Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 32
________________ આરાધનામાં તેના બદલે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિની પ્રણાલિકામાં અમે જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમજ આપણું આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસંઘ એજ પ્રણાલિકાને એક સરખી રીતે માન્ય રાખે, અને તેથી થોડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દેવી, એ તપાગચ્છીય ચતુવિધ શ્રી સંઘયે મારી નમ્ર વિનંતિ છે. અને “આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી તે અમે વ્યાજબી માનતા નથી. અમે તે જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઈચ્છાવાળા છીએ.” બાકી સંવત્સરી મહા પર્વ આરાધનાના દિવસની તેમજ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સમ્મતિ છે. ઉપરોક્ત બાર પર્વ તિથિમાં પણ વર્તમાન બન્ને પક્ષમાંથી જેઓ કઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બન્ને પક્ષવાળા ખુશીથી અરસપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે. એટલું જ નહિ, પણ તેઓ અરસ પરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સમ્મતિ છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાને વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે. તે તે આપણું પૂજ્ય વડીલ મહાપુરુષો આ બાર પર્વતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારપણું, પરં. પરાનુસારિમાણું અને ગુર્વાજ્ઞાનુસારપણું પૂરેપુરૂં સચવાય છે, એવી અમારી માન્યતા છે. વિજયનંદનસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46