________________
૧૯
રાજાએ અપનાવી, જે અત્યાર સુધી આપણે વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તેજ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન્ ગીતાર્થ મહાપુરૂષોએ આદરેલી અને આચરેલી છે. જેમાં કઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમે અવકાશ માનતા નથી.
કેઈ વર્ગની એવી માન્યતા હોય, કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન--અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે. તે તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે. યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તે ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મની પૂર્ણ શ્રદ્ધાવંત તે હતા જ. તેઓને વિધિ બાબતમાં ઈરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણ કરવાનું કાંઈપણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તે તે કાળમાં ધર્મ સાચવી રાખ્યો હતો.
છતાં એટલું પણ ચક્કસ છે કે–પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષયવૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા તપાગચ્છમાં આપણા પૂજ્ય વડીલે અપનાવતા આવ્યા છે, તે આપણે અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રીરૂપવિજયજી ગણિ મહારાજની ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વતીએ છીએ. ભલે એક વર્ગ લૌકિક પંચાંગમાં પર્વ તિથિની ક્ષયવૃદ્ધિમાં આરાધનામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય બાવીસ વર્ષથી આચરી, પણ સં. ૧૯૯૨ પહેલાં તે આખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org