________________
૩૧
અને જાહેર શાસ્ત્રાર્થ વિજયરામચંદ્રસૂરિજીએ અમારી સાથે કરવું પડશે. તેઓએ તપાગચ્છના સર્વ આચાર્યોને જણાવ્યા સિવાય સંવત્સરી જુદી કરેલી હોવાથી તેમને જ પહેલા પ્રશ્નો અમે પૂછીશું, અને તે પ્રશ્નોના ઉત્તર તેઓએ મૌખિક આપવા પડશે અને પછી આ સંબંધમાં તેઓ પણ અને પ્રશ્નો પૂછી શકશે. ત્યારબાદ તિથિ સંબંધમાં પણ તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરાશે. અને તેમાં મધ્યસ્થ જે ફેંસલે આપશે તે અમારે બનેને કબુલ રાખવું પડશે. જોકે–મધ્યસ્થ તરીકે અમે શ્રીસંઘમાંથી બંને પક્ષોને સંમત વ્યક્તિઓ નીમાય તે વ્યાજબી માનીએ છીએ. છતાં ઠરાવ પ્રમાણે મધ્યસ્થ તરીકે જેને તમે નીમે તેમાં અમારો વાંધે ઉપયેગી નહિ હોવાથી અમારે વાંધો લે નથી.
મધ્યસ્થ તરીકે નક્કી કરાયેલ વ્યક્તિ અમારા શાસ્ત્રાર્થના વિષયને બરાબર સમજી શકે તેમ છે કે નહિ, તેમજ પ્રમાણિક છે કે નહિ, તે માટે અમારે પણ તેને તપાસવી પડશે.
શાસ્ત્રાર્થ વખતે બન્ને પક્ષ તરફથી જેમને હાજર રહેવાની ઈચ્છા હશે, તેઓ ભાગ લઈ શકશે.
આ મુસદ્દો લઈને તે પાંચે ગૃહસ્થ વિદાય થયા.
આ જ મુસદ્દો બોટાદ મુકામે વિ. સં. ૧૯૯૯ માં પ.પૂ. શાસનસમ્રાટુ પરમગુરૂભગવંત શ્રી પાસે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠ ચમનલાલ લાલભાઈ સંમતિ અને સૂચન લેવા આવેલા. તે વખતે તેઓને આપેલ.
, શરૂઆતમાં–શેઠ કસ્તુરભાઈએ વાત કરી કે–આ રીતે બન્ને આચાર્યોની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્ત્રાર્થ રાખેલ છે, તે આ બાબતમાં આપને શે અભિપ્રાય અને શી સલાહ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org