Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 41
________________ ૩૦ (૨) તે પછી દયાળદાદાની પવિત્ર છાયામાં પાલિતાણમાં હિંદુસ્તાનને સકલ સંઘ ભેગા કરે, અને ત્યાં ચતુવિધ સંઘ વચ્ચે જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ થાય.” જાહેર-મૌખિક શાસ્ત્રાર્થની બીજી રીત દેખાડતાં અમેએ કહ્યું. બદામી સાહેબ પણ સાહેબ ! આવું કરવામાં ઘણું ધમાલ થવાને સંભવ રહે. આના જવાબમાં અમેએ કહ્યું: “આમાં ધમાલ શી થાય? બે જણ શાસ્ત્રાર્થ કરે અને બાકી તમામ વર્ગ શાન્તિથી સાંભળે. અને પિતપોતાના પક્ષવાળાને બન્ને જણ શાન્તિ રાખવા ભલામણ કરી શકે છે. છતાં તમારે આ રીતે પણ શાસ્ત્રાર્થ રાખવાનો વિચાર ન થતો હોય તે-૩, તમે અહીં આવેલા પાંચ જણે અને છટ્ઠા શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ છએની હાજરીમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ થાય, અને મધ્યસ્થ જે નિર્ણય આપે તે બન્નેને કબૂલ રખાય. આટલું–આ રીતે તે થવું જ જોઈએ.” એટલે શેઠ જીવાભાઈએ અમને કહ્યું : આપને જે રીતે વિચાર હોય તે આપ લખીને અમને આપો. આથી અમોએ જીવાભાઈની રૂબરૂ જ મુસદ્દો લખીને પાચેને વંચાવીને આખ્યો. એ મુસદ્દાની નકલ – તા. ૩-૫–૧૯૪૨ વિક્રમ સંવત ૧૯૨ની સાલમાં શનિવારની સંવત્સરી તથા વિ. સં. ૧૯૯૩ની સાલમાં બુધવારની સંવત્સરી વિજયરામચંદ્રસૂરિજીએ તથા તેમના ગુરુજીએ તથા તેમના સાધુ સમુદાયે જે કરેલી, તે શાસ્ત્રથી અને શ્રીવિજયદેવસૂરીશ્વરજીની પરંપરાથી વિરુદ્ધ છે, માટે તે સંબંધમાં પહેલ વહેલો મોખિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46