________________
પર્વઅપર્વ તિથિના તિથિની તથા આરાધનાની શુદ્ધ પ્રણાલિકા
લૌકિક પંચાંગમાં ૧(એકમ)ના ક્ષયે આરાધનામાં પણ એકમને ક્ષય કરાય છે, અને એકમની આરાધના બીજને દિવસે કરાય છે. બેસતું વર્ષ કે બેસતા મહિને બીજે ગણાય છે, તે નિમિત્તનું સ્નાત્ર વગેરે પણ બીજને દિવસે કરાય છે. પણ પુનમ-એકમ, અમાસ-એકમ, કે એકમ-બીજ, ભેગાં કરાતાં નથી. તેમજ એકમનું કાર્ય પુનમ કે અમાસના દિવસે કરાતું નથી.
૨(બીજ)ના ક્ષયે એકમને ક્ષય કરાય છે, અને ૧-૨, બંનેની આરાધના બીજને દિવસે કરાય છે. પણ ૧-૨ ભેગાં કરાતા નથી.
૩(ત્રીજ)ના ક્ષયે ત્રીજનો ક્ષય કરાય છે, અને ૩-૪ ભેગાં બેલાય છે, અને ગણાય છે. ત્રીજની આરાધના બીજના દિવસે કરાતી નથી. પણ એથના દિવસે ૩-૪ ભેગાં ગણીને બીજ પછીના દિવસે કરાય છે. ત્રીજની વર્ષગાંઠ પણ બીજ પછીના દિવસે જ ઉજવાય છે. તેમજ વૈશાખ શુદિ ત્રીજ (અખાત્રીજ) ને ક્ષય હોય ત્યારે પણ બીજ પછીના ઉત્તર દિવસેજ ૩-૪ ભેગાં ગણી વષીતપના પારણું કરાવાય છે. પણ વૈશાખ સુદ ત્રીજના ક્ષચે બીજને દિવસે વષીતપના પારણું કરાતા નથી, તેમ ૨-૩ ભેગાં કરાતાં નથી. કારણકે – તેમ કરવાથી વષી. તપની આરાધનામાં એક દિવસની આરાધના ઓછી પણ થાય છે.
૪થ)ના ક્ષયે એથને ક્ષય કરાય છે, અને ત્રીજચોથ ભેગાં બેલાય છે, અને ગણાય છે. ૩-૪ એ બંને તિથિની આરાધના ત્રીજને દિવસે ૩-૪ ભેગાં ગણીને કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org