Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 33
________________ ૨૨ વિ. સં. ૨૦૦૪માં સુરેન્દ્રનગરમાં આવેલ મુનિશ્રી દશનવિજયજી ત્રિપુટીના પત્રના જવાબની નકલ- કે જે પત્ર તે અરસામાં “શાસન સુધાકર પત્રમાં એક સંત પુરુષને ભેદી પત્ર” આ મથાળા નીચે આગળ પાછળના નામ વગર પ્રગટ થયેલે છે, અને “વીર શાસન” પત્રમાં નામઠામ સાથે અક્ષરશઃ પ્રગટ થયેલ છે. વઢવાણ કેમ્પ, જેઠ વદ ૬ રવિ. વઢવાણ કેમ્પથી વિજયનંદનસૂરિ, તત્ર મુનિશ્રી દર્શનવિજયજી મુનિશ્રી જ્ઞાનવિજયજી તથા મુનિશ્રી ન્યાય વિજયજી અનુવંદના. જેઠ વદ ૩ને ગુરૂવારે શ્રાવક ગીરધરભાઈ સાથે મોકલેલ પત્ર પહોંચ્યું. સંવચ્છરી સંબંધી તમેએ કેટલાક ખુલાસા પુછાવ્યા પણ આવી બાબતે માટે રૂબરૂ મળી ખુલાસા મેળવવા વ્યાજબી છે તે તમે જાણે છે. અત્યાર સુધીમાં તમે એ તમારા તરફથી પંચાગે છપાવ્યાં તે તમે અમને જણાવ્યું નથી તેમ કઈ જાતનો ખુલાસો પણું પુછાવ્યા નથી. ત્યાર પછી તમારા તરફથી તમેએ જૈન પર્વ તિથિને ઈતિહાસ' નામની પુસ્તિકા છપાવી તે પણ તમેએ અમેને જણાવ્યું નથી તેમ કોઈ ખુલાસે પુછાવ્યો નથી અને હવે અત્યારે ખુલાસા પુછાવવાને અર્થ છે? વિ. તા. ૭-૬-૧૯૪૮ સોમવારના “મુંબઈ સમાચારમાં આવેલ આટીકલ અમોએ, અમારા ગુરૂમહારાજાએ કેઈએ પણ આપેલ નથી. તેમ છપાવેલ પણ નથી. તેમ છાપામાં કોણે આપેલ છે તે પણ અમે જાણતા નથી. અમે પ્રાયઃ છાપામાં આપતા નથી તેમજ લખાવતા નથી છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46