________________
કલ્યાણવિજયજી આવે પણ જાહેર અને મૌખિક રીતિએ હેય, તે ખુશીથી અમે તૈયાર છીએ.
અને તેમાં જે સાચું કરશે, તે સ્વીકારવા પણ અમે તૈયાર જ છીએ. અમારે કઈ જાતને પણ આગ્રહ સમજે નહિ.
બાકી લિખિતમાં તો કાલે કોઈ પક્ષ તરફથી પાંચસો અપાશે, કેઈ હજાર આપી શકે, કેઈ બે હજાર આપી શકે.
શેઠ કહે : આમાં એવું નહિ બને.
અમાએ કહ્યું: “નહિ બને તે કલ્યાણકારી. પણ અમારે તે જાહેર અને મૌખિક રીતે હોય તેજ સંમતિ છે.”
પછી શેઠે કહ્યું કે હવે આપને કાંઈ બીજું કહેવાનું ન હોય તે અમે જઈએ છીએ.
જવાબ આપતાં અમોએ કહ્યું : “તમે કુરાન અને તલવાર લઈને આવ્યા છે, એવું ન સમજવું. અમારા મુસદ્દામાં સંમતિ આપે નહિતર આ બધા અપયશને ટેપલો આપના માથે છે, એવું સમજશે નહિ.
અમારા સ્વભાવ પ્રમાણે અમે તાણીને ભલે બોલીએ છીએ, પણ કોઈ જાતનું બીજું અનુચિત બોલવાનું અમારૂં નથી.
પછી શેઠ ઉભા થયા, અને વંદન કરીને રજા માગી. તે વખતે અમે એ લખી રાખેલ અમારે મુસદ્દો શેઠને આપે અને કહ્યું : “આ અમારે જવાબ છે—ત્યે.” એમ કહીને ત્યાં બધાની રૂબરૂ વાંચી સંભળાવી શેઠને આણે.
મુસ લઈને નીસરણી ઉતરતાં શેઠ બોલ્યા કે મને ઠીક લાગશે તે હું આ મુસદ્દો આપીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org