________________
૧૭
તો) કે મોટો અનર્થ કરી રહ્યા છે ? કેવું મહાઅનર્થનું કારણ સેવી રહ્યા છે ? અને કેવી ભૂલ કરી રહ્યા છે ?
તેઓને સાચું સમજાય તો પિતાના ભલા ખાતર પિતાની ભૂલ સુધારી લેવા તેઓ જરૂર વિચારશે.
તેઓ ખરેખર અનુકંપાને પાત્ર છે, એમ કહેવામાં કશું જ અનુચિત જણાતું નથી. આજ્ઞાાદા વિરાદા ચ, શિવાય ચ ભવાય ચ;
આ તિથિ પ્રણાલિકાનું લખાણ અમોએ “તમેવ નીર, નિ વેદ”ની વાસના વાસિત અન્તઃકરણથી અમારા ક્ષપશમ પ્રમાણેની અમારી સમજણ પ્રમાણે સ્વપરના કલ્યાણાર્થે કર્યું છે. તેમાં જે કાંઈ પ્રમાદથી શ્રી વીતરાગ ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય, તે માટે ત્રિવિધ ત્રિવિધ “મિચ્છામિ દુક્કડું' માગીએ છીએ.
આ અમારા લખાણમાં જે કોઈને ભૂલ લાગે તે ખુશીથી ભૂલ કાઢી શકે છે. પણ અમારા લખાણનું પૂરેપૂરૂં શ્રવણમનન-નિદિધ્યાસન કરી, અમારા હૃદયના આશયન અને તાત્પર્યનું યથાર્થ અવગાહન કરી, પછી કાઢેલી ભૂલ અમારા હૃદયને જરા પણ દુભવશે નહિ–આ પ્રમાણે પૂ. વડીલને તથા માન્ય પુરુષોને અંજલિ જેડી અમે વારંવાર વિનયભાવે નિવેદન કરીએ છીએ.
વિજયનન્દનસૂરિ શુભ ભવતુ ચતુર્વિધસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org