ચ, શિવાય ચ ભવાય ચ; આ તિથિ પ્રણાલિકાનું લખાણ અમોએ “તમેવ નીર, નિ વેદ”ની વાસના વાસિત અન્તઃકરણથી અમારા ક્ષપશમ પ્રમાણેની અમારી સમજણ પ્રમાણે સ્વપરના કલ્યાણાર્થે કર્યું છે. તેમાં જે કાંઈ પ્રમાદથી શ્રી વીતરાગ ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય, તે માટે ત્રિવિધ ત્રિવિધ “મિચ્છામિ દુક્કડું' માગીએ છીએ. આ અમારા લખાણમાં જે કોઈને ભૂલ લાગે તે ખુશીથી ભૂલ કાઢી શકે છે. પણ અમારા લખાણનું પૂરેપૂરૂં શ્રવણમનન-નિદિધ્યાસન કરી, અમારા હૃદયના આશયન અને તાત્પર્યનું યથાર્થ અવગાહન કરી, પછી કાઢેલી ભૂલ અમારા હૃદયને જરા પણ દુભવશે નહિ–આ પ્રમાણે પૂ. વડીલને તથા માન્ય પુરુષોને અંજલિ જેડી અમે વારંવાર વિનયભાવે નિવેદન કરીએ છીએ. વિજયનન્દનસૂરિ શુભ ભવતુ ચતુર્વિધસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય. Page #29 -------------------------------------------------------------------------- ________________ નમા નમઃ શ્રીગુરૂનેમિસૂરચે વિ. સ. ૨૦૧૪માં અમદાવાદમાં ભરાયેલ તપાગચ્છીય મુનિ સંમેલનમાં વૈશાખ શુદ્ધિ ૪—મુધવાર, તા. ૨૩-૪-૧૯૫૮ ના રાજ મૂકાયેલ નિવેદન તિથિ વિષયક વિચાર ભેદોમાંખાર પતિથિ, સવત્સરી મહાપર્વ આરાધનાના દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિએ વિગેરેને સમાવેશ થાય છે. તેમાં— એ ખીજ, એ પાંચમ, એ આઠમ, એ અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ ખારેય પતિથિ ખાખતની જે પ્રણાલિકા= લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે તે ખારે પતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પતિથિમાંથી કોઈપણ પતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને ખલે અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરાય છે.” આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પર પરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે. એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આજ પ્રણાલિકા હાય, એવી અમારી માન્યતા છે. કારણ કે-પૂ. શ્રી હીરસૂરિજી મહારાજની પર પરાથી જુદી પરપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી દેવસૂરિજી મહારાજના કાઈપણ હેતુ હેાય, તેવું માનવાને કઈ પણ કારણ નથી. એટલું જ નહિ, પણ પૂ. શ્રી હીરસૂરિજી મહારાજના સમયમાં પણ આજ રીતની પ્રણાલિકા માન્ય હતી અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રાજાએ અપનાવી, જે અત્યાર સુધી આપણે વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તેજ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન્ ગીતાર્થ મહાપુરૂષોએ આદરેલી અને આચરેલી છે. જેમાં કઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમે અવકાશ માનતા નથી. કેઈ વર્ગની એવી માન્યતા હોય, કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન--અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે. તે તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે. યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તે ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મની પૂર્ણ શ્રદ્ધાવંત તે હતા જ. તેઓને વિધિ બાબતમાં ઈરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણ કરવાનું કાંઈપણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તે તે કાળમાં ધર્મ સાચવી રાખ્યો હતો. છતાં એટલું પણ ચક્કસ છે કે–પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષયવૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા તપાગચ્છમાં આપણા પૂજ્ય વડીલે અપનાવતા આવ્યા છે, તે આપણે અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રીરૂપવિજયજી ગણિ મહારાજની ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વતીએ છીએ. ભલે એક વર્ગ લૌકિક પંચાંગમાં પર્વ તિથિની ક્ષયવૃદ્ધિમાં આરાધનામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય બાવીસ વર્ષથી આચરી, પણ સં. ૧૯૯૨ પહેલાં તે આખા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦. તપાગચ્છમાંથી તેમજ તે વર્ગમાંથી પણ કઈ પણ વ્યક્તિએ, પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણુવિજયજી દાદા. પૂ. શ્રી બુટેરાયજી મ. શ્રીમૂલચંદજી મ, શ્રી વૃદ્ધિચંદ્રજી મ., શ્રી આત્મારામજી મ, પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયાવિમળજી મ, પં. શ્રી સૌભાગ્યવિમળ જી મ. પં. શ્રી ગંભીર વિજયજી ગણી બનેય કમળસૂરિજી મ. મ. શ્રી નીતિસૂરિજી મ., ઉપાધ્યાય શ્રી વીરવિજ્યજી મ., પ્રવર્તક શ્રી કાનિવિજ્યજી મ., મુનિશ્રી હંસવિજયજી મ., કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મ., શ્રીનેમિસૂરિજી મ., વલ્લભસૂરિજી મ., શ્રી દાનસૂરિજી મ. તથા શ્રી ઝવેરસાસાગરજી મ. સાગરાનંદસૂરિજી મ. તથા શ્રીમેહનલાલજી મ. મુનિશ્રી કાંતિમુનિજી મ. શ્રી ખાંતિસૂરિજી મ. વગેરે તમામ આપણા વડીલ પૂજ્ય મહાપુરૂષોએ એજ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરૂષો ગીતાર્થ હતા, અગીતાર્થ નહેતા. મહાત્યાગી હતા, પણ શિથિલાચારી નહતા. પરિગ્રહકારી નહતા. પણ શુદ્ધ અપરિગ્રહવંત હતા. તેમજ વિદ્વાન અને સમયજ્ઞ પુરૂષો હતા. તેમજ તે સમય જરાપણ અંધકારમય નહોતે. એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરૂષો ભવના ભીરૂ હતા. અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્ર વિરૂદ્ધ કે પરંપરા વિરૂદ્ધ કરવાને કંઈ પણ કારણ નથી. અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરૂષોની આશાતના કરવા બરાબર છે. એ અમારૂં ચેકસ માનવું છે. એટલે હવે છેવટનું અમારૂં મન્તવ્ય અને અમારું કથનબારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોક્ત-“બારે પર્વતિથિની વધઘટ–ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે Page #32 -------------------------------------------------------------------------- ________________ આરાધનામાં તેના બદલે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિની પ્રણાલિકામાં અમે જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમજ આપણું આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસંઘ એજ પ્રણાલિકાને એક સરખી રીતે માન્ય રાખે, અને તેથી થોડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દેવી, એ તપાગચ્છીય ચતુવિધ શ્રી સંઘયે મારી નમ્ર વિનંતિ છે. અને “આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી તે અમે વ્યાજબી માનતા નથી. અમે તે જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઈચ્છાવાળા છીએ.” બાકી સંવત્સરી મહા પર્વ આરાધનાના દિવસની તેમજ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સમ્મતિ છે. ઉપરોક્ત બાર પર્વ તિથિમાં પણ વર્તમાન બન્ને પક્ષમાંથી જેઓ કઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બન્ને પક્ષવાળા ખુશીથી અરસપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે. એટલું જ નહિ, પણ તેઓ અરસ પરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સમ્મતિ છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાને વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે. તે તે આપણું પૂજ્ય વડીલ મહાપુરુષો આ બાર પર્વતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારપણું, પરં. પરાનુસારિમાણું અને ગુર્વાજ્ઞાનુસારપણું પૂરેપુરૂં સચવાય છે, એવી અમારી માન્યતા છે. વિજયનંદનસૂરિ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિ. સં. ૨૦૦૪માં સુરેન્દ્રનગરમાં આવેલ મુનિશ્રી દશનવિજયજી ત્રિપુટીના પત્રના જવાબની નકલ- કે જે પત્ર તે અરસામાં “શાસન સુધાકર પત્રમાં એક સંત પુરુષને ભેદી પત્ર” આ મથાળા નીચે આગળ પાછળના નામ વગર પ્રગટ થયેલે છે, અને “વીર શાસન” પત્રમાં નામઠામ સાથે અક્ષરશઃ પ્રગટ થયેલ છે. વઢવાણ કેમ્પ, જેઠ વદ ૬ રવિ. વઢવાણ કેમ્પથી વિજયનંદનસૂરિ, તત્ર મુનિશ્રી દર્શનવિજયજી મુનિશ્રી જ્ઞાનવિજયજી તથા મુનિશ્રી ન્યાય વિજયજી અનુવંદના. જેઠ વદ ૩ને ગુરૂવારે શ્રાવક ગીરધરભાઈ સાથે મોકલેલ પત્ર પહોંચ્યું. સંવચ્છરી સંબંધી તમેએ કેટલાક ખુલાસા પુછાવ્યા પણ આવી બાબતે માટે રૂબરૂ મળી ખુલાસા મેળવવા વ્યાજબી છે તે તમે જાણે છે. અત્યાર સુધીમાં તમે એ તમારા તરફથી પંચાગે છપાવ્યાં તે તમે અમને જણાવ્યું નથી તેમ કઈ જાતનો ખુલાસો પણું પુછાવ્યા નથી. ત્યાર પછી તમારા તરફથી તમેએ જૈન પર્વ તિથિને ઈતિહાસ' નામની પુસ્તિકા છપાવી તે પણ તમેએ અમેને જણાવ્યું નથી તેમ કોઈ ખુલાસે પુછાવ્યો નથી અને હવે અત્યારે ખુલાસા પુછાવવાને અર્થ છે? વિ. તા. ૭-૬-૧૯૪૮ સોમવારના “મુંબઈ સમાચારમાં આવેલ આટીકલ અમોએ, અમારા ગુરૂમહારાજાએ કેઈએ પણ આપેલ નથી. તેમ છપાવેલ પણ નથી. તેમ છાપામાં કોણે આપેલ છે તે પણ અમે જાણતા નથી. અમે પ્રાયઃ છાપામાં આપતા નથી તેમજ લખાવતા નથી છતાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અમોએ તે આપેલ છે અથવા લખાવેલ છે એમ જે કઈ માને તે તેની પિતાની સમજણ વગરનું છે. ૧૫રમાં જોધપુરી ચંડાશુગંડુ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શીવલાલને જ તે વખતે પુછાવતાં તેઓએ લખ્યું હતું કે અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે તે તે પ્રમાણે તમારે છઠ્ઠને ક્ષય કરે.” અને આ સંબંધમાં ૧૯૫ર શ્રાવણ સુદ-૧૫, ને “જૈન ધર્મ પ્રકાશ” પુસ્તક ૧૨ અંક પામે, તથા ૧૯૫ર અષાડ વદ ૧૧નું સયાજી વિજય” વાંચશે તે વિશેષ ખુલાસો થશે. અને “શ્રી આત્મારામજી મહારાજને પણ પિતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠ્ઠના ક્ષયનો) મત હતો. તે પણ તેમાં તમેને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫-૩૭ના “આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪ અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલ્લભસૂરિજી