Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 40
________________ ૨૯ “શ્રી સકળ સંઘની તિથિ ચર્ચા સંબંધી મત ભેદની શાનિતને માટે નિર્ણય મેળવવાને સારૂ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થના નામો લાવે તેમાંથી અમારે બન્નેએ (આચાર્યશ્રી સાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) એ નામની પસંદગી કરવી. એમાં જે એક નામ બન્નેને સંમત આવે તેને સરપંચ નીમી તે બંને પક્ષોના મંતને સાંભળીને જે નિર્ણય આપે તે અમારે બન્નેએ કબુલ રાખી, તે મુજબ વરતવું. આ મુજબ વરતવાનું બંધન બનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે. વિજયરામચંદ્રસૂરિ. દા. પિતે. આનંદસાગર દા. પિતે.” આ મુસદ્દો વાંચીને અમેએ કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પોતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એ કેઈ શબ્દ છે જ નહિ.” આ વિચાર અમોએ આપતાં બદામી સાહેબે કબુલ કર્યું કે મહારાજ સાહેબની વાત બરાબર છે. પછી તેઓએ પૂછ્યું. તે સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય ? અમેએ કહ્યું: “જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ ત્રણ રીતે થઈ શકે છે. ૧, રાજસભામાં બેઠવ હોય, તે પણ થઈ શકે છે. આ તરફ ભાવનગર સ્ટેઈટ છે, આ તરફ પાલીતાણા સ્ટેઈટ છે, અને આ તરફ વલભીપુર સ્ટેઈટ છે. જ્યાં કરે હોય, ત્યાં અમે તૈયાર જ છીએ.” આ સાંભળીને બદામી સાહેબે કહ્યું : આ રીતે બનવું અત્યારે અસંભવિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46