પણ લખે છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૫રમાં ભાદરવા સુદ ને જ ક્ષય માન્યો હતો. તે જે તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા. સુ. પ ના ક્ષયે પાંચમને જ ક્ષય આદેશ્યા હોત તે આ રીતે આ શ્રી વિજયવલ્લભસૂરિજીને પિતાના ગુરુદેવની વિરૂદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ અમે માનતા નથી. વળી તમે લખે છે કે આ. શ્રી. વિજ્યસિદ્ધિસૂરિજી કહે છે કે હું પહેલેથી જ પાંચમને ક્ષય માનતે આ છું. અને બીજાઓએ પણ પાંચમને ક્ષય કરી ઉદય ચોથે સંવછરી કરી છે. એ પણ તદ્દન ખોટું છે તે વાત ૧૯૮૯ના વીરશાસન વર્ષ ૧૧ના અંક. ૪૧ તથા ૪૪માં આ. શ્રી. વિ. દાન સૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે કારણ કે તેમાં આ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી વિ. સિદ્ધિસૂરિજી તે શું પણ સક્લ શ્રી. તપાગચ્છીય ચતુવિધ સંઘમાંથી કેઈએ પણ ભા. સુ. અને ક્ષય માન્યું ન હતું. પણ અન્ય પંચાંગના આધારે છટ્ઠને જ ક્ષય માન્યો હતે તે વાત સ્પષ્ટ છે. વિ. તમે લખે છે કે “ભાદરવા સુદ ૬ ને ક્ષય કરી સુદ ૪ ને મંગળવારે સંવછરી કરવાથી આ. શ્રી. વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવછરી થશે. અને આથી તેમને પક્ષ સાચો છે એવું ભદ્રિક જી તથા ભદયા શ્રાવકો માનશે.” તે પણ તમારું માનવું ખોટું છે કારણ કે તેમની અને આપણું સંવછરી એક દિવસે આવવાથી કંઇ એક થઈ જવાતું નથી કારણકે તેઓ પાંચમને ક્ષય કરે છે. જ્યારે આપણે છડ્રેને ક્ષય માનવાને છે અને આપણે એ વિચાર કરીએ તે લંકાગચ્છ વિગેરેની સંવછરી પણ આપણી સાથે આવશે તે શું આપણે તે વખતે તેવા થઈ જશું ? માટે તે વાતમાં કોઈ પણ ભય રાખવાને હેય નહિ. વળી તમેએ લખ્યું કે “આપ આ બાબત ઉપર ખુબ વિચાર કરશે અને કલમવાર સમાધાન જણાવશેજી અને વિગતવાર ખુલાસો કરશે તે અમારા ક્ષેપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરે છે “અUTI રસ્થીર' એ પાઠની વ્યવસ્થા તેમજ “ક્ષ પ્રવી” એ વચનની વ્યવસ્થા પણ અમારા ધ્યાનમાં જ છે અને દરેકને અમારા ક્ષપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે પણ કાગળમાં એ બધાં જ ખુલાસા થઈ શકતા જ નથી. બાકી આ. શ્રી. વિજયાનંદસૂરિજી (શ્રી. આત્મારામજી મહારાજ), પં. શ્રી. ગંભીર વિજયજી ગણિજી મહારાજ, લવારની પળના ઉપાશ્રયવાળા પં. શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વડીલે શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા પણું પિતાની કલ્પનાના આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રુત ભવભીરૂ, અનુભવી અને શ્રી. વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરાપણ વિધિ આવે એવું કદી પણ કરે એવું માનવાને કંઈ પણ કારણ નથી. શાસ્ત્રાનુસારિ, અવિચ્છિન્ન, સુવિહિત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એકજ ધેરી માર્ગે ચાલ્યો આવે છે. સ. ૧૫ર માં આ. શ્રી. સાગરાનંદસૂરિજીએ જુદી સંવસ્કિરી કરી, તેમજ સં. ૧૯૨-૧૯૯૩માં આ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરૂજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારતવર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ આજ ધોરી માર્ગ ઉપર ઉપર ચાલ્યો આવે છે. અને અમે પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરી માર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ શ્રી. સાગરાનંદસૂરિજી સં. ૧૯૨ની સંવછરી સંબંધી સકલ સંઘથી પિતાની જુદી આચરણ, તથા આ. શ્રી. વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૨– ૧લ્સની સંવછરી સંબંધી સકલ સંઘથી પિતાની જુદી આચરણ શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તે અમે પણ અમારા વિચાર છેડવાને તેમજ મિચ્છામિ દુક્કડમ આપવાને તૈયાર જ છીએ અને એમાં અમારે કદી પણ આગ્રહ સમજ નહિ. વળી તમેએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એક્તાને ખાતર અમારી નમ્ર વિનંતી છે. તે તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એક્તા ભા. સુ. પના ક્ષયે પાંચમને ક્ષય માનવામાં જ, કે ભા. શુ. ૫ ના ક્ષયે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ત્રીજને ક્ષય કરવામાં જ હોય એવું અમને લાગતું નથી. પણ સં. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રીસંઘે આચરેલ ધોરી માર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અને વ્યાજબી લાગે છે. તમે તમારી “જેન પર્વ તિથિને ઈતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪મે લખ્યું છે કે “સં.૧૯૬૧માં શ્રી. સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું તે આ વખતે પણ તેઓએ સં. ૧૯૯૧માં પડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠ્ઠનો ક્ષય કરી સકલ શ્રી સંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવછરી કરવી તે જ અમેને વ્યાજબી લાગે છે અને તે જ સંઘની સાચી એક્તા સાચવવાની સાચી ભાવના કહેવાય તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી તે જ વ્યાજબી છે. શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણ વિગેરે અનેક પ્રમાણોને અનુસાર તેમજ ત્રિકાલાબાધિત જૈન શાસ્ત્રાનુસારિ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમજ શ્રીધર શીવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે, વળી ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯માં અમદાવાદના ડહેલા ઉપાશ્રય, લવારની પોળ ઉપાશ્રય, વીરને ઉપાશ્રય, વિમળને ઉપાશ્રય વિગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુવિધ સંઘે આચરેલ આચરણ મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪નું સંવછરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૭–૯–૪૮ના રોજ આરાધવું તે જ અમેાને વ્યાજબી લાગે છે. તમારે પણ આજ પ્રમાણે સવચ્છરી પર્વ આરાધવું તે અમેાને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી. સ. ૧૯૫૨ની શ્રી સંઘની આચરણાથી અત્યારસુધીમાં કાઇપણ જાતની ગરબડ ઉભી થઈ નથી તેમ ભવિષ્યમાં થશે એવું અમારૂ' માનવું છે જ નહિ. મુનિશ્રી દČનવિજયજીની તીયત હવે સારી હશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સં ૧૯૮ માં તળાજા આવેલ શ્રીબદામી સાહેબ વિ. ને તથા સં. ૧૯ માં બોટાદ આવેલ શેઠ શ્રી કસ્તુરભાઈને આવેલ મુસદો વિ. સં. ૧૯૯૮માં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએશ્રી સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી જજ સાહેબ, શેઠભગુભાઈ ચુનીલાલ સુતરીયા, શેઠ ચમનલાલ લાલભાઈ શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ, શેઠ પોપટલાલ ધારશીભાઈ, આ પાંચ ગૃહસ્થને અમદાવાદથી તિથિ અંગેને શાસ્ત્રાર્થ બાબતને નીચે લખેલ મુસદ્દો લઈને તળાજા–મુકામે પરમપૂજ્ય શાસન સમ્રા પરમ ગુરુ ભગવંતશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે મેકલેલાકે જે મુસદ્દામાં આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહીઓ હતી. તે મુસદ્દાની બાબતમાં સંમતિ અને સૂચન લેવા તેઓ આવેલા. સંમતિ અને સૂચન માગતા તેના જવાબમાં અમોએ કહ્યું કે –“જાહેર અને મૌખિક રીતે આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કર હોય, તો તેમાં અમારી સંમતિ છે.” બદામી સાહેબ બેલ્યાઃ સાહેબ! આ મુસદ્દામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની વાત છે. આ સાંભળીને અમોએ એ મુસદ્દો માગે, તેઓએ આયે, અને અમે એ વાંચ્યું. તે મુસદ્દાની નકલ – પાલિતાણા. તા. ૧૯-૪-૪ર વૈશાખ સુદ ૪-રવિવાર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ “શ્રી સકળ સંઘની તિથિ ચર્ચા સંબંધી મત ભેદની શાનિતને માટે નિર્ણય મેળવવાને સારૂ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થના નામો લાવે તેમાંથી અમારે બન્નેએ (આચાર્યશ્રી સાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) એ નામની પસંદગી કરવી. એમાં જે એક નામ બન્નેને સંમત આવે તેને સરપંચ નીમી તે બંને પક્ષોના મંતને સાંભળીને જે નિર્ણય આપે તે અમારે બન્નેએ કબુલ રાખી, તે મુજબ વરતવું. આ મુજબ વરતવાનું બંધન બનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે. વિજયરામચંદ્રસૂરિ. દા. પિતે. આનંદસાગર દા. પિતે.” આ મુસદ્દો વાંચીને અમેએ કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પોતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એ કેઈ શબ્દ છે જ નહિ.” આ વિચાર અમોએ આપતાં બદામી સાહેબે કબુલ કર્યું કે મહારાજ સાહેબની વાત બરાબર છે. પછી તેઓએ પૂછ્યું. તે સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય ? અમેએ કહ્યું: “જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ ત્રણ રીતે થઈ શકે છે. ૧, રાજસભામાં બેઠવ હોય, તે પણ થઈ શકે છે. આ તરફ ભાવનગર સ્ટેઈટ છે, આ તરફ પાલીતાણા સ્ટેઈટ છે, અને આ તરફ વલભીપુર સ્ટેઈટ છે. જ્યાં કરે હોય, ત્યાં અમે તૈયાર જ છીએ.” આ સાંભળીને બદામી સાહેબે કહ્યું : આ રીતે બનવું અત્યારે અસંભવિત છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૨) તે પછી દયાળદાદાની પવિત્ર છાયામાં પાલિતાણમાં હિંદુસ્તાનને સકલ સંઘ ભેગા કરે, અને ત્યાં ચતુવિધ સંઘ વચ્ચે જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ થાય.” જાહેર-મૌખિક શાસ્ત્રાર્થની બીજી રીત દેખાડતાં અમેએ કહ્યું. બદામી સાહેબ પણ સાહેબ ! આવું કરવામાં ઘણું ધમાલ થવાને સંભવ રહે. આના જવાબમાં અમેએ કહ્યું: “આમાં ધમાલ શી થાય? બે જણ શાસ્ત્રાર્થ કરે અને બાકી તમામ વર્ગ શાન્તિથી સાંભળે. અને પિતપોતાના પક્ષવાળાને બન્ને જણ શાન્તિ રાખવા ભલામણ કરી શકે છે. છતાં તમારે આ રીતે પણ શાસ્ત્રાર્થ રાખવાનો વિચાર ન થતો હોય તે-૩, તમે અહીં આવેલા પાંચ જણે અને છટ્ઠા શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ છએની હાજરીમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ થાય, અને મધ્યસ્થ જે નિર્ણય આપે તે બન્નેને કબૂલ રખાય. આટલું–આ રીતે તે થવું જ જોઈએ.” એટલે શેઠ જીવાભાઈએ અમને કહ્યું : આપને જે રીતે વિચાર હોય તે આપ લખીને અમને આપો. આથી અમોએ જીવાભાઈની રૂબરૂ જ મુસદ્દો લખીને પાચેને વંચાવીને આખ્યો. એ મુસદ્દાની નકલ – તા. ૩-૫–૧૯૪૨ વિક્રમ સંવત ૧૯૨ની સાલમાં શનિવારની સંવત્સરી તથા વિ. સં. ૧૯૯૩ની સાલમાં બુધવારની સંવત્સરી વિજયરામચંદ્રસૂરિજીએ તથા તેમના ગુરુજીએ તથા તેમના સાધુ સમુદાયે જે કરેલી, તે શાસ્ત્રથી અને શ્રીવિજયદેવસૂરીશ્વરજીની પરંપરાથી વિરુદ્ધ છે, માટે તે સંબંધમાં પહેલ વહેલો મોખિક Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અને જાહેર શાસ્ત્રાર્થ વિજયરામચંદ્રસૂરિજીએ અમારી સાથે કરવું પડશે. તેઓએ તપાગચ્છના સર્વ આચાર્યોને જણાવ્યા સિવાય સંવત્સરી જુદી કરેલી હોવાથી તેમને જ પહેલા પ્રશ્નો અમે પૂછીશું, અને તે પ્રશ્નોના ઉત્તર તેઓએ મૌખિક આપવા પડશે અને પછી આ સંબંધમાં તેઓ પણ અને પ્રશ્નો પૂછી શકશે. ત્યારબાદ તિથિ સંબંધમાં પણ તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરાશે. અને તેમાં મધ્યસ્થ જે ફેંસલે આપશે તે અમારે બનેને કબુલ રાખવું પડશે. જોકે–મધ્યસ્થ તરીકે અમે શ્રીસંઘમાંથી બંને પક્ષોને સંમત વ્યક્તિઓ નીમાય તે વ્યાજબી માનીએ છીએ. છતાં ઠરાવ પ્રમાણે મધ્યસ્થ તરીકે જેને તમે નીમે તેમાં અમારો વાંધે ઉપયેગી નહિ હોવાથી અમારે વાંધો લે નથી. મધ્યસ્થ તરીકે નક્કી કરાયેલ વ્યક્તિ અમારા શાસ્ત્રાર્થના વિષયને બરાબર સમજી શકે તેમ છે કે નહિ, તેમજ પ્રમાણિક છે કે નહિ, તે માટે અમારે પણ તેને તપાસવી પડશે. શાસ્ત્રાર્થ વખતે બન્ને પક્ષ તરફથી જેમને હાજર રહેવાની ઈચ્છા હશે, તેઓ ભાગ લઈ શકશે. આ મુસદ્દો લઈને તે પાંચે ગૃહસ્થ વિદાય થયા. આ જ મુસદ્દો બોટાદ મુકામે વિ. સં. ૧૯૯૯ માં પ.પૂ. શાસનસમ્રાટુ પરમગુરૂભગવંત શ્રી પાસે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠ ચમનલાલ લાલભાઈ સંમતિ અને સૂચન લેવા આવેલા. તે વખતે તેઓને આપેલ. , શરૂઆતમાં–શેઠ કસ્તુરભાઈએ વાત કરી કે–આ રીતે બન્ને આચાર્યોની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્ત્રાર્થ રાખેલ છે, તે આ બાબતમાં આપને શે અભિપ્રાય અને શી સલાહ છે ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જવાબમાં અમેએ કહ્યું : “૧. પ્રથમ તે આવી જુદી પ્રવૃત્તિ બને છે જ કેમ ? સંઘમાં હું હોઉં કે બીજે હોય, પણ કઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માંગે છે તે વ્યક્તિ પાસેથી સંઘના આગેવાનોએ ખુલાસે માગવું જોઈએ. આ જ આપણું નબળાઈ છે. ૨. તમે અમારી સંમતિ-સલાહ લેવા આવ્યા છે, તે તે સહી કરનાર અને આચાર્યોને પૂછીને આવ્યા છો કે એમને એમજ ? જવાબમાં શેઠે કહ્યું હું મારા વિચારથી જ આ છું. આ સાંભળીને અમેએ કહ્યું : “તે પછી અમારી સલાહ કે સૂચનાને ઉપગ શે ? કાલે તેઓ બંનેમાંથી કેઈપણ એમ કહે કે અમારે તેઓની સલાહ કે સૂચનાની જરૂર નથી, તે અમારા સલાહ કે સૂચનને અર્થ શું ? અને અમારી સલાહ કે સૂચનની જરૂર હોય, તો આ તમારે મુસદ્દો રદ કરી, ફરી ન મુસદ્દો ઘડાવી, અને તેમાં ચાર આ પક્ષના આચાર્યો તથા ચાર સામા પક્ષના આચાર્યોની આમાં સંમતિ લેવી એ રીતે લખવું. અને નીચે બંને આચાર્યોની સહીઓ લેવી. પછી બન્ને પક્ષના ચાર-ચાર આચાર્યો પાસે જવું જોઈએ. ૩. શાસ્ત્રાર્થ લિખિત કેઈ ઠેકાણે હોય જ નહિ. જાહેર અને મૌખિક રીતને શાસ્ત્રાર્થ જ શાસ્ત્રાર્થ કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રીહર્ષના ખંડન ખંડખાઘ” ગ્રંથમાં જુએ –તેમાં પણ “જથયાવ નિg” કહેલું છે, વાદી–પ્રતિવાદીના લખાણમાં નિગ્રહ નથી કહ્યો. ૪. અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર જ છીએ, પણ જાહેર અને મૌખિક રીતે કરે છે તે અમારી સંમતિ છે. ભલે કદાચ અમારી સામે બાર રામચંદ્રસૂરિજી આવે, અને બારસે Page #44 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણવિજયજી આવે પણ જાહેર અને મૌખિક રીતિએ હેય, તે ખુશીથી અમે તૈયાર છીએ. અને તેમાં જે સાચું કરશે, તે સ્વીકારવા પણ અમે તૈયાર જ છીએ. અમારે કઈ જાતને પણ આગ્રહ સમજે નહિ. બાકી લિખિતમાં તો કાલે કોઈ પક્ષ તરફથી પાંચસો અપાશે, કેઈ હજાર આપી શકે, કેઈ બે હજાર આપી શકે. શેઠ કહે : આમાં એવું નહિ બને. અમાએ કહ્યું: “નહિ બને તે કલ્યાણકારી. પણ અમારે તે જાહેર અને મૌખિક રીતે હોય તેજ સંમતિ છે.” પછી શેઠે કહ્યું કે હવે આપને કાંઈ બીજું કહેવાનું ન હોય તે અમે જઈએ છીએ. જવાબ આપતાં અમોએ કહ્યું : “તમે કુરાન અને તલવાર લઈને આવ્યા છે, એવું ન સમજવું. અમારા મુસદ્દામાં સંમતિ આપે નહિતર આ બધા અપયશને ટેપલો આપના માથે છે, એવું સમજશે નહિ. અમારા સ્વભાવ પ્રમાણે અમે તાણીને ભલે બોલીએ છીએ, પણ કોઈ જાતનું બીજું અનુચિત બોલવાનું અમારૂં નથી. પછી શેઠ ઉભા થયા, અને વંદન કરીને રજા માગી. તે વખતે અમે એ લખી રાખેલ અમારે મુસદ્દો શેઠને આપે અને કહ્યું : “આ અમારે જવાબ છે—ત્યે.” એમ કહીને ત્યાં બધાની રૂબરૂ વાંચી સંભળાવી શેઠને આણે. મુસ લઈને નીસરણી ઉતરતાં શેઠ બોલ્યા કે મને ઠીક લાગશે તે હું આ મુસદ્દો આપીશ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એટલે અમેએ કહ્યું : “તમે જે કાર્યને અંગે અમારી સંમતિ, સૂચન કે સલાહ લેવા આવ્યા છે, તેની જરૂર હેય તે આપશે. નહિતર જેવી તમારી મરજી.”વિજયનંદનસૂરિ તા.ક. બોટાદમાં શેઠશ્રી કસ્તૂરભાઈ શેઠ સાથે થયેલી ઉપરની વાતે સંપૂર્ણ અક્ષરશઃ તમામ વાત આ. શ્રીવિજયરામચંદ્ર સૂરિજીને વિ. સં. ૧૯૯૯ માં શ્રીગિરિરાજ ઉપર ભેગા થયેલા ત્યારે અમોએ કરેલી છે. સૂચના (વિ. સં. ૨૦૨૭ના ભીંતીયા પંચાંગમાંથી) શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે વિ. સં. ૨૦૨૮ ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચેાથ મંગળવાર તા. ૧૨-૯-૭૨ ના દિવસે કરવાની છે. વિજયનન્દનસૂરિ (વિ. સં. ૨૦૨૮ ના ભીતીયા પંચાંગમાંથી) તપાગચ્છની તિથિ પ્રરૂપણાની જુની મર્યાદા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની હોવાથી ડહેલાના ઉપાશ્રયની અને લવારની પિળના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે સંવત્સરીની, તિથિની, તથા પંચાંગ માન્યતાની આચરણ અમે તથા તપાગચ્છ ચતુર્વિધ શ્રી સંઘ કરતા આવ્યા છીએ. અને ભવિષ્યમાં પણ ડહેલાના ઉપાશ્રયે તથા લવારની પિળના ઉપાશ્રયે સંવત્સરી, તિથિ, અને પંચાંગ બાબતમાં જે પ્રણાલિકા અપનાવાશે તે પ્રમાણે અમારે પણ આચરણ કરવાની રહે છે. વિજયનન્દનસૂરિ Page #46 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Private Personas www.atelibrary.org